scorecardresearch

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયું તમામ રાશિના જાતકો માટે કેવું રહેશે?, વાંચો ટેરો કાર્ડ રાશિ ભવિષ્ય

Tarot Card Weekly Prediction: દરેક રાશિની આ સપ્તાહે કેવી રહેશે હેલ્થ, કારકિર્દી અને સંબંધોમાં શું આવશે ઉતાર-ચડાવ તે પ્રિડીકશન ટેરો કાર્ડ્સ દ્વારા. સાથે જ એન્જલ મેસેજ પણ. (ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ – 6થી 12 નવેમ્બર)

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયું તમામ રાશિના જાતકો માટે કેવું રહેશે?, વાંચો ટેરો કાર્ડ રાશિ ભવિષ્ય
ટેરો કાર્ડ રાશિ ભવિષ્ય

Tarot Card Weekly Prediction: દરેક રાશિની આ સપ્તાહે કેવી રહેશે હેલ્થ, કારકિર્દી અને સંબંધોમાં શું આવશે ઉતાર-ચડાવ તે પ્રિડીકશન ટેરો કાર્ડ્સ દ્વારા. સાથે જ એન્જલ મેસેજ પણ. (ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ – 6 નવેમ્બરથી 12 નવેમ્બર)

મેષ (અ.લ.ઈ)

હેલ્થ: આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય આ સપ્તાહે એકંદરે ખૂબ જ સારું જણાઈ રહ્યું છે. જો કે, કબજીયાતનો પ્રોબ્લેમ રહેવાની શક્યતા જણાઈ રહી છે. મૂલાધાર ચક્ર સાથે મેડીટેશન કરવું. ‘લં’ બીજ મંત્રનો જાપ કરવાથી રાહ મળી રહે.

કરિયર: નવી જોબ, બિઝનેસ કે પ્રોજકેટ બાબતે વિચારતા પહેલા કે નવું કામ શરુ કરતા પહેલા જૂના કામ અથવા પેન્ડિંગ તસ્ક પૂર્ણ કરવા પણ ફોકસ કરવું અને એ પછી જ નવું કામ હાથમાં લેવું.

રિલેશનશિપ: લાઈફ પાર્ટનર કે ઘરના કોઈ પણ સ્ત્રી પાત્ર સાથે પોતાના મનની વાતો શેર કરવી. ફળ કે અનાજ દાન કરવાથી ઘરમાં શાંતિ આવે.

એન્જલ મેસેજ: પ્રેમ આપવા અને રીસીવ કરવા તૈયાર રહો. દરેક જીવ માત્ર માટે પ્રેમભાવ રાખવો.

વૃષભ (બ.વ.ઉ)

હેલ્થ: કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, સ્વાસ્થ્ય આ સપ્તાહે ખૂબ જ સારું રહેશે. થોડી એકસરસાઈઝ કરવા પર ફોકસ આપવું. વધુ પડતું કોઈ પણ વાતનું ટેન્શન લેવાથી તણાવ કે બ્લડ પ્રેશર વધશે.

કરિયર: નવી જોબ કે બિઝનેસમાં શિફ્ટ કરતા પહેલા તેના વિષે બરાબર રીતે રીસર્ચ કરવું, તમારી ટેલેન્ટ અને સ્કિલ્સ નવી જગ્યાને યોગ્ય બને તે બાબત પર ફોકસ કરવું.

રિલેશનશિપ: ટૂંકા ગાળાની રિલેશનશિપની શરુઆત અથવા અંત આ સપ્તાહે આવી શકે છે. ઇગોના કારણે નજીકના લોકો સાથે વિવાદ થવાની શક્યતાઓ છે.

એન્જલ મેસેજ: તમારા ઇનર વેલ્યુઝની સાથે તમારા એક્શન મેચ થાય તે જરૂરી છે જેથી તમે તમારા માટે યોગ્ય હોય તે રીતે આગળ વધી શકો.

મિથુન (ક.છ.ઘ)

હેલ્થ: માથાના દુઃખાવાની સમસ્યા આ સપ્તાહે સર્જાઈ શકે છે, તેમ કાર્ડ્સ જણાવી રહ્યા છે. ઈમોશનલ સ્ટ્રેસ લેવો નહિ અને જતુ કરવાની ભાવના રાખવાથી માનસિક હેલ્થ જળવાઈ રહે. જૂની બાબતો યાદ કરીને હેરાન થશો તો હેલ્થ બગડી શકે છે.

