Solar Eclipse 2024 Dos and Don’ts : ચૈત્ર નવરાત્રીના એક દિવસ પહેલા એટલે કે 8 એપ્રિલએ આજે ચૈત્ર અમાસના દિવસે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ છે. આ વર્ષનું પહેલું અને સૌથી લાબું પૂર્ણ સૂર્ય ગ્રહણ છે. આ એક ખગોળીય ઘટના છે. આ દરમિયાન ચંદ્ર, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે. જેનાથી સૂર્યની કિરણો ધરતી સુધી પડતી નથી. વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળવાનું નથી. એવામાં સૂતક કાળ હશે નહિ.
ભારતીય સમયાનુસાર, વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 8 એપ્રિલએ રાત્રે 9 વાગીને 12 મિનિટે શરૂ થઇ જશે. જે રાત્રે લગભગ 2 વાગીને 22 મિનિટએ પૂરું થઇ જશે. સૂર્ય ગ્રહણનો સમય ચંદ્ર કન્યા રાશિમાં થશે. આ દરમિયાન તેની સાથે કેતુ ગ્રહ પણ હશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય ગ્રહણની અસર 12 રાશિઓના જીવનમાં કોઈના કોઈ રીતે અવસ્ય પડે છે. સૂર્ય ગ્રહણ દરમિયાન કેટલાક કામ કરવાની મનાઈ હોય છે, તો કેટલાક કામ એવા છે જે તમે કરી શકો છો. અહીં જાણો, સૂર્ય ગ્રહણના સમય ક્યા કામો કરવા જોઈએ અને ક્યા કામ ન કરવા જોઈએ,
આ પણ વાંચો: Surya Grahan 2024 : આજે જોવા મળશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, 5 કલાક 25 મિનિટ ચાલશે ગ્રહણ
સૂર્ય ગ્રહણ વખતે આ કામ ન કરો
- સૂર્ય ગ્રહણના સમયે કોઈ પણ વ્યક્તિની નિંદા અને ગુસ્સો કરવાથી બચવું જોઈએ.
- સૂર્ય ગ્રહણના સમયે સૂર્યને ન જોવો જોઈએ, કારણ કે તેનો અશુભ પ્રભાવ તમારા જીવન પર પડી શકે છે.
- ગર્ભવતી મહિલાઓએ સંતાનનું ધ્યાન રાખવું જોઈએ, એવામાં ગ્રહણના સમયે બહાર નીકળવું જોઈએ નહિ.
- ગ્રહણના સમયે કોઈ પણ પ્રકારનું ભોજન કરવાથી બચવું જોઈએ, કારણ કે આ સમયે નેગેટિવ એનર્જી વાતાવરણમાં વધુ હોય છે.
- સૂર્ય ગ્રહણના સમયે નવા કામ કે માંગલિક કામની શરૂઆત ન કરવી જોઈએ.
- ગર્ભવતી મહિલાઓએ સોય, ચાકુ અને કાતરનો ઉપયોગ ન કરવો જોઈએ.
સૂર્ય ગ્રહણ વખતે આ કામ કરો
- સૂર્ય ગ્રહણ વખતે બનાવેલ રસોઈ, દૂધ,દહીં વગેરેમાં તુલસીના પાન નાખવા જોઈએ, એવું કરવાથી ગ્રહણની નકારાત્મક પડતો નથી.
- ગ્રહણના સમયે ઘરના મંદિરને ઢાંકીને રાખવું જોઈએ.
- સૂર્ય ગ્રહણના સૂતક કાળ અને સૂર્ય ગ્રહણ દરમિયાન જપ-ધ્યાન કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. તેથી ભગવાન શિવ જી, ભગવાન સૂર્ય દેવ કે તમારા કોઈ પણ ભગવાનનું ધ્યાન કરવું જરૂરી છે.
- ગ્રહણ સમયે સૂર્ય દેવનો વિશેષ મંત્ર ‘ૐ’ આદિત્યાય વિદમહે દિવાકરાય દીમાંહી તંત્રો, સૂર્ય પ્રચોદયાત’, નો જાપ કરાય છે.
- ગ્રહણ સમયે દાનનો સંકલ્પ માટે અને ગ્રહણ સમાપ્ત થતાંજ સ્નાન કરીને દાન કરવું. એવું કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
- સૂર્ય ગ્રહણ સમાપ્ત પછી સ્નાન કરવું અને ઘરમાં ગંગાજળ છાટવું, જેથી ગ્રહમાં ઘરમાંથી નકારાત્મક ઊર્જા સમાપ્ત થઇ જાય છે.