Surya Grahan 2024 Time : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય અને ચંદ્રગ્રહણ સમયાંતરે પડે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર પડે છે. તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આજે 8 એપ્રિલ 2024, સોમવારના રોજ થશે. આ ગ્રહણ અમાસની તિથિએ રાત્રે 9:12 વાગ્યે શરૂ થશે અને 1:25 વાગ્યા સુધી રહેશે. તમને જણાવી દઈએ કે 08 એપ્રિલનું આ સૂર્યગ્રહણ 54 વર્ષ બાદ સૌથી લાંબુ સૂર્યગ્રહણ હશે. આ ગ્રહણ લગભગ 5 કલાક અને 25 મિનિટ સુધી રહેશે.
Solar Eclipse 2024 path : 5 કલાક 25 મિનિટ ચાલશે ગ્રહણ
આ ગ્રહણ અમાવસ્યા તિથિના રોજ રાત્રે 9:12થી શરૂ થશે અને બપોરે 1:25 સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે 08 એપ્રિલે થનારું આ સૂર્યગ્રહણ 50 વર્ષ પછીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ હશે. આ ગ્રહણ લગભગ 5 કલાક અને 25 મિનિટ સુધી ચાલશે. પરંતુ આ ગ્રહણ ભારતમાં માન્ય રહેશે નહીં. આ ગ્રહણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, ઉત્તર ધ્રુવ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, દક્ષિણ પશ્ચિમ યુરોપ, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ વગેરે સ્થળોએ દેખાશે.
Solar Eclipse 2024 in Gujarati : શું ભારતમાં સુતક કાળ લાગશે?
સામાન્ય રીતે સુતક કાળના નિયમો સૂર્યગ્રહણના 12 કલાક પહેલા લાગુ કરવામાં આવે છે. સુતક કાળ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો પર પ્રતિબંધ રહે છે. આમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની પૂજા કે સ્પર્શ કરવાની મનાઈ છે. ભાજન કરવાનું અથવા રાંધવાનું પણ ટાળવું જોઈએ. જોકે 8 એપ્રિલનું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી અહીં સુતક કાળના નિયમો પણ માન્ય રહેશે નહીં. તમે તમારા દૈનિક કાર્યો કોઈપણ ખચકાટ વિના કરી શકશો. પૂજા પર કોઈ પ્રતિબંધ નથી.
આ પણ વાંચો – આ દેશોમાં જોવા મળશે વર્ષનું પહેલું અને સૌથી લાંબુ પૂર્ણ સૂર્યગ્રહણ?
ક્યાં દેખાશે પૂર્ણ સૂર્યગ્રહણ?
In the Sky અનુસાર કેનેડા અને અમેરિકા સિવાય અન્ય ઘણા દેશોમાં પણ આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. જેમાં કોલંબિયા, વેનેઝુએલા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ, આયર્લેન્ડ, પોર્ટુગલ અને આઇસલેન્ડ જેવા કેટલાક કેરેબિયન દેશોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ભારત સહિત સમગ્ર એશિયામાં કોઈ સૂર્યગ્રહણ દેખાશે નહીં.
સંપૂર્ણ સૂર્યગ્રહણનું લાઇવ સ્ટ્રીમ કેવી રીતે જોવું?
જો તમે એવા દેશોમાં નથી રહેતા જ્યાં સૂર્યગ્રહણ દેખાશે, પરંતુ તેમ છતાં ગ્રહણનો આ અદભૂત નજારો જોવા માંગો છો તો ચિંતા કરવાની કોઈ વાત નથી. પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવતા ચંદ્રનું આ દૃશ્ય તમે ગમે ત્યાં રહો તે જોઈ શકો છો. આ ગ્રહણને અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાની વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.
નાસાની યુટ્યુબ ચેનલ પર 8 એપ્રિલથી રાત્રે 10.30 વાગ્યે લાઇવ સ્ટ્રીમિંગ શરૂ થશે. આ લાઈવ સ્ટ્રીમિંગ 9 એપ્રિલ સુધી સવારે 1.30 વાગ્યા સુધી ચાલશે. લાઇવસ્ટ્રીમમાં ગ્રહણને વિવિધ સ્થળોએથી ઘણા જુદા જુદા ટેલિસ્કોપ દ્વારા બતાવવામાં આવશે. આ સાથે નાસાના નિષ્ણાંતોની વાતચીત પણ જોઇ અને સાંભળી શકાય છે.
ટેક્સાસમાં McDonald Observatory દ્વારા લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. આ લાઇવ સ્ટ્રીમમાં અમેરિકાના Lake Buchanan અને Irving થી વ્યૂ દર્શાવવામાં આવશે. આ ઉપરાંત લાઈવ સ્ટ્રીમમાં અન્ય સ્થળો પરથી પણ ટેલિસ્કોપ વ્યૂઝ મળશે.
54 વર્ષ બાદ આવો સંયોગ બનશે
સૂર્યગ્રહણના દિવસે ગ્રહોનો રાજા સૂર્ય મીન રાશિમાં, બુદ્ધિ અને વેપાર આપનાર બુધ, માયાવી ગ્રહ રાહુ અને ધન આપનાર શુક્ર મીન રાશિમાં સ્થિત થશે. જેના કારણે મીન રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનશે. તે જ સમયે તે સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે. આ પ્રકારનો સંયોગ 54 વર્ષ પછી બની રહ્યો છે. અગાઉ આવો સંયોગ 1970માં બન્યો હતો. સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય અને રાહુ બંને રેવતી નક્ષત્રમાં હાજર રહેશે.