કરિયર: તમારા કરિયર માટે કરેલી મહેનતનું ફળ તમને મળી શકે છે. જે બાબતની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે આ સપ્તાહે સકસેસફૂલી થઇ જાય. ઇન્વેસ્ટ કરેલા રૂપિયાનું રીટર્ન આવી શકે છે.

રિલેશનશિપ: જેટલા અનુભવો અત્યારે તમને થઇ રહ્યા છે અને આ એક સપ્તાહમાં થશે તે બધું જ તમારા માટે લર્નિંગ પ્રોસેસ છે તે યાદ રાખવું. કોઈ પણ પ્રકારના લોજીક વિના નજીકના વ્યક્તિઓ સાથે સંબંધની મજા માણવાની છે.

એન્જલ મેસેજ: કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હોવ ત્યારે તમને મદદ મળે તે માટે એન્જ્લ્સને તમારી વાત ખી તેમને એ બાબતે મદદ કરવાની પરવાનગી આપવી.

કર્ક (ડ.હ)

હેલ્થ: આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ સામાન્ય જણાઈ રહ્યું છે. ઉંમર લાયક માણસોએ ધ્યાન રાખવું અને વધુ પડતું ચાલવાનું ટાળવું. જો કે, ઘરની બહાર આંટો મારીને નદી કિનારે કે કોઈ પણ વોટર બોડી પાસે બેસવા જઈ શકાય.

કરિયર: જેટલું વિચારી રહ્યા હોવ તેટલું ઇન્ક્રીમેન્ટ ના આવે તેવી શક્યતાઓ છે. માત્ર પૈસા પાછળ દોડીને જ કરિયર બનાવવું નહિ. તમારા કામ સાથે ઈમોશનલી કનેક્ટ કરવું ખૂબ જરૂરી છે.

રિલેશનશિપ: ફેમિલીના પરિહાર અથવા દખલગીરીના કારણે ખાસ કરીને લાઈફ પાર્ટનર સાથેના રિલેશનમાં નેગેટિવીટી આવી શકે છે. પોતાના બીલીફ્સ અને વિચારો સાથે આગળ વધવું, વધુ પડતા સામાજિક મોરલમાં પડવું નહિ.

એન્જલ મેસેજ: તમે કરેલી પ્રાર્થનાઓના જવાન કોઈ ગીત-સંગીત કે વાતના સ્વરૂપે મળી શકે છે માટે બને તેટલું ધ્યાનથી બધું જ સાંભળવું.

સિંહ (મ.ટ)

હેલ્થ: આ સપ્તાહ આ રાશિના જાતકો માટે ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતે પોઝિટીવ જણાઈ રહ્યું છે. જૂની બીમારીમાંથી છૂટકારો મળી શકે છે. સેવન ચક્ર મેડીટેશન કે હિલીંગથી ઘણો ફાયદો થશે.

કરિયર: તમારી કરિયર ચોઈસ માત્ર તમારી જ મરજીથી હોવી જોઈએ અને તેમ કરવામાં ઘણા વિઘ્નો આવી શકે છે. અન્ય લોકો સુ વિચારે છે અથવા શું સલાહ આપે છે તે બધું જ ધ્યાનમાં ના લઈને તમને ખરેખર શું જોઈએ છે? શું કરવું છે તે બાબતે શાંત ચિત્તે મેડીટેશન કરીને નક્કી કરવું.

રિલેશનશિપ: તમારી નજીકની વ્યક્તિ સાથે આ અઠવાડિયે મુલાકાતના સંજોગ ઉભા થઇ શકે છે. પરિવાર સાથે આઉટિંગ કે પીકનીકનો પ્લાન કે પછી ફેમિલી ગેટ ટુગેધરના ચાન્સીસ દેખાઈ રહ્યા છે.

એન્જલ મેસેજ: બને તેટલું વધુ નેચર સાથે કનેક્ટ કરવું.

કન્યા (પ.ઠ.ણ)

હેલ્થ: આ રાશિના જાતકો માટે આ સપ્તાહે સ્વાસ્થ્ય ખૂબ જ સારું હોવાનું કાર્ડ્સ જણાવી રહ્યા છે. મચ્છર કરડવાના કારણે બીમારી ના આવે તેનું ધ્યાન રાખવું.

કરિયર: કરિયરની સાથે ફન પણ એટલું જ જરૂરી છે એમ સમજીને કામને પણ આનંદ કરી શકો તે રીતે કરવાનો પ્રયત્ન કરવો. કલીગની સાથેની મિત્રતા અન્ય કોઈ રિલેશનમાં ના ફેરવાય તેનું ધ્યાન રાખવું.

