Surya Grahan live streaming : સૂર્ય ગ્રહણ પૂર્ણ, ઓસ્ટ્રેલિયા બાદ જાપાન, ઇન્ડોનેશિયા સહિત વિશ્વભરમાં દેખાયો અદભૂત નજારો

Solar Eclipse 2023, Surya Grahan Live Streaming Details: વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ખુબ જ અલગ છે. કારણ કે આ હાઇબ્રિડ છે. હાઇબ્રિડ સૂર્ય ગ્રહણનો મતલબ છે વલાયાકાર ગ્રહણ, આંશિક અને પૂર્વ સૂર્ય ગ્રહણનો સંયોજન.

Solar Eclipse 2023, Surya Grahan Live Streaming Details: વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ખુબ જ અલગ છે. કારણ કે આ હાઇબ્રિડ છે. હાઇબ્રિડ સૂર્ય ગ્રહણનો મતલબ છે વલાયાકાર ગ્રહણ, આંશિક અને પૂર્વ સૂર્ય ગ્રહણનો સંયોજન.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
સૂર્ય ગ્રહણ 2023| Solar Eclipse 2023 Live Stream| surya grahan

સૂર્યગ્રહણ લાઈવ સ્ટ્રીમ 2023

Solar Eclipse April 2023 Live Telecast: વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ શરુ થયું છે. જોકે, ભારતમાં આ સૂર્ય ગ્રહણ નહીં દેખાય. એટલા માટે ભારતમાં સૂતક કાળ પણ માન્ય ગણાય. વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ખુબ જ અલગ છે. કારણ કે આ હાઇબ્રિડ છે. હાઇબ્રિડ સૂર્ય ગ્રહણનો મતલબ છે વલાયાકાર ગ્રહણ, આંશિક અને પૂર્વ સૂર્ય ગ્રહણનો સંયોજન. જાણો સૂર્ય ગ્રહણ સંબંધિ દરેક અપડેટ્સ

Advertisment
  • Apr 20, 2023 12:13 IST

    સૂર્ય ગ્રહણ બાદ શું કરવું?

    વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાયું નથી. જેના કારણે સુતકકાળ માન્ય રહેશે નહીં. પરંતુ જો તમે ઇચ્છો તો કેટલાક કામ કરી શકો છો. સૂર્ય ગ્રહણ સમાપ્ત થયા બાદ તુલસી પત્તા સાથે મંદિરમાં ગંગાજળ છાંટીને શુદ્ધ કરી શકો છો. આવું કરવાથી સૂર્યનો અશુભ પ્રભાવ સમાપ્ત થઇ જશે. ગ્રહણ સમાપ્ત થયા બાદ પ્રેગ્નેટ મહિલાઓએ સ્નાન કરવું જોઇએ. આ સાથે જ આખા ઘરમાં ગંગાજળ છાંટવું શુભ થશે. આવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થઇ જશે.



  • Apr 20, 2023 12:10 IST

    ઓસ્ટ્રેલિયામાં દેખાયું પૂર્ણ સૂર્ય ગ્રહણ, જુઓ વીડિયો

    વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ પૂર્ણ થવાના આરે છે. ઓસ્ટ્રેલિયામાં પૂર્ણ સૂર્ય ગ્રહણનો નજારો જોવા મળ્યો હતો.

    — Chris Lewis (@a_film_maker) April 20, 2023



  • Advertisment
  • Apr 20, 2023 12:08 IST

    વર્ષ 2023માં કેટલા ગ્રહણ થશે

    વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબર, શનિવારે થશે, ત્યારબાદ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહમ 5 મેના રોજ લાગશે અને બીજું ચંદ્ર ગ્રહણ ઓક્ટોબર મહિનામાં લાગશે.



  • Apr 20, 2023 12:06 IST

    આ જગ્યાઓ પર દેખાયો સૂર્ય ગ્રહણનો સુંદર નજારો

    સૂર્ય ગ્રહણ દુનિયા ભરના અનેક ભાગમાં જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં પૂર્ણ સૂર્ય ગ્રહણ દેખાયું હતું. આ સાથે જ ચીન, થાઇલેન્ડ, અમેરિકા, જાપાન, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરમાં પણ દેખાઈ રહ્યું છે.

    — Paul Pichugin (@paulmp) April 20, 2023



  • Apr 20, 2023 09:44 IST

    ઇન્ડોનેશિયામાં સૂર્ય ગ્રહણનો નજારો

    ઇન્ડોનેશિયાના જકાર્તામાં જોવા મળ્યું વાદળોવાળા આકાશમાં સૂર્ય ગ્રહણ Image credit: AP Photo/Tatan Syuflana



  • Apr 20, 2023 09:33 IST

    સૂર્ય ગ્રહણ લાઇવ સ્ટ્રીમ અહીં જુઓ

    ભારતીય સમયાનુસાર સવારે 8 વાગ્યાથી નાસાથી પોતાના ઓફિસિયલ યૂટ્યુબ ચેનલમાં સૂર્ય ગ્રહણ લાઇવ સ્ટ્રીમ શરુ કરી દીધું છે.

