Tarot Card Weekly Prediction: દરેક રાશિની આ સપ્તાહે કેવી રહેશે હેલ્થ, કારકિર્દી અને સંબંધોમાં શું આવશે ઉતાર-ચડાવ તે પ્રિડીકશન ટેરો કાર્ડ્સ દ્વારા. સાથે જ એન્જલ મેસેજ પણ. (20 માર્ચથી 26 માર્ચ).
મેષ (અ.લ.ઈ)
હેલ્થ: આ સપ્તાહે તમારી હેલ્થ સારી જણાઈ રહી છે. મિત્રો અને પરિવારના નજીકના સભ્યો સાથે જેમ બને તેમ વધુ સમય વિતાવવો. બને તો ઘાસમાં ખુલ્લા પગે ચાલવું. સેવન ચક્ર મેડીટેશન કરવું. આમ કરવાથી સ્વાસ્થ્ય વધુ જલ્દી સારું થશે.
કરિયર: છેલ્લા કેટલાક સમયથી કારકિર્દી બાબતે કન્ફયુઝન થઇ રહ્યા છે તે સોલ્વ કરવા માટે તમારો અંતરાત્મા જે માર્ગદર્શન આપી રહ્યો છે તે ફોલો કરો.
રિલેશનશિપ: સંબંધોના ભાર નીચે દબાઈને તમે પોતાનું મન મારી રહ્યા છો અને હવે સમય આવી ગયો છે કે, તમે પોતાના જીવનનો કંટ્રોલ પોતાના હાથમાં લઈને સંબંધોમાં તમારું મહત્ત્વ પણ ઉભ કરવાનો સમય આવી ગયો છે.
એન્જલ મેસેજ: તમને કોઈ પણ ડરની લાગણીઓથી દૂર રાખવા અને તમને પ્રોટેક્ટ કરવા માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી.
વૃષભ (બ.વ.ઉ)
હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહે ગાયનેક પ્રોબ્લેમ્સ આવી શકે છે. પ્રેગનેન્ટ સ્ત્રીઓએ ખાસ સાચવવું, વધુ પડતા ભૂતકાળના વિચારો કરવા નહિ. જૂની બીમારી પછી ના આવે અથવા વર્ષોના વ્યસનના કારણે બીમારી ના આવે તેનું ધ્યાન રાખવું.
કરિયર: કારકિર્દી બાબતે નવા નિર્ણયો લેવાના વિચારો ઘણા સમયથી કરી રહ્યા છો પરંતુ નવી શરુઆતના પરિણામનો ભય તમને સતત આવી રહ્યો છે તેવામાં કામ પર ફોકસ કરો, હવે વધુ રાહ જોવી નહિ.
રિલેશનશિપ: આ સપ્તાહે દરેક વ્યક્તિ સાથેના તમારા સંબંધો મૈત્રીપૂર્ણ જણાઈ રહ્યા છે. અન્ય લોકોને સ્વીકારવા પણ, સાથે પોતાની સાતત્યતા (ઓરીજીનાલિટી) મૂકવી નહિ.
એન્જલ મેસેજ: કોઈ પણ પ્રકારના પેકેટ ફૂડ, એડીટીવ્સ અને જંક ફૂડથી દૂર રહેવું. બને તેટલું હેલ્ધી ભોજન લેવું.
મિથુન (ક.છ.ઘ)
હેલ્થ: પોતાના મનમાં ચાલતા ડર અને વધુ પડતા વિચારોને હવે અન્ય લોકો સામે મૂકવાનો સમય આવી ગયો છે. પોતાની જાત પર વિશ્વાસ કરશો તો જ માનસિક તણાવમાંથી મુક્ત થઇ શકશો.
કરિયર: કરિયર પણ થંભી ગયેલું લાગી રહ્યું છે અને આ સપ્તાહે તે ફીલિંગ કન્ટીન્યુ થઇ શકે છે. નવા વિચારો અને દ્રષ્ટિકોણ અપનાવવાથી નવો માર્ગ મળશે. કોઈની મદદ મળે તો લેવી, બધું કામ પોતાના માથે લેવું નહિ.
