ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયું તમામ રાશિના જાતકો માટે કેવું રહેશે? વાંચો ટેરો કાર્ડ રાશિ ભવિષ્ય

Tarot Card Weekly Prediction: દરેક રાશિની આ સપ્તાહે કેવી રહેશે હેલ્થ, કારકિર્દી અને સંબંધોમાં શું આવશે ઉતાર-ચડાવ તે પ્રિડીકશન ટેરો કાર્ડ્સ દ્વારા. સાથે જ એન્જલ મેસેજ પણ. (18થી 24 ડિસેમ્બર)

Tarot Card Weekly Prediction: દરેક રાશિની આ સપ્તાહે કેવી રહેશે હેલ્થ, કારકિર્દી અને સંબંધોમાં શું આવશે ઉતાર-ચડાવ તે પ્રિડીકશન ટેરો કાર્ડ્સ દ્વારા. સાથે જ એન્જલ મેસેજ પણ. (18થી 24 ડિસેમ્બર)

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Tarot Card Weekly Horoscope, Tarot Card Weekly Prediction

ટેરો કાર્ડ રાશિ ભવિષ્ય

Tarot Card Weekly Prediction: દરેક રાશિની આ સપ્તાહે કેવી રહેશે હેલ્થ, કારકિર્દી અને સંબંધોમાં શું આવશે ઉતાર-ચડાવ તે પ્રિડીકશન ટેરો કાર્ડ્સ દ્વારા. સાથે જ એન્જલ મેસેજ પણ. (18થી 24ડિસેમ્બર)

Advertisment
મેષ (અ.લ.ઈ)

હેલ્થ: કાર્ડ્સ જણાવી રહ્યા છે કે આ સપ્તાહે આ રાશિના જાતકોને ગળાનો દુઃખાવો કે કબજીયાતનો પ્રોબ્લમ રહી શકે છે. ફાઈબર યુક્ત ખોરાક વધુ લેવો.

કરિયર: અન્ય લોકોના પ્રભાવમાં આવીને અથવા પોતાના સ્વાર્થ ખાતર કોઈ પણ કલીગ કે સ્ટાફ સાથે ચિટીંગ કરવી નહિ. બોસ સાથે વિવાદ થવાના ચાન્સીસ જણાઈ રહે છે.

રિલેશનશિપ: સંબંધોમાં ભૂતકાળના અનુભવોના આધારે કોઈ પણ નિર્ણય વર્તમાનમાં લેવો નહી તેમજ તમારી સાથે થયેલું વર્તન અન્ય લોકો સાથે રિપીટ ના કરવું.

Advertisment

એન્જલ મેસેજ: બને તેટલો વધુ સમય નેચરમાં વિતાવવો.

વૃષભ (બ.વ.ઉ)

હેલ્થ: જૂની બીમારી પરત ફરી શકે છે માટે પૂરતું ધ્યાન રાખવાની સલાહ કાર્ડ્સ આપી રહ્યા છે. ઉંમરલાયક લોકોએ ખાસ સાચવવું.

કરિયર: તમારું કામ પોતાની રીતે કરવાનો પ્રયત્ન કરવો. અન્ય લોકો તમારું કામ બગાડવાનો પ્રયત્ન કરી શકે છે માટે તમારી સ્વતંત્ર વિચારધારાનો ઉપયોગ કરવો.

રિલેશનશિપ: આ રાશિની છોકરીઓ માટે માંગુ આવી શકે છે. લગ્નની તારીખ નક્કી કરવા માટે યોગ્ય સમય.

એન્જલ મેસેજ: તમારા લાઈફ પર્પસમાં જે બાબતો જરૂરી નથી તે રિલીઝ થાય તે માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી.

મિથુન (ક.છ.ઘ)

હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય ખૂબ જ પોઝિટીવ જણાઈ રહ્યું છે. લીલા શાકભાજી અને ફળોનું સેવન વધુ કરવું. પાણી વધારે પીવાથી સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે.

કરિયર: ઘણા બધા વર્ક લોડના કારણે સ્ટ્રેસ આવી શકે છે માટે કાર્ડ્સ કહી રહ્યા છે કે, કરિયર બાબતે હવે તમારે નિર્ણય કરવો જ પડશે કેમ કે આ કામ તમને માત્ર પ્રેશર આપી રહ્યું છે તેમ લાગે.

રિલેશનશિપ: તમારા ઈમોશન્સ શેર કરવા અને જે લોકોને જે ઈમોશનની જરૂર છે એ જ પ્રમાણે વર્તન કરવું.

એન્જલ મેસેજ: પોતાની શાંતિ માટે ભૂતકાળની ફરિયાદો અને દુઃખ ભૂલી શકો તે માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી.

