Surya Grahan 2025 Date : આ દિવસે જોવા મળશે વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ, શું ભારતમાં દેખાશે, જાણો

Surya Grahan (Solar Eclipse) 2025 Date : સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે અને દુનિયાભરના ખગોળશાસ્ત્રીઓ તેની રાહ જોઈ રહ્યા છે. જાણો 2025નું બીજુ અને અંતિમ સૂર્યગ્રહણ ક્યારે જોવા મળશે

Written by Ashish Goyal
Updated : June 26, 2025 22:24 IST
Surya Grahan 2025 Date : આ દિવસે જોવા મળશે વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ, શું ભારતમાં દેખાશે, જાણો
Surya Grahan 2025 : સૂર્યગ્રહણ એક અનોખી ખગોળીય ઘટના છે (ફાઇલ ફોટો)

Surya Grahan (Solar Eclipse) 2025 Date and Time in India : વર્ષ 2025નું અંતિમ સૂર્ય ગ્રહણ ક્યારે છે? શું ભારતમાં જોવા મળશે આકાશમાં જોવા મળતો નજારો? જો તમારા મનમાં પણ વર્ષના બીજા અને અંતિમ સૂર્યગ્રહણ પહેલા આવા જ સવાલો હોય તો આજે અમે તમને સૂર્ય ગ્રહણ 2025 વિશે બધી જ વાતો જણાવી રહ્યા છીએ. વર્ષ 2025નું બીજું સૂર્યગ્રહણ સપ્ટેમ્બર મહિનામાં થવા જઈ રહ્યું છે. સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે અને દુનિયાભરના ખગોળશાસ્ત્રીઓ તેની રાહ જોઈ રહ્યા છે. જાણો સૂર્યગ્રહણ જોતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ?

સૂર્ય ગ્રહણ 2025 તારીખ અને સમય

વર્ષ 2025નું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બર જોવા મળશે. રાત્રે 11 વાગ્યાથી સૂર્યગ્રહણ શરૂ થશે. આ ગ્રહણ 22 સપ્ટેમ્બરે સવારે 3:24 વાગ્યા સુધી રહેશે. એટલે કે સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક 24 મિનિટનો રહેશે. તમને જણાવી દઈએ કે આ આંશિક સૂર્ય ગ્રહણ હશે.

ક્યાં-ક્યાં દેખાશે સૂર્યગ્રહણ?

વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ યુરોપ, એશિયા, આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક અને આર્કટિક મહાસાગરના ભાગોમાં દેખાશે.

શું ભારતમાં દેખાશે સૂર્ય ગ્રહણ 2025?

વર્ષના પહેલા સૂર્ય ગ્રહણની જેમ જ બીજું સૂર્ય ગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં. ભારતમાં ગ્રહણ ન હોવાને કારણે હિંદુ કેલેન્ડરમાં માનવામાં આવતો સૂતક કાળ પણ માન્ય નહીં રહે.

આ પણ વાંચો – આ 5 કામ શનિદેવને કરી શકે છે ક્રોધિત, ભૂલથી પણ ન કરો આવા કામ

સૂર્યગ્રહણ ક્યારે લાગે છે?

હિન્દુ કેલેન્ડર અનુસાર સૂર્ય ગ્રહણની ઘટના માત્રને માત્ર અમાસના દિવસે જ થાય છે. જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે, ત્યારે સૂર્યગ્રહણ થાય છે, જે આપણા ગ્રહ પર પડછાયો પાડે છે. આ સમય દરમિયાન, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એકરૂપ થાય છે. વર્ષ 2025માં બે સૂર્યગ્રહણ છે. વર્ષ 2025નું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચે જોવા મળ્યું હતું અને વર્ષનું બીજું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરે જોવા મળશે.

આંશિક સૂર્યગ્રહણ શું છે?

આંશિક સૂર્યગ્રહણ દરમિયાન જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે અને તેનો પડછાયો પૃથ્વીના કેટલાક ભાગો પર પડે છે, જેના કારણે સૂર્યપ્રકાશ આવતો નથી. આ સ્થિતિમાં ચંદ્ર સૂર્યને પૂરી રીતે ઢાંકતો નથી અને સૂર્યના અમુક ભાગનો પ્રકાશ પૃથ્વી પર આવી જાય છે. વૈજ્ઞાનિકોએ આ ખગોળીય સ્થિતિને આંશિક સૂર્યગ્રહણ નામ આપ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