Surya Graha Rashi Parivartan : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજકુમાર દર મહિને રાશિ પરિવર્તન કરે છે. સૂર્યના આ રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહેવાય છે. આવી સ્થિતિમાં, તે જે રાશિમાં પ્રવેશ કરે છે તેનું નામ સંક્રાંતિ સાથે જોડાય છે. નોંધનિય છે કે, હાલ સૂર્ય ગ્રહ કર્ક રાશિમાં બિરાજમાન છે અને તે 17 ઓગસ્ટના રોજ પોતાની સ્વ રાશિ સિંહમાં પ્રવેશ કરશે. સૂર્ય એક વર્ષ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ ગોચરથી અમુક રાશિના જાતકોને ધન-સંપત્તિની પ્રાપ્તિ થવાની સાથે સાથે સમાજમાં માન-સમ્માનમાં વધારો થશે. સૂર્યના રાશિ પરિવર્તનથી કઇ-કઇ રાશિને ફાયદો થશે ચાલો જાણીયે
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહ 17 ઓગસ્ટ, 2023ના રોજ બપોરે 1 વાગે 23 મિનિટે સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
સૂર્ય ગ્રહના સિંહ રાશિમાં પ્રવેશથી આ રાશિઓને લાભ થશે ((Surya Rashi Parivartan 2023))
મિથુન રાશિ
આ રાશિમાં સૂર્ય ત્રીજા ભવમાં રહેશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે, નોકરીયાત લોકોના કામકાજની પ્રશંસા થશે તેમજ પ્રમોશન મળવાના ચાન્સ છે. લાંબા સમયથી અટકેલા કાર્યો ફરી શરૂ થઈ શકે છે. પરિવાર કે મિત્રો સાથે યાદગાર પ્રવાસ પર જઈ શકો છો.
કર્ક રાશિ
આ રાશિમાં સૂર્ય બીજા ભવમાં પ્રવેશ કરી રહ્યો છે. આ ભવને બચત, વાણી અને પરિવારનું સ્થાન માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને અચાનક ધન લાભ થઈ શકે છે. નોકરી કરતા લોકોના જીવનમાં ઘણી ખુશીઓ આવી શકે છે. પરિવારનો સારો સાથ મળશે અને તેમનો પૂરો સહયોગ આપશે. પરંતુ તમારી વાણી અને વર્તન પર થોડો નિયંત્રણ રાખો, કારણ કે તે તમારા સંબંધો બગાડવાનું કારણ બની શકે છે.
સિંહ રાશિ
સૂર્ય ગ્રહ સિંહ રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં સૂર્ય લગ્ન ભવમાં પ્રવેશ કરી રહ્યા છે. સૂર્ય ગ્રહ એ સિંહ રાશિનો સ્વામી છે. સૂર્ય સંક્રાતિથી સિંહ રાશિના જાતકોના આરોગ્યમાં સુધારો, ઉર્જા અને આત્મવિશ્વાસમાં વધારો થશે. તમે તમારા કામના બળે સફળતા મેળવી શકો છો. ઘણી નવી સોનેરી તકો પણ મળી શકે છે, જેને ઝડપી લેવાનો કરવો જ જોઇએ. સ્વાસ્થ્ય સારું રહેશે. તમે બીજાની મદદ કરીને દરેકનું દિલ જીતી શકો છો.
આ પણ વાંચો | સિંહ રાશિમાં શુક્ર વક્રી થઇને અસ્ત થશે, આ ચાર રાશિઓને સંભાળીને રહેવાની જરૂર, ધનહાનિનો યોગ
તુલા રાશિ
સૂર્ય તુલા રાશિના અગિયારમા ભવમાં પ્રવેશ કરશે. આ ભવ ઈચ્છા, ધનલાભ, પિતા અને પરિવારના અન્ય સભ્યો સાથે સંબંધિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સિંહ રાશિમાં સૂર્યનો પ્રવેશ આ રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. લાંબા સમયથી અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે. તમારી મહેનત ફળશે અને તમને નાણાકીય લાભની સાથે વ્યવસાયમાં અપાર સફળતા મળશે. પરિવાર અને બાળકો સાથે સારો સમય પસાર થશે.





