Sun and jupiter conjuntion in Meen : જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એક ગ્રહ નિશ્ચિત સમય પર રાશિ પરિવરન કરે છે. જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. સાથે જ ગ્રહ ગોચર કરીને યુતિ પણ બીજા ઉપર અસર થાય છે. ગ્રહ ગોચર કરતા બીજા ગ્રહ સાથે યુતિ બને છે. સૂર્ય ગ્રહ 15 માર્ચ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. જ્યાં પહેલાથી બૃહસ્પતિ વિરાજમાન છે. જેનાથી મીન રાશિમાં ગુરુ અને સૂર્યની યુતિ બની રહી છે. આ યુતિ મીન રાશિમાં 12 વર્ષ બાદ બની રહી છે.
આ યુતિનો પ્રભાવ દરેક રાશિઓના જાતકો પર જોવા મળે છે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેમને આ સમયે ધનલાભ અને ઉન્નતિનો યોગ બની રહ્યો છે. તો ચાલો જાણીએ આ કઈ રાશિ છે.
ધન રાશિ
સૂર્ય અને ગુરુની યુતિ ધન રાશિના જાતકો માટે શુભ સાબિત થઇ શકે છે. આ યુતિ તમારી રાશિથી વાણી અને ધનના ભાવમાં બની રહ્યો છે. આ સમયે તમારે આકસ્મિક ધનની પ્રાપ્તિ થઇ શકે છે. સાથે જ તમે પ્રોપર્ટી ખરીદવાનું મન બનાવી શકે છે. આ સમયે તમે પોતાની વાણીથી લોકોને પ્રભાવિત કરવા માટે સક્ષમ રહેશો. સાથે જ લાંબા સમયથી જે કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તે પુરુ થઇ શકે છે. જે લોકો માર્કેટિંગ, મીડિયા, ફિલ્મ લાઇન અને આધ્યાત્મથી જુડાયેલા છે. તમારો આ સમય શાનદાર સાબિત થઇ શકે છે.
મિથુન રાશિ
તમારા માટે સૂર્ય અને ગુરુની યુતિ લાભદાયક સિદ્ધ થઇ શકે છે. આ યુતિ તમારી રાશિના કર્મભાવ પર બની રહી છે. આ સમયે તમારે કામ અને વેપારમાં સારી સફળતા મળી શકે છે. સાથે જે લોકો બેરોજગાર છે તેમને નોકરીની ઓફર આવી શકે છે. નોકરિયાત લોકો માટે માર્ચની આસપાસ ઇન્સ્ક્રીમેન્ટ અને પ્રમોશન થઇ શકે છે. વેપારીઓ માટે આ સમય શુભ સાબિત થઇ શખે છે. આવકમાં વધારો થઇ શકે છે. આ સમયે પિતાની સાથે સંબંધોમાં મધુરાત જોવા મળી શકે છે.
વૃષભ રાશિ
સૂર્ય અને ગુરુની યુતિ વૃષભ રાશિના જાતકોને અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિમાં આવક અને લાભના સ્થાન પર બની રહી છે. એટલા માટે આ સમયે તમારી આવકમાં જોરદાર વૃદ્ધી થઇ શકે છે. આ સમયે તમે સેવિંગ કરવામાં સફળ રહેશો. સાથે જ આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. રોકાણ માટે સારો સમય છે. સાથે જ પહેલા કરેલા રોકાણથી પણ તમને લાભ મળશે. જે લોકો શિક્ષા માટે વિદેશ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમની પાસે સફળ થવાની તક છે.