Surya Grahan 2023 rashifal : વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ એપ્રિલ મહિનામાં થવા જઈ રહ્યું છે. સૂર્ય ગ્રહણ અમાસના દિવસે અને ચંદ્ર ગ્રહણ પૂનમના દિવસે થાય છે. પંચાગ અનુસાર વર્ષનું પહેલા સૂર્ય ગ્રહણ વૈશાખ પૂર્ણિમાના દિવસે એટલે કે 20 એપ્રિલે થશે. સૂર્ય ગ્રહણ 20 એપ્રિલ સવારે 7.4 મિનિટથી પ્રારંભ થશે અને બપોર 12.29 મિનિટ સુધી રહેશે. 20 એપ્રિલ થનારા સૂર્ય ગ્રહણનું પ્રભાવ બધી 12 રાશિઓ પર થનારું છે.
કેટલીક રાશિઓના જીવનમાં જીવન પર સકારાત્મક કુછ રાશિઓના જીવન પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. પ્રસિદ્ધ જ્યોતિષી પંડિત જગન્નાથ ગુરુજીથી જાણો વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ કઇ રાશિઓ માટે સારું થશે અને કઇ રાશિઓ સતર્ક રહેવાની જરૂરત છે.
સૂર્ય ગ્રહણનું રાશિયો પર પ્રભાવ
મેષ રાશિ (21 માર્ચ – 19 એપ્રિલ)
આ રાશિ પોતાની ગતિશીલ અને મુખર પ્રકૃતિ માટે જાણિતી છે. સૂર્ય ગ્રહણની અસર સંબંધો પર પડી શકે છે. એપ્રિલમાં સૂર્ય ગ્રહની આત્મનિરીક્ષણ અને આત્મ પ્રતિબિંબની આવશ્યક્તા ને ટ્રીગર કરી શકે છે. મેષ રાશિના જાતકોને પોતાના સંબંધોની સાથે પોતાના વ્યક્તિગત લક્ષ્યોને સંરેખિત કરવાનો આગ્રહ કરી શકે છે.
વૃષભ રાશિ (20 એપ્રિલ – 20 મે)
સૂર્ય ગ્રહણ આ રાશિના જાતકોની આર્થિક અને સંપત્તિના ક્ષેત્રમાં વધારે પ્રભાવ પાડી શકે છે. એપ્રિલમાં થનારા સૂર્ય ગ્રહણ પણ નાણાકિય વૃદ્ધિના અવસર લાવી શકે છે. પરંતુ વૃષભ રાશિના જાતકોને સતર્ક રહેવા અને રોકાણ ખર્ચ અંગે સમજી વિચારીને નિર્ણય લેવાની જરૂરિયાત છે.
મિથુન રાશિ (21 મે – 20 જૂન)
મિથુન પોતાની ચંચળતા અને અનુકૂળતા માટે જાણિતી છે. આ રાશિ વાયુ, સંચાર અને આત્મા અભિવ્યક્તિના ક્ષેત્રમાં આ ગ્રહણના પ્રભાવને મહેસૂસ કરી શકે છે. એપ્રિલમાં થનારા સૂર્ય ગ્રહણ પણ મિથુન રાશિવાળાથી ખુદને પ્રામાણિક અને ઇમાનદારીથી વ્યક્ત કરવા અને વિચારવા અને સંવાદ કરવાની નવી રીતો માટે ખુલ્લા રહેવાનો આગ્રહ કરી શકે છે.
કર્ક રાશિ (21 જૂન-22 જુલાઈ)
એક જળ ચિહ્ન હોવાના નાતે જો ભાવનાઓ અને ઘરથી ઉંડાણ સુધી જોડાયેલા છે. આ રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહણ પારિવારિક અને ઘરેલુ મામલાઓમાં પ્રભાવ નાંખી શકે છે. એપ્રિલમાં લાગનારા સૂર્ય ગ્રહણ પણ કર્ક રાશિના જાતકોને પોતાની ભાવનાત્મક જરૂરતોનું મૂલ્યાંકન કરવું અને પરિવારના સભ્યો સાથે પોતાના સંબંધોમાં જરૂરી સમાયોજન કરવા માટે પ્રેરિત કરી શકે છે.
સિંહ રાશિ (23 જુલાઇ-22 ઓગસ્ટ)
પોતાની નિર્ભીક્તા અને રચનાત્મકતા માટે જાણિતી અગ્નિ રાશિ સિંહના જાતકોને આત્મ-અભિવ્યક્તિ અને રચનાત્મક્તાના ક્ષેત્રમાં સૂર્ય ગ્રહણ વધારે પ્રભાવ નાંખી શકે છે. એપ્રિલમાં થનારું સૂર્ય ગ્રહણ પણ સિંહ રાશિના લોકોને જોખમ ઉઠાવવા અને પોતાના જનૂનને આત્મવિશ્વાસની સાથે વધારવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. પરંતુ તેમને વધારે આવેગી અથવા વધારે નાટકીય નહીં થવા પ્રત્યે સાવધાન રહેવાની જરૂરત છે.