રિલેશનશિપ: સંબંધોની દ્રષ્ટિએ સપ્તાહ સામાન્ય જણાઈ રહ્યું છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય ત્યારે તેનું મૂળ શોધવાથી તુરંત જ ઉકેલ મળશે.
એન્જલ મેસેજ: માત્ર અને માત્ર હકારાત્મક વિચારો પર જ ફોકસ કરવું અને સાથે જ મૂલાધાર ચક્ર યોગ્ય રીતે એક્ટિવ કરવા માટે ખુલ્લા પગે ઘાસમાં ચાલવું અથવા કસરત કરવી.
કર્ક (ડ.હ)
હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહ થોડું નકારાત્મક જણાઈ રહ્યું છે પરંતુ, જો પોતાની સમજણથી નકારાત્મક લોકો, વિચારો અને વાતોને પોતાનાથી દૂર રાખશો તો હેલ્થ સારી રહેશે.
કરિયર: પોતાના કરિયર માટે હવે તમારે થોડો સમય થંભીને અન્ય લોકો અને તમારા ક્ષેત્રનું નિરીક્ષણ કરવાનું છે. જેમ બને તેમ વધુ શીખવાનો પ્રયત્ન કરવો અને નવી તકોની રાહ જોવી.
રિલેશનશિપ: કોઈ પણ સંબંધ તમારી કલ્પના જેવો ના હોઈ શકે તે વાત સ્વીકારીને આ સપ્તાહે દરેક સંબંધોમાં ડીલ કરવી.
એન્જલ મેસેજ: તમારા પૂર્વ જન્મના કર્મો અને હીલ થાય અને તેની શીખ તમને સમજાય તે માટે ભગવાનને પ્રાર્થના કરવી.
સિંહ (મ.ટ)
હેલ્થ: આર્થિક બાબતોના ટેન્શનના લીધે કોઈ પણ પ્રકારના સ્વાસ્થ્ય સંબંધિત જોખમો આવી શકે છે.
કરિયર: તમારી કારકિર્દી તમારી પોતાની છે અને તેણે લગતા નિર્ણયો તમારા પોતાના હોવા જોઈએ, અન્ય લોકોને જોઇને કે બીજાની વાતોમાં આવીને કોઈ પણ પ્રકારના કરિયર રીલેટેડ નિર્ણયો લેવા નહિ. પોતાના વિચારો અને ઈમોશન્સ બેલેન્સ થાય એ પછી જ કોઈ નિર્ણય પોતાની મરજીથી લેવો.
રિલેશનશિપ: તમે નવા સંબંધો તરફ જઈ રહ્યા છો પરંતુ, તમારા ભૂતકાળના સંબંધોને પાછળ મૂકીને આગળ વધશો તો જ સફળતા મળશે.
એન્જલ મેસેજ: તમારા જીવનનો કંટ્રોલ તમારા હાથમાં લેવો. મણિપુર ચક્ર પર ધ્યાન ધરવું.
કન્યા (પ.ઠ.ણ)
હેલ્થ: આ સપ્તાહે તમારે હેલ્થ ખૂબ જ સાચવવાની રહેશે. માથાના દુઃખાવાથી સ્ખાસ કરીને સાચવવું. વર્તમાનમાં જીવીને જીવનને સેલિબ્રેટ કરવું.
કરિયર: ઓફિસમાં કોણ તમારી સાથે પોલિટિક્સ કરી રહ્યું છે અને કોણ તમને ખોટા માર્ગે દોરી રહ્યું છે તે ખબર પડી શકે છે. પોતાના વિચારો પર ફોકસ્ડ રહેવું અને માત્ર કામ પર ધ્યાન આપવું.
