Surya Grahan 2024 : વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ શરૂ, ઘરે બેઠા આવી રીતે જુઓ લાઇવ

Surya Grahan 2024 : સૂર્ય ગ્રહણની ઘટના ત્યારે બને છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે અને સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચતો નથી. સામાન્ય રીતે આ અવકાશી ઘટના હિન્દુ કેલેન્ડર અનુસાર અમાસના દિવસે બને છે, જ્યારે સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે

Written by Ashish Goyal
Updated : October 02, 2024 22:57 IST
Surya Grahan 2024 : વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ શરૂ, ઘરે બેઠા આવી રીતે જુઓ લાઇવ
Surya Grahan 2024 : આજે 2 ઓક્ટોબરના રોજ વલયાકાર સૂર્ય ગ્રહણ જોવા મળશે

Surya Grahan 2024 , સૂર્યગ્રહણ 2024 : બુધવારે 2 ઓક્ટોબરના રોજ વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ શરુ થઇ ગયું છે. આ વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ છે. આ પહેલા 8 એપ્રિલ 2024ના રોજ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ જોવા મળ્યું હતું. સૂર્ય ગ્રહણની ઘટના ત્યારે બને છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે અને સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચતો નથી. સામાન્ય રીતે આ અવકાશી ઘટના હિન્દુ કેલેન્ડર અનુસાર અમાસના દિવસે બને છે, જ્યારે સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે. સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રે 9:13 વાગ્યે શરૂ થયું છે. આ ગ્રહણ રાત્રે 3:17 વાગ્યા સુધી ચાલશે.

શું ભારતમાં સૂર્યગ્રહણ જોવા મળશે?

સૂર્યગ્રહણ જ્યારે થશે ત્યારે ભારતમાં રાત હશે. આ સૂર્ય ગ્રહણ રાત્રે 9:13 વાગ્યે શરૂ થશે. ભારતમાં રાત હોવાના કારણે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકાના ઉત્તરીય ભાગો ઉપરાંત આર્કટિક, આર્જેન્ટિના, બ્રાઝિલ, પેરુ, ફિજી, ચિલી, પેરુ, પેરુ, હોનોલુલુ, બ્યૂનો આયર્સ, એન્ટાર્કટિકા અને દક્ષિણ અમેરિકા અને પ્રશાંત મહાસાગરના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યું છે.

આ પણ વાંચો – ઓક્ટોબરમાં બની રહ્યા છે 4 રાજયોગ, આ રાશિઓના શરુ થશે સારા દિવસો, કરિયર અને વેપારમાં પ્રગતિના યોગ

સૂર્ય ગ્રહણ 2024 સુતક કાળ

તમને જણાવી દઇયે કે, સૂર્યગ્રહણ શરૂ થવાના લગભગ 12 કલાક પહેલાં સુતક કાળ શરૂ થાય છે. સુતક કાળ દરમિયાન કોઈપણ પ્રકારના શુભ અને સારા કાર્ય કરવા વર્જિત હોય છે. પરંતુ આ વખતે સૂર્યગ્રહણ રાત્રે થઈ રહ્યું છે, જે ભારતમાં દેખાશે નહીં. તેથી, સુતક કાળ માન્ય રહેશે નહીં.

ભારતમાં સૂર્યગ્રહણને લાઇવ કેવી રીતે જોવું

જણાવી દઈએ કે સૂર્યગ્રહણનું લાઈવ સ્ટ્રીમિંગ ઘણી સાયન્સ ચેનલો પર કરવામાં આવશે. નાસાની વેબસાઇટ, વેધશાળાઓ અને એસ્ટ્રોનોમિકલ ઓર્ગેનાઇઝેશનની ચેનલો પર સૂર્યગ્રહણ લાઇવ જોઇ શકાય છે. આ સૂર્યગ્રહણ Timeanddate.com યૂટ્યૂબ ચેનલ ઉપર પણ ઓનલાઈન લાઈવ જોઈ શકાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