Surya Grahan (Solar Eclipse) 2024 Date And Time In India : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય અને ચંદ્રગ્રહણ સમયાંતરે પડે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે બીજું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરના રોજ પિતૃપક્ષ અમાસના દિવસે થવા જઈ રહ્યું છે. તેના બીજા દિવસે નવરાત્રી છે. તમને જણાવી દઈએ કે સૂર્ય ગ્રહણ ગ્રહણના મોક્ષ કાળ બાદ જ શ્રાદ્ધ, તપર્ણ કે પિંડ દાન કરવુ જોઈએ. આવો જાણીએ ગ્રહણ કાળનો સમય અને રાશિઓ પર શું પ્રભાવ પડશે.
સૂર્ય ગ્રહણ 2024 તારીખ
જ્યોતિષ પંચાગ અનુસાર વર્ષનું બીજું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબર 2024ના રોજ થશે. આ દિવસે સૂર્યગ્રહણ રાત્રે 9:14 વાગ્યે શરૂ થશે, જે સવારે 3:17 વાગ્યે સમાપ્ત થશે. તેનો કુલ સમયગાળો આશરે 6 કલાક અને 3 મિનિટનો રહેશે. આ સૂર્યગ્રહણ આસો મહિનાના અમાસના દિવસે લાગશે. આ દિવસ પિતૃપક્ષની અમાસ તિથિ હશે.
આ દેશોમાં દેખાશે સૂર્ય ગ્રહણ
વર્ષનું બીજું સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. તેથી સુતક કાળ પણ માન્ય રહેશે નહીં. આ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકાના ઉત્તરીય ભાગો સિવાય, આર્કટિક, આર્જેન્ટિના, બ્રાઝિલ, પેરુ, ફિજી, ચિલી, પેરુ, હોનોલુલુ, બ્યુનો આયર્સ, એન્ટાર્કટિકા, દક્ષિણ અમેરિકા અને પેસિફિક મહાસાગરના કેટલાક વિસ્તારોમાંથી દેખાશે.
આ પણ વાંચો – દિવાળીનો તહેવાર ક્યારે છે મનાવવામાં આવશે, જાણો તારીખ, શુભ મુહૂર્ત
સૂર્યગ્રહણની 12 રાશિઓ પર અસર
વૈદિક જ્યોતિષ મુજબ વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે સૂર્ય ગ્રહણ શુભ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમે કામમાં પ્રગતિ મેળવી શકો છો. તેમજ નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે. ઉપરાંત પરિવારના સભ્યો તરફથી તમને કોઈ સારા સમાચાર મળશે. તમે ઘણા સમય પહેલા ધંધામાં કરેલા રોકાણનો લાભ તમને અચાનક મળી શકે છે.
સાથે જ તમને જણાવી દઈએ કે સૂર્ય ગ્રહણ મેષ, તુલા અને મકર રાશિના જાતકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન આ લોકો કોઈ વાતને લઈને તણાવમાં આવી શકે છે. તેમજ ધન હાનિ પણ થઇ શકે છે. સાથે જ કોઈ વાતને લઈને માનસિક અશાંતિ પણ થઈ શકે છે. આ ઉપરાંત તમારે આ સમયે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ. કારણ કે અકસ્માત થવાની શક્યતાઓ છે.