Somvati Amavasya 2024 Upay: સોમવતી અમાસનું વિશેષ ધાર્મિક મહત્વ છે. સોમવાર પર અમાસ તિથિ આવે ત્યારે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આ વખત શ્રાવણ માસની છેલ્લી તિથિ 2 સપ્ટેમ્બર, 2024 સોમવાર છે, આથી સોમવતી અમાસનો ખાસ યોગ બની રહ્યો છે. સોમવતી અમાસ પૂર્વજોની પૂજા કરવા અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવા માટે ફળદાયી હોવાનું કહેવાય છે. તેથી જ્યોતિષ શાસ્ત્રમાં અમુક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે કરવાથી પિતૃદોષ માંથી છુટકારો મેળવી શકાય છે. વળી, બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. આવો જાણીએ આ ઉપાયો વિશે …
દેવ અર્યમાની પૂજા અર્ચના કરો
જો તમારી જન્મ કુંડળીમાં પિતૃ દોષ હોય, તો સોમવતી અમાવસ્યા પર પિતૃ લોકના દેવતા અર્યમાની પૂજા કરો. તેમજ બ્રાહ્મણને અન્ન, વસ્ત્રનું દાન કરો. આમ કરવાથી તમે પિતૃ દોષ માંથી છુટકારો મેળવી શકો છો. સાથે જ તેઓ વંશ વૃદ્ધિને આશીર્વાદ આપે છે.
પંચ બલી કાઢો
સોમવતી અમાવસ્યા પર પંચ બલી કાઢો એટલે કે પાંચ માટે ભોજન કાઢો, જેમાં કૂતરા, ગાય, કાગડા વગેરેને ભોજનનો એક – એક ભાગ આપો. એવું માનવામાં આવે છે કે પિૃત દ્વારા ભોજન ગ્રહણ તેઓ પ્રસન્ન રહે છે અને આશીર્વાદ આપે છે.
પીપળાના વૃક્ષની પૂજા કરો
પિતૃ દોષ થી પરેશાન હોવ તો સ્નાન કર્યા બાદ પીપળાના વૃક્ષની પૂજા કરો. સાથે જ ઝાડના મૂળમાં દૂધ અને પાણી ચઢાવો. પિપળાના વૃક્ષની ફરતે સાત વખત સુતરની આંટી બાંધો અને ત્યારબાદ 11 વખત પરિક્રમા કરો. સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. આવું કરવાથી તમે પિૃત દોષ માંથી મુક્તિ મેળવી શકો છો.
રુદ્રાભિષેક કરો
તમામ ગ્રહો પર ભગવાન શિવનું આધિપત્ય છે. તેથી સોમવતી અમાસ પર ભગવાન ભોળા નાથની પૂજા કરો. સાથે જ ભગવાન શિવને બિલિ પત્ર અર્પિત કરો. સાથે જ શિવલિંગ પર દૂધ અને દહીંથી અભિષેક કરો. પિતૃ દોષ માંથી મુક્તિ આપવા માટે શંકર ભગવાનને પ્રાર્થના કરો.
આ પણ વાંચો | ગણેશ ચતુર્થી પર રાશિ અનુસાર કરો ગણપતિ મંત્ર જાપ, બાપ્પા પુરી કરશે બધી મનોકામના
પિતૃ સુક્તાનો પાઠ કરો
અમાસ તિથિ પર પવિત્ર નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. તેથી, સોમવતી અમાસ પર પવિત્ર નદીમાં સ્નાન કરો. સાથે જ સૂર્યદેવને જળ ચઢાવો. પિતૃ – પૂર્વજોનું સ્મરણ કરી કુશની પવિત્રી હાથમાં પહેરી જળ અર્પણ કરો. શક્ય હોય તો પિતૃ સુક્તાનો પાઠ કરો. આમ કરવાથી પિતૃ દેવ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. જેનાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.