કર્ક (ડ.હ)

હેલ્થ: આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય ઓવરઓલ સામાન્ય જણાઈ રહ્યું છે. પેટમાં દુઃખાવો કદાચ થઇ શકે છે. સેકરલ ચક્ર મેડીટેશન કરવું.

કરિયર: કરિયરમાં તમને મહેનતનું ફળ મળતું દેખાશે. ધીરે-ધીરે ક્લેરિટી આવે. તમારા કરિયર પ્લાન બાબતે વધુ પડતી માહિતી કોઈ પણ સાથે શેર કરવી નહી.

રિલેશનશિપ: પિતા સાથેના સંબંધોમાં ક્યાંક કંટ્રોલ હોવાની અનુભૂતિ થઇ શકે છે. કેટલાક અઘરા નિર્ણયો કરવા પડી શકે છે.

એન્જલ મેસેજ: તમે જે જવાબ શોધી રહ્યા છો તે તમારા હાર્ટમાં હ્હે જ, એ જવાબ મળે તે માટે પ્રાર્થના કરવી.

સિંહ (મ.ટ)

હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય બાબતે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી તેમ કાર્ડ્સ કહી રહ્યા છે. જે રૂટીન હોય તે ફોલો કરતા રહીને ભવિષ્યમાં હેલ્થ સાચવવા શું કરી શકો તે પ્લાનિંગ કરી તેના પર અમલ કરવો.

કરિયર: કોઈ પણ નવો નિર્ણય કરિયર બાબતે લેતા પહેલા પરિવારના સભ્યો સાથે તેની ચર્ચા કરવી, તેમની સલાહ ચોક્કસ લેવી. માત્ર પૈસા વધારે હોવાના કારણે અન્ય બધીજ બાબતો કોમ્પ્રોમાઈઝ કરવી નહિ.

રિલેશનશિપ: ફાઈનાન્શિયલ બાબતોએ બેલેન્સ રાખીને સંબંધ સાચવવા પડે.

એન્જલ મેસેજ: કેમિકલ યુક્ત કે પ્રોસેસ્ડ ફૂડના કારણે એલર્જી કે હેલ્થ ઈશ્યુ આવી શકે છે. બને તેટલા વધુ ફ્રૂટ્સ, લીલા શાકભાજી અને હેલ્ધી ડાયટ લેવું.

કન્યા (પ.ઠ.ણ)

હેલ્થ: સ્ટ્રેસ અને માથાના દુઃખાવાનો પ્રોબ્લેમ આ સપ્તાહે તમને નડી શકે છે. શોલ્ડર પેઈન અને બોડી પેઈનથી પણ સાચવવું.

કરિયર: કારકિર્દીમાં એક બેલેન્સ જણાય. તમને ગમતું કામ કરવાની તક મળે. ઓવરઓલ કરિયરના હેપી સ્ટેજ પર આ સપ્તાહે પહોચશો.

રિલેશનશિપ: તમારું ફોકસ માત્ર કરિયર પર રાખવું અને કોઈ પણ પ્રકારના ઈમોશનલ વિવાદોમાં પડવાથી માનસિક શાંતિ અને ફોકસથી ભટકી શકો છો.

એન્જલ મેસેજ: તમારા માતા-પિતા સાથે જોડાયેલા દુઃખને ભૂલવામાં એન્જલ્સ તમને મદદ કરે તે માટે પ્રાર્થના કરવી.

તુલા (ર.ત)

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહ ઓવરઓલ પોઝિટીવ રહે. કોઈ પણ મોટી બીમારી કે તકલીફની સમસ્યા દેખાઈ રહી નથી. બને તેટલું એકસરસાઈઝ પર ફોકસ કરવું.

કરિયર: કરિયરમાં ઘણા બધા બદલાવ આવી રહ્યા છે, તે સ્વીકારીને આગળ વધવું. જ્યાં જારુર લાગે ત્યાં પોતાની સ્કિલ્સ શાર્પ કરવી અને નવું શીખતા રહેવું.

રિલેશનશિપ: તમારાથી નાના પરિવારના સભ્યને કરિયરમાં ગાઈડન્સ આપી અથવા તક આપી હેલ્પ કરવી.

એન્જલ મેસેજ: તમારા પિતૃઓને પ્રાર્થના કરી તેમના આશીર્વાદ લેવા.

વૃશ્ચિક (ન.ય)

હેલ્થ: માનસિક સ્વાસ્થ્યમાં તકલીફ આ રાશિના જ્ત્કોને નડી શકે છે. વધુ પડતા ઈમોશનલ બર્ડનનો સામનો કરવો પડી શકે છે માટે માનસિક સ્વાસ્થ્ય જળવાયેલું રહે તેનું ખાસ ધ્યાન રાખવું.

કરિયર: નાના ફાયદા માટે લાલચમાં આવીને નિર્ણય લેશો તો ભવિષ્યમાં તે ભૂલ સાબિત થઇ શકે છે.

