દરેક ગ્રહ એક નિશ્ચિ સમય પર ગોચર કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. સાથે જ આ ગોચર કોઈ માટે સકારાત્મક રહે છે તો કોઈ માટે નકારાત્મક રહે છે. ગ્રહોના રાજા સૂર્ય દેવ 15 માર્ચે મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. મીન રાશિના સ્વામી ગુરુ બૃહસ્પતિ છે. જ્યોતિષ અનુસાર સૂર્ય દેવ અને ગુરુ ગ્રહમાં મિત્રતાનો ભાવ છે. એટલા માટે આ ગોચરનો શુભ પ્રભાવ 3 રાશિના જાતકો ઉપર જોવા મળશે. તો ચાલો જાણીએ કે રાશિઓ કઇ કઈ છે.
મીન રાશિ (Meen Zodiac)
મીન રાશિના જાતકોએ સૂર્ય દેવના ગોચરથી લાભપ્રદ સિદ્ધ થઇ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિના લગ્ન ભાવમાં ભ્રમણ કરશે.આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જોવા મળશે. સાથે જ પ્રેમ સંબંધ પણ મજબૂત રહેશે. પરિણીત લોકોના પાર્ટનરથી સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. જે અપરિણીત છે તેમના માટે સંબંધ માટે માંગુ આવી શકે છે. સાથે જ આ સમય વેપારીઓને સારું ધનલાભ થઈ શકે છે.
આ પણ વાંચોઃ- શનિ ગોચરઃ શનિદેવ કરશે રાહુના નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓની ચમકી શકે છે કિસ્મત, દરેક ક્ષેત્રમાં સફળતાના યોગ
બીજી બાજુ તમારું સ્વાસ્થ્ય જે થોડું નરમ હતું જેમાં સુધારો જોવા મળશે. સાથોસાથ ભાગીદારીના કામમાં પણ તમને સારી સફળતા મળી શકે છે. પરંતુ જાન્યુઆરીથી તમારી ઉપર શનિની સાડાસાતી શરૂ થઈ ગઈ છે. એટલા માટે તમારે પણ થોડું ધ્યાન રાખવું જોઈએ.
ધન રાશિ (Dhanu Zodiac)
સૂર્ય ભગવાનનો રાશિ પરિવર્તન ધન રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય ભગવાન તમારી રાશિથી ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જે ભૌતિક સુખ અને માતાનું સ્થાન માનવામાં આવે છે. એટલા માટે તમે આ સમયે તમામ સુખ-સુવિધાઓ મેળવી શકો છો.
આ પણ વાંચોઃ- ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ: આ સપ્તાહ તમામ રાશિના જાતકો માટે કેવું રહેશે? વાંચો ટેરો કાર્ડ રાશિ ભવિષ્ય
ઉપરાંત આ સમયે તમે વાહન અને મિલકત ખરીદવાનું મન બનાવી શકો છો. તે જ સમયે માતા સાથેના સંબંધોમાં મજબૂતી જોવા મળશે. ઉપરાંત જે લોકોનો વ્યવસાય રિયલ એસ્ટેટ, ખોરાક અને મિલકત સાથે સંબંધિત છે. આ સમય તેમના માટે સારો સાબિત થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ (Scorpio Zodiac)
સૂર્યદેવનું ગોચર તમારા માટે આર્થિક રીતે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય ભગવાન તમારી રાશિથી પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જે સંતાન, પ્રગતિ અને પ્રેમ-લગ્નનું સ્થાન ગણાય છે. તેથી આ સમયે તમને બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. એટલે કે બાળક પ્રગતિ કરી શકે છે. સાથે જ પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. આ સાથે તમને આ સમયે આકસ્મિક ધન પણ મળી શકે છે.