Somvati Amavasya 2025: સોમવતી અમાસ પર શનિ જ્યંતિનો સંયોગ, પિતૃ કૃપા અને શનિ દોષ મુક્તિ માટે ચમત્કારી ઉપાય

Somvati Amavasya 2025 And Shani Jayanti Upay: સોમવતી અમાસ તિથિનું ખાસ મહત્વ છે. આ વખતે વૈશાખ અમાસ શનિ જયંતી સોમવારે આવી રહી છે. આ દિવસે અમુક ચમત્કારી ઉપાય કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે સાથે સાથે શનિ દોષ માંથી મુક્તિ મેળવી શકાય છે.

Somvati Amavasya 2025 And Shani Jayanti Upay: સોમવતી અમાસ તિથિનું ખાસ મહત્વ છે. આ વખતે વૈશાખ અમાસ શનિ જયંતી સોમવારે આવી રહી છે. આ દિવસે અમુક ચમત્કારી ઉપાય કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે સાથે સાથે શનિ દોષ માંથી મુક્તિ મેળવી શકાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
somvati Amavasya upay

Somvati Amavasya Upay: સોમવતી અમાસ પર અમુક ઉપાય કરવાથી દેવી દેવતા અને પિતૃઓના આશીર્વાદ મળે છે.

Somvati Amavasya 2025 And Shani Jayanti Upay: હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ખાસ કરીને સોમવાર કે શનિવારે અમાસ તિથિ હોય ત્યારે તેને વધુ શુભ માનવામાં આવે છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવામાં છે. હિંદુ પંચાંગ મુજબ આ વર્ષે વૈશાખ મહિનાની સોમવતી અમાવસ્યા 26 મેના રોજ છે, જે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૈશાખ અમાસને શનિ જયંતિ પણ કહેવાય છે, આ તિથિ કર્મપ્રધાન શનિ દેવનો પ્રાગટ્ય દિવસ છે. આથી આ વખતે વૈશાખ અમાસ પર શનિ જંયતિ સાથે સોમવતી અમાસનો અનોખો સંગમ રચાયો છે. આ દિવસે અમુક ખાસ ઉપાય કરવાથી પિતૃ કર્મ કરી પૂર્વજોના આર્શિવાદ મેળવવાની સાથે શનિ દોષમાં પણ રાહત મેળવી શકાય છે.

Advertisment

Somvati Amavasya Upay : સોમવતી અમાસ પિતૃ કર્મ માટે શ્રેષ્ઠ તિથિ

અમાસ તિથિ પિતૃ એટલે કે પૂર્વજોની તિથિ માનવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવને પ્રસન્ન કરવા, પૂર્વજોની શાંતિ માટે અને ધન લાભ માટે કાર્ય કરવા માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ઉપરાંત પવિત્ર નદીઓમાં સ્નાન, આ દિવસે પૂર્વજોના પિંડ દાન અને શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ છે. આમ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ધનલાભ થવાના યોગ બને છે અને પૂર્વજોને શાંતિ મળે છે.

વૈશાખ અમાસ પિતૃ કર્મ ઉપાય

શિવ પરિવારની પૂજા કરો

સોમવતી અમાસ પર શિવ પરિવારની વિધિવત પૂજા કરવાથી પારિવારિક વિખવાદ દૂર થાય છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે. આ વિધિ કરવાથી અટકી ગયેલા કામકાજ થવા લાગે છે.

કાળા તલનું દાન કરો

પિતૃ દોષ માંથી મુક્તિ મેળવવા માટે આ દિવસે કાળા તલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમને પૂર્વજોના આશીર્વાદ મળે છે અને કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થાય છે. આ સાથે જ આ ઉપાય કરવાથી પૂર્વજોની ભટકતી આત્માને શાંતિ મળે છે.

Advertisment

શિવલિંગ પર ગંગા જળ અને બિલિ પત્ર અર્પણ કરો

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ દિવસે શિવલિંગ પર ગંગા જળ અને બિલિ પત્ર અર્પિત કરો. તેનાથી આર્થિક સ્થિતિ સુધરે છે, ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે.

પીપળા પર જળ અર્પણ કરો

પીપળાના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સોમવતી અમસા પરે પીપળાના મૂળમાં જળ ચઢાવવાથી ત્રિદેવ પ્રસન્ન થાય છે અને પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આ સાથે જ જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે.

Shani Jayanti 2025 : શનિ જયંતી ઉપાય

વૈશાખ અમાસ એટલે કે શનિ જ્યંતિ પર અમુક ઉપાય કરવાથી શનિ દોષમાં રાહત મળે છે. આ દિવસે સરસવ તેલમાં કાળા તલ કે આખા અડદ નાંખી શનિ દેવ પર તેલ અર્પણ કરો.

કાળી વસ્તુનું દાન કરો, ગરીબને ભોજન કરાવો

શનિ દેવને કાળી વસ્તુ પ્રિય છે. ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને કાળી વસ્તુ જેમ કે, કાળા તલ, અડદની દાળ, બુટ ચપ્પલ, ધાબળાનું દાન કરી શકાય છે. ગરીબ લોકોને ભોજન કરવાથી પણ શનિ દેવ પ્રસન્ન થાય છે.

શનિ ચાલીસાનો પાઠ કરો

શનિ દેવને પ્રસન્ન કરવા માટે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઇએ. શનિ ચાલીસાનો પાઠ કરવાથી શનિની પીડામાં રાહત મળે છે.

શનિ દેવ ધર્મ ભક્તિ