Somnath Temple : સોમનાથ મંદિર પર હુમલાના 1000 વર્ષ, 17 વખત લૂંટાયા બાદ આજે પણ અડિખમ, ભારતના ધર્મ અને સંસ્કૃતિનું પ્રતિક

Somnath Temple 1000 Years Of Attack : સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીના હુમલાને 1000 વર્ષ પૂર્ણ થયા છે. વિધર્મીઓએ સોમનાથ મંદિર 17 વખત લુંટાયું અને નષ્ટ કર્યું, તેમ છતાં આજે પણ ગુજરાતના દરિયા કિનારે અડિખમ છે, જે ભારતના ધર્મ, સંસ્કૃતિ અને આસ્થાને ઉજાગર કરે છે.

Somnath Temple 1000 Years Of Attack : સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીના હુમલાને 1000 વર્ષ પૂર્ણ થયા છે. વિધર્મીઓએ સોમનાથ મંદિર 17 વખત લુંટાયું અને નષ્ટ કર્યું, તેમ છતાં આજે પણ ગુજરાતના દરિયા કિનારે અડિખમ છે, જે ભારતના ધર્મ, સંસ્કૃતિ અને આસ્થાને ઉજાગર કરે છે.

author-image
Ajay Saroya
New Update
somnath temple (1)

Somnath Temple : સોમનાથ મંદિર. Photograph: (Gujarat Tourism)

Somnath Temple 1000 Years Of Attack : સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીના હુમલાને 1000 વર્ષ પૂર્ણ થયા છે. ગુજરાતના દરિયા કિનારે સ્થિત સોમનાથ મંદિર ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાને છે. પૌરાણિક માન્યતા મુજબ, સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના ચંદ્ર દેવ દ્વારા કરવામાં આવી છે. પ્રાચીનકાળથી સોમનાથ મંદિર ભારતના ધર્મ, સંસ્કૃતિ અને આસ્થા અને વૈભવનું પ્રતિક છે. સોમનાથ મંદિરની જાહોજલાલીથી આકર્ષાઇ વિદેશી આક્રમણકારો એ 17 વખત આક્રમણ કરી મંદિરમાં લૂંટ મચાવી હતી. 

Advertisment

સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીના હુમાલને 1000 વર્ષ

સોમનાથ મંદિર પર સૌથી પહેલો હુમલો અફઘાનિસ્તાનના મહમૂદ ગઝનવીએ કર્યો હતો. 5 જાન્યુઆરી, 1026ના રોજ મહમૂદ ગઝનવી પ્રભાસ પાટણ પહોંચ્યો હતો. લોકવાયકા મુજબ 8 દિવસ સુધી મહમૂદ ગઝનવીની સેના અને પ્રભાસ પાટણના રાજપૂત યોદ્ધાઓ વચ્ચે લોહિયાળ યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં 50 હજાર જેટલા હિન્દુ યોદ્ધા અને સૈનિકોએ મંદિરની રક્ષા માટે બિલદાન આપ્યું હતું. જો કે કમનસીબે હિન્દુ યોદ્ધાની હાર થઇ અને મહમૂદ ગઝનવી એ સોમનાથ મંદિરને લુંટ્યુ હતું. 

મહમૂદ ગઝનવી એ સોમનાથ મંદિરમાં 20 મિલિયન દિનારની લૂંટ ચલાવી 

મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિરમાં બેફામ લૂંટ ચલાવી હતી. ગઝનીએ સોમનાથ જ્યોતિર્લિંગ તોડી નાંખ્યું અને સોમનાથ મંદિરને નષ્ટ કરી દીધુ હતું. કહેવાય છે કે, મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર માંથી 20 મિલિયન દિનારની લૂંટ ચલાવી હતી. 1169માં એક શિલાલેખ મુજબ કુમારપાલે (આર. 1143-72) સોમનાથ મંદિરને “ઉત્તમ પથ્થર અને તેને ઝવેરાતથી જડેલા” માં પુનઃનિર્માણ કરાવ્યું. તેણે ક્ષીણ થઈ રહેલા લાકડાના મંદિરનું સ્થાન લીધું.

આજ દિન સુધીમાં સોમનાથ મંદિર પર 17 વખત આક્રમણ થયું છે. પ્રત્યેક હુમલા બાદ સ્થાનિક હિન્દુ રાજા દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. 

Advertisment

ઈ.સ. 1299 : અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાને ગુજરાત પર આક્રમણ કર્યું હતું. આ દરમિયાન તેણે સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું અને મંદિર નષ્ટ કર્યું હતું.

ઈ.સ. 1395: ગુજરાતના સુલતાન ઝફર ખાને સોમનાથ મંદિરનો ફરી નાશ કર્યો.

ઈ.સ. 1414 : અમદાવાદના બાદશાહ અહેમદ શાહે મંદિરને લૂંટ્યું હતું.

ઈ.સ. 1459 - 1511 : મહમૂદ બેગડાએ સોમનાથ મંદિરને મસ્જિદમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો.

ઈ.સ. 1706 : મુઘલ બાદશાહ ઔરંગઝેબે ફરમાન બહાર પાડીને મંદિરનો સંપૂર્ણ વિનાશ કરવાનો આદેશ આપ્યો. સોમનાથ મંદિરને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું.

સોમનાથ મંદિર : સત યુગમાં સોનાનું મંદિર, હાલ પથ્થર માંથી નિર્મિત 

માન્યતા મુજબ સતયુગમાં ચંદ્રદેવ સોના માંથી સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ ત્રેતાયુગમાં રાવણે ચાંદીનું સોમનાથ મંદિર બનાવ્યું હતું. પછી દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણ ચંદનના લાકડા માંથી સોમનાથ મંદિરનું નિર્માણ કર્યું હતું. વિદેશી આક્રમણકારોના હુમલાથી સોમનાથ મંદિર ઘણી વખત નષ્ટ થયું અને સમયાંત્તર જીણોદ્ધાર થયો છે. ભારત દેશ સ્વતંત્ર થયો તેની પહેલા સોમનાથ મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર વર્ષ 1787માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો.

સોમનાથ મંદિરનો બાણસ્તંભ

સોમનાથ મંદિર પરિસરમાં એક બાણસ્તંભ છે, જેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે. આ બાણસ્તંભ પર લખેલું છે કે, “આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં જઈએ તો વચ્ચે ક્યાંય જમીનનો એક પણ ટુકડો આવતો નથી.” આ વાત દર્શાવે છે કે, પ્રાચીન કાળથી ભારત વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રનું સચોટ જ્ઞાન ધરાવે છે.

સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર

હાલનું સોમનાથ મંદિર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિજ્ઞાનું ફળ છે. તેમણે 13, 1947ના રોજ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ 11 મે, 1951ના રોજ તત્કાલિન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. 

ધર્મ ભક્તિ