કન્યા રાશિ (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)
વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ કન્યા રાશિના વ્યક્તિગત વિકાસ અને આત્મ-દેખભાળના ક્ષેત્રમાં વધારે પ્રભાવ પાડે છે. એપ્રિલમાં થનારા સૂર્ય ગ્રહણ આત્મ-સુધાર અને વ્યક્તિગત વિકાસના અવસરો લાવી શકે છે. કન્યાના યથાર્થવાદી લક્ષ્ય નિર્ધારિત કરવા અને આત્મ દેખભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આગ્રહ કરે છે.
તુલા રાશિ (23 સપ્ટેમ્બર – 22 ઓક્ટોબર)
તુલા રાશિ પોતાના સંતુલન અને સામંજસ્ય માટે જાણિતી છે. એટલા માટે વર્ષના પહેલા સૂર્ય ગ્રહણથી આ રાશિના જાતકોના સંબંધો અને ભાગીદારીના ક્ષેત્ર વધારે પ્રભાવ નાંખી શકે છે. એપ્રિલમાં થનારા સૂર્ય ગ્રહણ નવી ભાગીદારી અથવા સહયોગના અવસરો પણ લાવી શકે છે. પરંતુ તુલા રાશિના જાતકોએ કોઇપણ નિર્ણય લેતા પહેલા પોતાના વિકલ્પોનું સાવધાની પૂર્વક મૂલ્યાંકન કરવા અને લાંબાગાળાના પ્રભાવો પર વિચાર કરવાની જરૂરત છે.
વૃશ્ચિક રાશિ (23 ઓક્ટોબર – 21 નવેમ્બર)
વૃશ્ચિક રાશિ પોતાની તીવ્રતા અને ઉંડાઇ માટે જાણિતી છે. આ રાશિના જાતકો માટે ગ્રહણ પરિવર્તન અને આત્મશોધના ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ જોઈ શકે છે. એપ્રિલમાં સૂર્ય ગ્રહણ પણ પરિવર્તન અને વિકાસના અવસર લાવી શકે છે. પરંતુ વૃશ્ચિકને આગળ વધવા માટે પરિવર્તનને ગળે લગાવવા અને ભાવનાત્મક સામાન રજૂ કરવા માટે તૈયાર રહેવાની જરૂરત છે.
ધન રાશિ (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)
પોતાની સાહસિક ભાવના અને સ્વતંત્રતા અને પ્રેમ માટે જાણિતા અગ્નિ ચિહ્ન એટલે કે ધન રાશિના જાતકો માટે આ ગ્રહણ યાત્રા, શિક્ષા અને વિશ્વાસના ક્ષેત્રમાં પ્રભાવ નાંખી શકે છે. વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ આધ્યાત્મિક અથવા દાર્શનિક વિકાસના અવસર પણ લાવી શકે છે. જે ધન રાશિના જાતકો માટે વિવિધ વિશ્વાસ પ્રણાલિઓની શોધવા અને તેના દ્રષ્ટીકોણનો વિસ્તાર કરવા આગ્રહ કરે છે.
મકર રાશિ (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)
પોતાની મહત્વકાંક્ષા અને દ્રઢ સંકલ્પ માટે જાણિતી પૃથ્વી રાશિ મકર રાશિના જાતકો માટે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ મીશ્ર રહેનારું છે. આ રાશિના જાતકોને કરિયર અને સાર્વજનિક છબીના ક્ષેત્રમાં પ્રભાવ પાડી શકે છે. સૂર્ય ગ્રહણ ઉન્નતિ અથવા માન્યતાના અવસર લાવી શકે છે. મકર રાશિના જાતકો માટે પોતાની પ્રોફેશનલ મહત્વાકાંક્ષાઓને પુરી કરવા માટે પોતાની વ્યક્તિગત ભલાઈની ઉપેક્ષા કરવા પ્રત્યે સચેત રહેવાની જરૂરત છે.
કુંભ રાશિઃ (20 જાન્યુઆરી- 18 ફેબ્રુઆરી)
વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ સંબંધો અને સામુદાયિક ભાગીદારી ક્ષેત્રમાં પ્રભાવને મહેસૂસ કરી શખે છે. એપ્રિલમાં થનારું સૂર્ય ગ્રહણ સમુદાયની ભાગીદારી અથવા સામાજિક સક્રિયતાના અવસર પણ લાવી શકે છે. કુંભને દુનિયામાં સકારાત્મક બદલાવ લાવવા માટે પોતાના અદ્વિતીય દ્રષ્ટીકોણ અને વિચારોનો ઉપયોગ કરવાનો આગ્રહ કરે છે.
મીન રાશિ (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)
મીન રાશિ પોતાની સંવેદનશીલતા અને અંર્જ્ઞાન માટે જાણિતી જળરાશિ છે. વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ આધ્યાત્મિક અને આત્મ દેખભાળના ક્ષેત્રમાં પ્રભાવ પાડી શકે છે. એપ્રિલમાં થનારા સૂર્ય ગ્રહણ પણ આધ્યાત્મિક વિકાસ અથવા આત્મ પ્રતિબિંબના અવસર લાવી શકે છે. જેનાથી મીન રાશિના લોકોને પોતાની અંદરથી જોડાવવા અને આત્મ દેકભાળ પ્રથાઓને પ્રાથમિકતા આપવા માટે પ્રેરિત કરી શકાય છે.