વધારે પૂજા-પાઠ કરનાર લોકો દુ:ખી કેમ રહે છે, સ્વામી પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કારણ

Premanand Ji Maharaj: સ્વામી પ્રેમાનંદ મહારાજ રાધા રાણીના અનન્ય ભક્ત છે. તેઓ વૃંદાવનમાં રહે છે. મહારાજ પ્રેમાનંદ જી ના પ્રવચનો ખૂબ જ વાયરલ થાય છે

Written by Ashish Goyal
August 19, 2024 17:41 IST
વધારે પૂજા-પાઠ કરનાર લોકો દુ:ખી કેમ રહે છે, સ્વામી પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કારણ
સ્વામી પ્રેમાનંદ જી મહારાજ

Shri Hit Premanand Govind Sharan Ji Maharaj: સોશિયલ મીડિયા પર એક સંતના પ્રવચનો ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે, જેમનું નામ સ્વામી પ્રેમાનંદ મહારાજ છે. આ સંત રાધા રાણીના અનન્ય ભક્ત છે. તેઓ વૃંદાવનમાં રહે છે. તમને જણાવી દઈએ કે તેમના ભક્તો દેશ-વિદેશથી મહારાજ પ્રેમાનંદ જી ના દર્શન કરવા માટે વૃંદાવનમાં આવે છે અને તેમનું ખૂબ જ સન્માન પણ કરે છે. સાથે જ રોજ સત્સંગ કરીને લોકોને માર્ગદર્શન આપે છે. સાથે જ ભક્તો તેમને સવાલો પૂછે છે, જેનો જવાબ તે આપે છે.

પ્રેમાનંદ મહારાજના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે

પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. ફિલ્મ જગત અને રાજકારણ સાથે સંકળાયેલા અનેક લોકો પણ મહારાજ જી ને મળ્યા છે. જેમાં ક્રિકેટર વિરાટ કોહલી, અભિનેત્રી અનુષ્કા શર્મા, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને પહેલવાન ગ્રેટ ખલીનો સમાવેશ થાય છે.

મહારાજ જી નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભક્ત તેમને પૂછી રહ્યો છે કે વધારે પૂજા-પાઠ કર્યા પછી પણ લોકો દુ:ખી કેમ રહે છે. જેના પર મહારાજ જી જવાબ આપે છે કે ઘણીવાર જે લોકો પૂજા-પાઠ કરે છે તેમના જીવનમાં ઘણા બધા ભૌતિક સુખ-સંપત્તિ આવી હશે, જેનાથી તમારો માર્ગ રોકાઇ જશે અથવા તો એટલી બધી મુશ્કેલીઓ આવશે, જેના કારણે તમારી પૂજા-પાઠ છૂટી જશે.

આ પણ વાંચો – જન્મદિવસ પર કેક કટિંગ કરવી કે નહીં? પ્રેમાનંદજી મહારાજ પાસેથી જાણો

પ્રેમાનંદ મહારાજે જી એ કહ્યું કે તમે જન્મ જન્માંતરથી જે પાપ કર્યા છે તે આ જન્મમાં ભગવાન નિપટાવે છે. કારણ કે જે રીતે તમારા રૂમમાં કચરો દેખાતો નથી, પરંતુ જેવો તમે સાવરણીથી સાફ કરો છો કે તરત જ ઘણો બધો કચરો એકઠો થઈ જાય છે. તેથી જ્યારે તમે પૂજા-પાઠ કરવાનું શરૂ કરો છો ત્યારે કષ્ટ શરૂ થઇ જાય છે પણ મહારાજ જી એ કહ્યું કે ભજનનો માર્ગ છોડવો નથી, ભયભીત થવાનું નથી. કારણ કે પરમાર્થના પથિકના દરેક શૂલ ફૂલ બની જાય છે.

મહારાજ જી એ કહ્યું – જે પ્રભુના માર્ગે ચાલી રહ્યો છે તેનું અમંગળ કેવી રીતે થઇ શકે?

મહારાજ જી એ કહ્યું કે જે પ્રભુના માર્ગે ચાલી રહ્યો છે તેનું અમંગળ કેવી રીતે થઇ શકે? જો અમંગળ થઇ રહ્યું છે તો પણ તેનો અર્થ એ છે કે અમંગળ આપણા જમા હતા, તેને નષ્ટ કરીને ખતમ કરવામાં આવી રહ્યા છે. સાથે જ મહારાજ જી એ કહ્યું કે એવું ન વિચારવું જોઈએ કે જ્યારથી આપણે ભગવાનના નામનો જાપ શરૂ કર્યો છે ત્યારથી આફતો આવવા લાગી છે. આથી આ બધી વાતોને છોડીને સતત ભગવાનનો જાપ કરવો જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