ગીતા જ્ઞાનથી શીખો જીવન જીવવાની કળા, બદલાઇ જશે પોતાના વિચાર અને જીવન

Bhagavad Gita updesh : ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને જે ઉપદેશ આપવામાં આવ્યો છે તે આજના આધુનિક અને તણાવપૂર્ણ જીવનમાં પણ એટલો જ પ્રાસંગિક છે.

Bhagavad Gita updesh : ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને જે ઉપદેશ આપવામાં આવ્યો છે તે આજના આધુનિક અને તણાવપૂર્ણ જીવનમાં પણ એટલો જ પ્રાસંગિક છે.

author-image
Ashish Goyal
New Update
bhagavad gita updesh

ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ માત્ર જ્ઞાન જ નહીં, પરંતુ જીવન જીવવાની કળા વિશે પણ કહ્યું છે Photograph: (ફાઇલ ફોટો)

Bhagavad Gita updesh : ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ માત્ર જ્ઞાન જ નહીં, પરંતુ જીવન જીવવાની કળા વિશે પણ કહ્યું છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને જે ઉપદેશ આપવામાં આવ્યો છે તે આજના આધુનિક અને તણાવપૂર્ણ જીવનમાં પણ એટલો જ પ્રાસંગિક છે.

Advertisment

ગીતાનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ છે કર્મયોગ. ભગવાન કૃષ્ણ કહે છે કે માણસે ફળની ચિંતા કર્યા વિના પોતાના કર્મ કરતા રહેવું જોઈએ. આજના સમયમાં લોકો સફળતા, પૈસા અને માન-સન્માનને લઈને ખૂબ જ ચિંતિત રહે છે. આવી સ્થિતિમાં ગીતા આપણને એ શીખવે છે પરિણામની ચિંતા કર્યા વિના આપણે આપણું કર્મ કરતા રહેવું જોઈએ.

માણસનો સૌથી મોટો મિત્ર અને દુશ્મન તેનું મન છે

ગીતાનો બીજો મોટો સંદેશ મનને નિયંત્રિત કરવાનો છે. તે કહે છે કે માણસનો સૌથી મોટો મિત્ર અને દુશ્મન તેનું મન જ છે. જો મન પર નિયંત્રણ ના હોય તો વ્યક્તિ ખોટો નિર્ણય લે છે. ગીતા આપણને ધ્યાન, સંયમ અને આત્મચિંતન દ્વારા મનને શાંત રાખવાનું શીખવે છે.

બીજાની કાર્યોઓની સરખામણી તમારા પોતાના કાર્યો સાથે ન કરો. તેના બદલે માણસે પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ.
અહંકારથી છુટકારો મેળવીને માણસ પોતાનો સાચો સ્વભાવ ઓળખી શકે છે.

Advertisment

આ પણ વાંચો - મકર સંક્રાંતિ ક્યારે છે 14 કે 15 જાન્યુઆરી? જાણો તિથિ, દાન-સ્નાનનું શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

ચીજો વિશે વિચારવાથી મનુષ્ય તેમની સાથે આસક્ત થઈ જાય છે. તેનાથી તેમનામાં કામના  એટલે કે ઇચ્છા પેદા થાય છે અને ઇચ્છાઓમાં અડચણો આવવાથી ક્રોધ થાય છે.

શ્રેષ્ઠ માણસો જે-જે આચરણ કરે છે એટલે કે તેઓ જે પણ કામ કરે છે, બીજા માણસો પણ તે જ રીતે વર્તે છે. તે જે પ્રમાણ કે ઉદાહરણ પ્રસ્તુત કરે છે, સમસ્ત માનવ સમુદાય તેનું જ અુનુસરણ કરવા લાગે છે.

ધર્મ ભક્તિ