આ દેશોમાં જોવા મળશે વર્ષનું પહેલું અને સૌથી લાંબુ પૂર્ણ સૂર્યગ્રહણ? જાણો ક્યારે અને કેવી રીતે જોઈ શકશો લાઈવ

Surya Grahan 2024 : આવતા અઠવાડિયે (8 એપ્રિલ 2024) સંપૂર્ણ સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ છેલ્લા 54 વર્ષનું અત્યાર સુધીનું સૌથી લાંબુ ગ્રહણ હશે

Written by Ashish Goyal
April 02, 2024 23:10 IST
આ દેશોમાં જોવા મળશે વર્ષનું પહેલું અને સૌથી લાંબુ પૂર્ણ સૂર્યગ્રહણ? જાણો ક્યારે અને કેવી રીતે જોઈ શકશો લાઈવ
આવતા અઠવાડિયે (8 એપ્રિલ 2024) સંપૂર્ણ સૂર્યગ્રહણ થઈ રહ્યું છે (તસવીર - સોશિયલ મીડિયા)

Surya Grahan or Solar Eclipse April 2024 Date, Time in India : વિશ્વભરમાં વર્ષના પ્રથમ સૂર્યગ્રહણને લઇને દરેક જગ્યાએ ચર્ચા થાય છે. આવતા અઠવાડિયે (8 એપ્રિલ 2024) સંપૂર્ણ સૂર્યગ્રહણ થઈ રહ્યું છે, એટલે કે આ દિવસે ચંદ્ર થોડા કલાકો માટે સૂર્યની સામે આવી જશે અને સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચશે નહીં. જાણકારી અનુસાર વર્ષનું આ પહેલું પૂર્ણ સૂર્યગ્રહણ દુનિયાના કેટલાક દેશો જેવા કે અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં જ જોવા મળી શકે છે.

પૂર્ણ સૂર્યગ્રહણ 2024 તારીખ, સમય

પૂર્ણ સૂર્યગ્રહણના સમયની વાત કરીએ તો 8 એપ્રિલના રોજ ભારતીય સમયાનુસાર રાત્રે 9:13 વાગ્યે શરૂ થશે અને 9 એપ્રિલે સવારે 2.22 વાગ્યા સુધી થશે ગ્રહણ રહેશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ છેલ્લા 54 વર્ષનું અત્યાર સુધીનું સૌથી લાંબુ ગ્રહણ હશે.

ક્યાં દેખાશે પૂર્ણ સૂર્યગ્રહણ?

In the Sky અનુસાર કેનેડા અને અમેરિકા સિવાય અન્ય ઘણા દેશોમાં પણ આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. જેમાં કોલંબિયા, વેનેઝુએલા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ, આયર્લેન્ડ, પોર્ટુગલ અને આઇસલેન્ડ જેવા કેટલાક કેરેબિયન દેશોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ભારત સહિત સમગ્ર એશિયામાં કોઈ સૂર્યગ્રહણ દેખાશે નહીં.

આ પણ વાંચો – અંકશાસ્ત્ર : આ બર્થડેટ વાળી યુવતીઓ પતિ અને સાસરિયા માટે હોય છે લકી, કરિયરમાં પણ મળે છે સારું સ્થાન

સંપૂર્ણ સૂર્યગ્રહણનું લાઇવ સ્ટ્રીમ કેવી રીતે જોવું?

જો તમે એવા દેશોમાં નથી રહેતા જ્યાં સૂર્યગ્રહણ દેખાશે, પરંતુ તેમ છતાં ગ્રહણનો આ અદભૂત નજારો જોવા માંગો છો તો ચિંતા કરવાની કોઈ વાત નથી. પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવતા ચંદ્રનું આ દૃશ્ય તમે ગમે ત્યાં રહો તે જોઈ શકો છો. આ ગ્રહણને અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાની વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.

નાસાની યુટ્યુબ ચેનલ પર 8 એપ્રિલથી રાત્રે 10.30 વાગ્યે લાઇવ સ્ટ્રીમિંગ શરૂ થશે. આ લાઈવ સ્ટ્રીમિંગ 9 એપ્રિલ સુધી સવારે 1.30 વાગ્યા સુધી ચાલશે. લાઇવસ્ટ્રીમમાં ગ્રહણને વિવિધ સ્થળોએથી ઘણા જુદા જુદા ટેલિસ્કોપ દ્વારા બતાવવામાં આવશે. આ સાથે નાસાના નિષ્ણાંતોની વાતચીત પણ જોઇ અને સાંભળી શકાય છે.

ટેક્સાસમાં McDonald Observatory દ્વારા લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. આ લાઇવ સ્ટ્રીમમાં અમેરિકાના Lake Buchanan અને Irving થી વ્યૂ દર્શાવવામાં આવશે. આ ઉપરાંત લાઈવ સ્ટ્રીમમાં અન્ય સ્થળો પરથી પણ ટેલિસ્કોપ વ્યૂઝ મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