સૂર્ય અને બુધના સંયોગથી આ મહિને બનશે બુધાદિત્ય યોગ, આ 5 રાશિના લોકોના બગડી શકે છે કામ!

Grah Gochar November 2022 : ગ્રહોકોમાં ગોચર પરિક્રમા દરેક રાશિમાં કોઈને કોઈ પરિવર્તન લાવે છે. કોઈને ફાયદો થાય છે તો કોઈને માટે સમસ્યા સર્જાય છે. તો જોઈએ નવેમ્બર મહિનામાં સૂર્ય અને બુધ ગોચર કોના માટે નુકશાનકારક રહી શકે છે.

Written by Kiran Mehta
Updated : November 07, 2022 18:32 IST
સૂર્ય અને બુધના સંયોગથી આ મહિને બનશે બુધાદિત્ય યોગ, આ 5 રાશિના લોકોના બગડી શકે છે કામ!
સૂર્ય અને બુધ ગોચરની અસર

ગ્રહ ગોચર નવેમ્બર 2022 : ગ્રહોના ગોચરને કારણે આ મહિને અનેક શુભ સંયોગો અને યોગો બની રહ્યા છે. જેના કારણે ઘણી રાશિના લોકો માટે સમય સારો છે, તો ઘણી રાશિના લોકો માટે તે પ્રતિકૂળ સમય હોઈ શકે છે. બુધ અને સૂર્ય દેવ એક જ રાશિમાં ગોચર કરશે. જે તમામ 12 રાશિના લોકો પર અસર કરશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 13 નવેમ્બરે બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને સૂર્ય ભગવાન 16 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. એક જ રાશિમાં બે ગ્રહોના મિલનને કારણે બુધાદિત્ય યોગ રચાય છે. આ કારણે ઘણી રાશિના લોકોને ધન વગેરેનું નુકસાન થઈ શકે છે. આવો જાણીએ કઇ રાશિના લોકોએ આ સમય દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે.

મેષ

આ રાશિના જાતકોને બુધ રાશિ પરિવર્તનને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘણી ઘટનાઓ બની શકે છે અને માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન, વ્યક્તિએ કોઈપણ વાદવિવાદમાં પડવાનું ટાળવું જોઈએ. બીજી તરફ સૂર્યદેવનું સંક્રમણ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે.

વૃષભ

આ રાશિના લોકો માટે થોડું નુકસાન થઈ શકે છે. સંબંધોમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે. આ સમય દરમિયાન, જાતકોએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આ રાશિના લોકો માટે સૂર્ય ચોથા ઘરનો સ્વામી છે અને બુધ બીજા અને પાંચમા ઘરનો સ્વામી છે.

મિથુન

મિથુન રાશિના લોકો માટે એક જ રાશિમાં આ બે ગ્રહોનું ગોચર પ્રતિકૂળ સમય લાવી શકે છે. જાતકોને પારિવારિક સમસ્યાઓ પણ થઈ શકે છે. તમે કોઈ વિવાદમાં પણ ફસાઈ શકો છો.

કર્ક

ગોચરના સમયે આ રાશિના લોકોની કુંડળીમાં બુધ પાંચમા ભાવમાં રહેશે. તો, ગોચર સમયે સૂર્ય ભગવાન પણ પાંચમા ભાવમાં રહેશે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. આવી સ્થિતિમાં, આવા સમયે સમજી વિચારીને જ બોલવું.

આ પણ વાંચોઆ 4 રાશિના લોકો માટે વાદળી પોખરાજ પહેરવું ખૂબ જ શુભ, ક્યારે અને કેવી રીતે પહેરવું?

કન્યા

આ રાશિના લોકો માટે બુધ પ્રથમ લગ્ન ભાવના સ્વામી છે. બીજી તરફ, સૂર્ય ભગવાન 12મા ઘરના સ્વામી છે. આ જાતકોને ભાઈ-બહેનો સાથે વિવાદ થઈ શકે છે. તમે પ્રવાસ પર પણ જઈ શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