રિલેશનશિપ: જૂના અને નવા સંબંધો વચ્ચે કે કોઈ પણ વ્યક્તિની સરખામણી અન્ય કોઈ પણ સાથે કરવી નહિ. બધા જ લોકો યુનિક હોય છે અને તે સ્વીકારશો તો જ સારા સંબંધ સાચવી શકશો.

એન્જલ મેસેજ: તમે જે ગુરુ કે ભગવાનમાં માનતા હોવ તેમની સાથે કનેક્ટ થઇ મેડીટેશન કરવું.

તુલા (ર.ત)

હેલ્થ: જૂની બીમારી પરત ફરવાની શક્યતા હોવાનું કાર્ડ્સ જણાવી રહ્યા છે. તમારી બેદરકારીના કારણે જ મેજર હેલ્થ ઈશ્યુ સર્જાઈ શકે છે. બીમારીના મૂળને સમજીને તે હીલ કરવાનો પ્રયત્ન કરવો.

કરિયર: કરિયર બાબતે આ સપ્તાહ સામાન્ય રહેશે. બને તેટલું વધુ પોતાની જાત પર ફોકસ કરીને જેટલું થાય તેટલું કામ કરવું. ઓફિસમાં જો તમને કોઈ રેકોગ્નાઈઝ ના કરે તો પણ પોતાનું કામ ઈમાનદારીથી કરવું.

રિલેશનશિપ: તકલીફમાં ફેમિલીનો સપોર્ટ મળી રહવાનું કાર્ડ્સ જણાવી રહ્યા છે. અંગત વ્યક્તિઓને આ સપ્તાહે મળવાથી ખૂબ જ સારું ફીલ થશે.

એન્જલ મેસેજ: તમારી કલ્પના બહારના અનુભવો થાય અને તે સ્પીરીચ્યુઅલ હોય તો તેના પર વિશ્વાસ કરવો.

વૃશ્ચિક (ન.ય)

હેલ્થ: નાની બીમારી કે તકલીફને અવગણવી નહિ અને ઈલાજ અવશ્ય કરાવવો. કોઈ પણ હેલ્થ સંબંધિત ઈશ્યુને ટાળવા નહિ.

કરિયર: હવે તમારે કરિયરના ડાર્ક સમયમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે અને તે ખૂબ જ ઝડપથી થશે. જો કે, તમારે એ બાબતે એક્શન લઈને તમારા તરફથી બને તેટલા બધું અને ઝડપી પ્રયત્નો કરવા જરૂરી છે, પરિણામ પોઝિટીવ મળશે.

રિલેશનશિપ: ભૂતકાળમાં બનેલી ઘટનાઓના લીધે આ સપ્તાહે તમારા નજીકના લોકો સાથેના સંબંધો બગડી શકે છે. જૂની વાતો પકડીને બેસી રહેવું નહિ અને ભૂતકાળ જતો રહ્યો છે તે સ્વીકારવું પડશે.

એન્જલ મેસેજ: તમારી જે ઇચ્છાઓ છે તે હકીકતમાં ફેરવાય તે માટે તમારા મેનીફેસ્ટેશન પાવરનો ઉપયોગ કરવો. જે ગટથી વિચારશો તે મળશે.

ધન (ભ.ફ.ધ)

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે થોડી મુશ્કેલી આ સપ્તાહે આવી શકે છે. કોઈ અજાણ્યા વ્યક્તિના ત્યાં ખાવા-પીવામાં ધ્યાન રાખવું અને બને ત્યાં સુધી ત્યાં કશું જ ખાવું કે પીવું નહિ. જંક ફૂડ કે બહારના જમવા પર કંટ્રોલ રાખવો જરૂરી છે નહિ તો સ્ટમક ઇશ્યુઝ આવી શકે છે.

કરિયર: તમારા જ સેમ પ્રોફેશનના અન્ય લોકો પાસે કામ નહિ હોય તો પણ તમને મળી રહેશે. તમારા પ્રયત્નો પર ઘણા લોકો સવાલ કરશે અને અને તમને ડીમોટીવેટ કરવાનો પણ પ્રયત્ન કરશે. પોતાના પર વિશ્વાસ રાખીને, નેગેટિવ લોકો અને વિચારો કામનો ભાગ છે તે સ્વીકારીને તે ઇગ્નોર કરીને આગળ વધવું, સફળતા મળશે.