રિલેશનશિપ: પૈસાના કારણે નજીકના સંબંધો બગડી શકે છે.

એન્જલ મેસેજ: તમારી કોઈ પામ પરિસ્થતિમાં આર્કેન્જ્લ માઈકલ તમને પ્રોટેક્ટ કરે તે માટે પ્રાર્થના કરવી.

ધન (ભ.ફ.ધ)

હેલ્થ: ઘણું બધું કામ એક સાથે આવી શકે છે તે બાબત ધ્યાનમાં ર્કાહીને સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી.

કરિયર: કોઈ બિઝનેસ ડીલ થઇ શકે છે. લેડી બોસ સાથે સારું બને. મ્યુચલ બેનેફિટ અને એક બીજાની શરતો સાથે નિણર્ય લેવાથી સારી રીતે બિઝનેસ જળવાઈ રહે.

રિલેશનશિપ: તમે પોતે જ બનવેલા સંબંધોમાં ત્રેપ થઇ ગયા હોવ તેમ લાગે. કોઈને ગુમાવિ દેવાનો અથવા કોઈના દૂર થવાનો ડર રહે.

એન્જલ મેસેજ: નવું શીખવા માટે વર્કશોપ કે સેમિનાર એટેન્ડ કરવાથી ફાયદો રહે.

મકર (ખ.જ)

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહ ઓવરઓલ ખૂબ જ પોઝિટીવ રહે. સોલાર પ્લેક્સ્સ ચક્ર સાથે મેડિટેટ કરવું. નેચરમાં સમય વિતાવવાથી ચક્ર બેલેન્સ રહે.

કરિયર: વર્ક પ્લેસ પર કોમ્પીટીશન રહે, સ્માર્ટલી એકત કરીને પોતાના ગ્રોથ પર ફોકસ કરીને પોતાનો લાભ લેવા પર ધ્યાન આપવું.

રિલેશનશિપ: જે મ્વ્ધારે કોમ્યુનિકેશન કરવાનો પ્રયત્ન કરો, તે વ્યક્તિ વધુ દૂર જશે. માટે હાલ જે થઇ રહ્યું છે, તેમ થવા દો.

એન્જલ મેસેજ: તમારા મનની ઈચ્છા પૂરી કરવા માટે જે બાબતો કે આદતો બ્લોકેજ બની રહી છે તે દૂર થાય તે માટે આર્કેન્જ્લ રાફેલને પ્રાર્થના કરી મદદ લેવી.

કુંભ (ગ.શ.સ.ષ)

હેલ્થ: કાર્ડ્સ કહી રહ્યા છે કે આ રાશિના જાતકો માટે હેલ્થ બાબતે આ સપ્તાહ ખૂબ જ પોઝિટીવ છે. પુરુષો એ સોલર પ્લેક્સ્સ ચક્ર સાથે મેડીટેશન કરવું. સ્ત્રીઓએ બને તેટલા વધુ લીલા શાકભાજી આરોગવા.

કરિયર: નવી નવી તકો તમારી સામે સામેથી આવશે. ખૂબ જ સકારાત્મક રીતે પોતાના પ્લાન અમલમાં મૂકી શકશો.

રિલેશનશિપ: નવા રીલેશાન્શીપની તકો આવે, જે પોઝિટીવ સાબિત થાય. ત્ત્મારી પાસે રિલેશનશિપ બાબતે આગળ વધવા નજીકના ભવિષ્યમાં ચોઈસ આવી શકે છે.

એન્જલ મેસેજ: તમારી ઈમોશનલ સેન્સેટિવીટીની આશીર્વાદ સમજીને રીસ્પેક્ટ કરવી.

મીન (દ.ચ.ઝ.થ)

હેલ્થ: આકસ્મિક સ્વાસ્થ્ય મુશ્કેલી આવી શકે છે તેવામાં ખાસ ધ્યાન રાખવું કે પોતાની સેવિંગ્સ હોય.

કરિયર: કોઈ પણ વ્યક્તિ પાસેથી પૈસા લઈને પોતાના બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારતા હોવ તો પહેલા તે વ્યક્તિનું બેકગ્રાઉન્ડ ચોક્કસ ચેક કરવું. ભવિષ્યમાં મુશ્કેલી આવી શકે છે.

રિલેશનશિપ: જ્યાં જરૂર લાગે તે સંબંધમાં મીડીએટર ઇન્વોલ્વ કરવા.

એન્જલ મેસેજ: તમારા વિચારો જે દિશામાં જશે તે ખૂબ જ જલ્દી તમારી સાથે બનશે. તમારા વિચારો પર ધ્યાન આપીને તમારે જે મેળવવું હોય તે એટ્રેક્ટ કરવું.

ભવિષ્ય વાણી ટેરો કાર્ડ રાશિફળ રાશિફળ ધર્મ ભક્તિ