Shri Hit Premanand Govind Sharan Ji Maharaj: સ્વામી પ્રેમાનંદ મહારાજના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને તેમની ખ્યાતિ દિવસેને દિવસે વધી રહી છે. તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજ રાધા રાણીને પોતાની આરાધ્ય માને છે. તેમજ તેમનું નિવાસસ્થાન વૃંદાવન છે. તેમના ભક્તો દેશ-વિદેશથી વૃંદાવનમાં મહારાજ પ્રેમાનંદ જી ના દર્શન કરવા માટે આવે છે.
સત્સંગ દ્વારા લોકોને માર્ગદર્શન આપે છે અને સાચી દિશા બતાવે છે. પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. ફિલ્મ જગત અને રાજકારણ સાથે સંકળાયેલા અનેક લોકો મહારાજની મુલાકાત કરી ચુક્યા છે. જેમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, પહેલવાન ધ ગ્રેટ ખલીનો સમાવેશ થાય છે.
પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે
પ્રેમાનંદ મહારાજજી નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભક્ત તેમને પૂછી રહ્યો છે કે નસીબ મોટું છે કે કર્મ. જેના પર મહારાજ જી જવાબ આપી રહ્યા છે કે આપણે અત્યારે જે કરી રહ્યા છીએ તે કર્મ છે અને જે કર્મો આપણે પહેલા કર્યા છે તેનાથી ભાગ્ય બનશે. જેનો ઉપભોગ તમે કરશો.
આ પણ વાંચો – વધારે પૂજા-પાઠ કરનાર લોકો દુ:ખી કેમ રહે છે, સ્વામી પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કારણ
સાથે જ સ્વામીજીએ કહ્યું કે નસીબનો આનંદ માણવા માટે વ્યક્તિએ કર્મ તો કરવું જ પડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુખ-દુઃખ, પાપ-પુણ્ય તો પહેલાથી જ લખાઈ ગયા છે. તેને નસીબ કહેવાય છે. તેમજ હવે આપણે જે કાર્યો કરી રહ્યા છીએ તે કર્મ છે. મહારાજે એમ પણ કહ્યું હતું કે કર્મયોગથી ભાગ્ય બદલી શકાય છે.
કોણ છે સંત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજ?
તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજે નાનપણથી જ ભગવત માર્ગ અપનાવી લીધો હતો. સાથે જ તે ઘર છોડીને કાશી ચાલ્યા ગયા હતા. તેમનો જન્મ કાનપુર જિલ્લાના અખરી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ શંભુ પાંડે છે, માતાનું નામ રામ દેવી છે. મહારાજજી ના ગુરુના નામ શ્રી ગૌરંગી શરણ જી મહારાજ છે.