Somvati Amavasya 2023: સોમવતી અમાસ ક્યારે છે? સ્નાન, પૂજા, દાનનો શુભ સમય અને ધાર્મિક મહત્વ જાણો

Somvati Amavasya 2023 Date Auspicious Yoga : આ વર્ષે સોમવતી અમાસ પર ખૂબ જ શુભ યોગ બની રહ્યો છે. જાણો ક્યારે છે સોમવતી અમાવસ્યા, તેના શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Somvati Amavasya 2023 Date Auspicious Yoga : આ વર્ષે સોમવતી અમાસ પર ખૂબ જ શુભ યોગ બની રહ્યો છે. જાણો ક્યારે છે સોમવતી અમાવસ્યા, તેના શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Somvati Amavasya

સોમવારના દિવસે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે.

Somvati Amavasya 2023 Date Significance Auspicious Yoga : વૈદિક શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં દરેક વાર અને તિથિનું બહુ મહત્વ છે. જેમાં અમાસની તિથિ પણ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. પ્રત્યેક મહિનામાં એક અમાસ અને પૂનમની તિથિ આવે છે. સામાન્ય રીતે અમાસની તિથિને પિતૃઓની તિથિ માનવામાં આવે છે પરંતુ જ્યારે સોમવાર કે શનિવારે અમાસની તિથિ આવતી હોય ત્યારે તેનું ધાર્મિક મહત્વપૂર્ણ અનેકગણું વધી જાય છે. સોમવારના દિવસે આવતી અમાસને સોમવતી અમાસ અને શનિવારે આવતી અમાસને શનિશ્ચરી અમાસ કહેવાય છે. જુલાઇ 2023માં એક સોમવારી અમાસ આવી રહી છે.

Advertisment

જુલાઇમાં ક્યારે છે સોમવતી અમાસ

ઉત્તર ભારતમાં 4 જુલાઇથી અધિક શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે જ્યારે ગુજરાતમાં હવે 18 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થશે. શ્રાવણ માસમાં આવતી અમાસની તિથિને હરિયાળી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વખતે શ્રાવણ મહિનાની અમાસના સોમવારના દિવસ છે અને તેથી સોમવતી અમાસના શુભ સંયોગ બની રહ્યા છે. એવી માન્યતા છે કે, સોમવતી અમાસના દિવસે નદી કિનારે સ્નાન, દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. ઉપરાંત આ દિવસે પિંડદાન જેવી પિતૃ સંબંધિત પૂજા કરવાથી પણ પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે.

હિન્દુ પંચાગ અનુસાર, વર્ષ 2023ના જુલાઇ મહિનામાં 16 જુલાઈના રોજ રાત્રે અમાસની તિથિ 10:08 વાગ્યે શરૂ થઈ રહી છે અને 18 જુલાઈ, 2023ના રોજ સવારે 12:01 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિના આધારે, સોમવતી અમાવસ્યા 17 જુલાઈ 2023, સોમવારના રોજ ઉજવાશે.

સોમવતી અમાસના શુભ ચોઘડિયા

  • પ્રથમ શુભ ચોઘડિયુંઃ- 17 જુલાઈના રોજ સવારે 05.34 થી 07.17 સુધી
  • બીજુ શુભ મુહૂર્તઃ - સવારે 09.01 થી 10.44 સુધી
  • અભિજીત મુહૂર્તઃ- બપોરે 12 વાગ્યાથી 12.55 મિનિટ સુધી
Advertisment

સોમવતી અમાસ 3 શુભ સંયોગ

હાલ ઉત્તર ભારતમાં અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આથી આ વખતે સોમવતી અમાસના દિવસે શ્રાવણના સોમવારની સાથે સાથે રુદ્રાભિષેક અને સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. શ્રાવણના બીજા સોમવારે અમાસની તિથિ આવી રહી છે. જેમાં 18 જુલાઈના રોજ સવારે 05.11 થી 05.35 સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ છે. અમાસની તિથિ 18 જુલાઈના રોજ સવાર સુધી રહેશે. આ સાથે દિવસભર રુદ્રાભિષેક યોગ રહેશે.

આ પણ વાંચોઃ 30 વર્ષ પછી શ્રાવણમાં બની રહ્યા છે ખાસ સંયોગ, 4 રાશિઓ પર રહેશે મહાદેવની વિશેષ કૃપા, ભાગ્ય ચમકશે

સોમવતી અમાસનું ધાર્મિક મહત્વ

હિંદુ ધર્મમાં સોમવતી અમાસનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન - દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. ઉપરાંત આ દિવસે પિતૃતર્પણ કે પિંડદાન કરવું પણ લાભદાયક મનાય છે. શ્રાવણ માસના સોમવારે અમાસની તિથિ હોવાથી તે દિવસ રુદ્રાભિષેક કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન શંકરની પૂજા કરવાથી વ્યક્તિના તમામ સંકટો દૂર થાય છે અને સુખૃ-સમુદ્રિની પ્રાપ્તિ થાય છે.

શ્રાવણ astrology ટ્રેન્ડિંગ ન્યૂઝ ધર્મ ભક્તિ