રિલેશનશિપ: તમારી અનાગત વ્યક્તિ અને ખાસ કરીને તમારા લાઈફ પાર્ટનરની વાત એના દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરવો. પોતાના જજમેન્ટ પર કોઈ પણ સલાહ આપવી નહિ.

એન્જલ મેસેજ: તમારા જીવનનો ચાર્જ હકારાત્મક રીતે તમે લઇ શકો તે માટે સોલાર પ્લેક્સ્સ ચક્ર મેડીટેશન કરવું. ‘રં’ બીજ મંત્રનું ઉચ્ચારણ કરવાથી ફાયદો થશે.

મકર (ખ.જ)

હેલ્થ: આર્થિક મુશ્કેલીઓના કારણે સ્વાસ્થ્ય સાથે સમાધાન કરીને એ મુશ્કેલી હલ કરવાનો પ્રયત્ન કરવો નહિ. વજન વધવાના કારણે હેલ્થ ઈશ્યુ ના આવે તેનું ખાસ ધ્યાન રાખવું.

કરિયર: ઓફિસમાં કલીગનો સપોર્ટ મળી રહે. તમારું કામ પૂર્ણ રીતે કરવું. તમારા જેવા જ અન્ય લોકો કે જે તમારા લેવલનું કામ કરી શકે અને તમારી પાસે જે ટેલેન્ટ છે તેના કરતા અલગ ટેલેન્ટ ધરાવતા હોય તેમની સાથે કામ કરવું.

રિલેશનશિપ: અંગત વ્યક્તિ બાબતે કોઈ સચ્ચાઈ તમારી સામે આવી શકે છે. સિક્રેટ્સ અચાનક તમારી સામે આવીને તમને શોક આપી શકે છે.

એન્જલ મેસેજ: આધ્યાત્મના બેઝ પર શરુ થયેલી રોમેન્ટિક રિલેશનશિપ તમારા જીવનમાં હોય તો તમને ત્યાંથી તમારા સવાલના જવાબ મળી શકશે.

કુંભ (ગ.શ.સ.ષ)

હેલ્થ: આ સપ્તાહે આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ હકારાત્મક જણાઈ રહ્યું છે. વહેલા ઉઠીને કસરત કરવાથી ફાયદો થાય. પગની ઈજાથી સાચવવું.

કરિયર: કોઈ પણ જોબ કે કામનું સ્થળ બદલવાથી ફાયદો નહિ થાય તે યાદ રાખીને તમારી પોતાની જ સ્કીલ અને ટેલેન્ટ વધુ શાર્પ કરવાની જરૂર જણાશે. કોઈ તમને આવીને તમારા કામમાં મદદ કરે તેવી અપેક્ષા રાખ્યા વિના પોતાનું કામ સમયસર પતાવવું. ફોકસ કેળવવા ખુલ્લા પગે ઘાસમાં ચાલવું.

રિલેશનશિપ: ખરાબ થયેલા સંબંધો સુધારવાની નાનકડી તક આ સપ્તાહે આવી શકે છે. તે લઈને પોતાથી બનતા પ્રયત્નો કરવા.

એન્જલ મેસેજ: તમારા પિતૃઓને પ્રાર્થના કરવી અને તેમના તરફથી કનેક્શન અનુભવાય તો ધ્યાન આપવું તેઓ કશું કહેવા માંગતા હોય તેમ બની શકે છે.

મીન (દ.ચ.ઝ.થ)

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે કોઈ પણ ચિંતા કરવાની આ સપ્તાહે જરૂર જણાઈ રહી નથી. બને તેટલું વધુ પોતાની ટેલેન્ટ પર ફોકસ કરવું, નેચરમાં સમય વિતાવવો અને પોતાને ગમતી પ્રવૃત્તિ કરવાથી સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે.

કરિયર: આવકના નવા સોર્સ શોધવાની ફરજ પડે.

રિલેશનશિપ: અન્ય લોકોના પ્રભાવમાંથી બહાર આવીને પોતાના નિર્ણયો જાતે લેવા પર ફોકસ કરવું. તમે પોતે તમારી જાતને કંટ્રોલ કરી શકો તે માટે અન્ય લોકોના કંટ્રોલમાંથી બહાર આવવું જરૂરી જણાય.

એન્જલ મેસેજ: કોઈ પણ નેગેટિવ વિચાર આવે તો તે વિચાર ‘કેન્સલ ક્લિયર ડિલીટ’ એમ બોલીને તેના સ્થાને પોઝિટીવ વિચાર મૂકી દેવો.

Web Title: Tarot card weekly horoscope prediction rashifal 6 to 12 november 2022 saptahik rashibhavishya