    — NASA (@NASA) April 20, 2023



  • Apr 20, 2023 09:26 IST

    દુનિયાના અનેક દેશોમાં સૂર્ય ગ્રહણનો અદભૂત નજારો દેખાયો

    વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ઓસ્ટ્રેલિયા, જાપાન સહિત અનેક દેશોમાં જોવા મળ્યું છે

    — Clarissa Phillips (@clarissap83) April 20, 2023



  • Apr 20, 2023 09:16 IST

    ઔસ્ટ્રેલિયામાં દેખાયું સૂર્ય ગ્રહણ, જુઓ ખૂબસૂરત નજારો

    ઔસ્ટ્રેલિયામાં દેખાયું સૂર્ય ગ્રહણ, જુઓ ખૂબસૂરત નજારો

    — Alasdair Dempsey (@ARDempsey) April 20, 2023



  • Apr 20, 2023 09:11 IST

    સૌ પ્રથમ ઔસ્ટ્રોલીયોમાં દેખાયું સૂર્ય ગ્રહણ, સંપૂર્ણ સૂર્ય ગ્રહણ થયું

    સૌ પ્રથમ ઔસ્ટ્રોલીયોમાં દેખાયું સૂર્ય ગ્રહણ, સંપૂર્ણ સૂર્ય ગ્રહણ થયું ( Image credit: Time and Date  )



  • Apr 20, 2023 08:11 IST

    ભારતમાં સૂતક કાળ માન્ય હશે કે નહીં?

    શાસ્ત્રો અનુસાર ચંદ્ર અથવા સૂર્ય ગ્રહણ શરુ થયા બાદ આશરે 12 કલાક પહેલા સૂતક કાલ આરંભ થઈ જાય છે. માનવામાં આવે છે કે ગ્રહણના સમય સૂર્ય અથવા ચંદ્ર પીડામાં હોય છે. એટલા માટે સૂતક કાળના સમયે મંદિરના કપાટ બંધ કરવામાં આવે છે. ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવામાં આવતી નથી. આ સાથે જ ખાવા-પીવા અને ઉંઘવાની પણ મનાઇ હોય છે. ગ્રહણ દરમિયાન જાપ અને ધ્યાન કરવું શુભ માનવામાં આવે છે. વર્ષનું પહેલું ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આવી સ્થિતિમાં સૂતક કાળ માન્ય નહીં રહે. એટલા માટે મંદિરો અને કપાટ બંધ નહીં રહે.



  • Apr 20, 2023 08:08 IST

    કઇ કઇ જગ્યાએ દેખાશે સૂર્ય ગ્રહણ

    વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ સૂર્ય ગ્રહણ કંબોડિયા, ચીન, સમોઆ, સોલોમન, બરુની, સિંગાપુર, થાઇલેન્ડ, એન્ટાર્કટિકા, અમેરિકા, માઇક્રોનેશિયા, મલેશિયા, ફિજી, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ વિયતનામ, તાઇવાન, પાપુઆ ન્યૂ ગિની, ઇન્ડોનેશિયા, ફિલિપીન્સ, દક્ષિણ હિન્દ મહાસાગર અને દક્ષિણ પ્રશાંત મહાસાગર જેવી જગ્યાએ જોવા મળશે.



  • Apr 20, 2023 08:08 IST

    વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ કેવી રીતે ખાસ હશે?

    વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ખુબ જ ખાસ છે કારણ કે આ ત્રણ પ્રકારનું હશે. આ સૂર્ય ગ્રહણ આંશક, કુંડલાકાર અને પૂર્ણ હશે. આના કારણે તેને હાઇબ્રિડ સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે. આંશિક સૂર્ય ગ્રહણ એ હોય છે જ્યારે ચંદ્ર સૂર્યના નાના ભાગને પ્રભાવિત કરે છે. આ સાથે જ કુંડલાકાર ત્યારે થાય છે જ્યારે સૂર્ય ગ્રહણમાં ચંદ્ર સૂર્યની વચ્ચોવચ્ચ આવે છે. એટલે કે સૂર્ય એક ચમકદાર રિંગની જેમ દેખાય છે. આને વલયાકાર સૂર્ય ગ્રહણ અથવા કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ પણ કહેવામાં આવે છે.



  • Apr 20, 2023 08:08 IST

    વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણનો ચોક્કસ સમય

    વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 20 એપ્રિલ 2023, ગુરુવારે થઇ રહ્યું છે. ભારતીય સમય અનુસાર સૂર્ય ગ્રહણ સવારે 7 વાગ્યે 4 મિનિટ પર પ્રારંભ થયો છે. જે બપોરે 12.29 વાગ્યે સમાપ્ત થશે. આ વખતે સૂર્ય ગ્રહણનો સમયગાળો 5.24 કલાકનું હશે.



  • Apr 20, 2023 08:08 IST

    વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ખુબ જ અલગ છે

    વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ખુબ જ અલગ છે. કારણ કે આ હાઇબ્રિડ છે. હાઇબ્રિડ સૂર્ય ગ્રહણનો મતલબ છે વલાયાકાર ગ્રહણ, આંશિક અને પૂર્વ સૂર્ય ગ્રહણનો સંયોજન.



  • Apr 20, 2023 08:08 IST

    વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ શરુ થયું છે

    વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ શરુ થયું છે. જોકે, ભારતમાં આ સૂર્ય ગ્રહણ નહીં દેખાય. એટલા માટે ભારતમાં સૂતક કાળ પણ માન્ય ગણાય.



astrology ધર્મ ભક્તિ બ્રેકિંગ ન્યૂઝ સૂર્ય ગ્રહણ