રિલેશનશિપ: કોઈ પણ સંબંધોમાં લેટ ગો કરવું ખૂબ જ જરૂરી છે, આ સોતાહે તમારે પણ પોતાની ના જોઈતી લાગણીઓ અને લોકોને પોતાના જીવનમાંથી દૂર કરવાના છે.
એન્જલ મેસેજ: તમારા જીવનના ધ્યેયમાં જે લોકો અને કામ મહત્ત્વના નથી તેમને રિલીઝ કરો.
તુલા (ર.ત)
હેલ્થ: તમારા માટે સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહ ખૂબ સારું જણાઈ રહ્યું છે. બને તેટલું આધ્યાત્મિક રસ્તે જવાનું પસંદ કરવાથી ભવિષ્યમાં પણ હેલ્થ સારી રહેશે.
કરિયર: કારકિર્દી બાબતે હવે પોતાની ટેલેન્ટને વધુ શાર્પ કરવાનો સમય આવી ગયો છે. પોતાના કામ પર વધુ ફોકસ કરો તો જ તમને પ્રમોશન અથવા બીજું સારું કામ મળશે.
રિલેશનશિપ: આ સપ્તાહે તમે કોઈ પણ પ્રકારના નવા નિર્ણયો જીદમાં આવીને લેશો નહિ, પરિવારના સભ્યો અને પાર્ટનરની મરજી સાથે કદમ મિલાવીને ચાલવું.
એન્જલ મેસેજ: આર્કેન્જ્લ રાફેલને પ્રાર્થના કરવી કે, ભૂતકાળના કોઈ પણ અનુભવો, સંબંધો કે યાદો કે જે તમારા માટે યોગ્ય નથી તેની સાથેના તમારા કોર્ડસ કટ કરે.
વૃશ્ચિક (ન.ય)
હેલ્થ: આ સપ્તાહે તમારું સ્વાસ્થ્ય ઓવરઓલ સામાન્ય જણાઈ રહ્યું છે. સન અને મૂન મેડીટેશન કરવાથી હેલ્થ વધુ સારી રહી શકે છે.
કરિયર: જોબ કે બિઝનેસમાં કોઈ પણ પ્રકારના લાંબા ગાળાના પ્લાન કરવા નહિ. રોકાણમાં ટૂંકાગાળાનું અને નાનું જ રોકાણ કરવા પર ફોકસ કરવું.
રિલેશનશિપ: દરેક સંબંધો બે તરફી હોય છે અને તમારે પણ પોતાના ભાગની ફરજ નિભાવવાની છે. પોતાના બેસ્ટ એફોર્ટ આપશો તો સંબંધો જળવાશે.
એન્જલ મેસેજ: આ સપ્તાહે ગીતો, વાતો અને ખાસ અવાજ દ્વારા એન્જલ્સ તમને મેસેજ આપી શકે છે.
ધન (ભ.ફ.ધ)
હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે પ્રેગનેન્ટ મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું અને મૂન મેડીટેશન કરવું. ઓવરઓલ સ્વાસ્થ્ય સારું રહે પરંતુ પગ દુઃખાવાથી તકલીફ થાય.
કરિયર: પોતાના કામમાં નવી તકો આવતી જણાયપંરતુ રિસ્ક પણ એટલું જ રહે.તેવામાં તક વિષે પૂરતી જાણી, સમજીને કોઈ પણ ડર રાખ્યા વિના આગળ વધવું.
રિલેશનશિપ: સંબંધોમાં એક પ્રકારે શાંતિ આવતી જણાય. હાર્ટ અને માઈન્ડ એક જ દિશામાં કામ કરતા થાય જેથી કરીને તમે અન્ય લોકો સાથે કડવા સંબંધો પણ સરળતાથી મેનેજ કરી શકશો.
એન્જલ મેસેજ: કોઈ પણ વ્યસન હોય તે છોડવા માટે એન્જલ્સ તમને મેસેજ આપી રહ્યા છે. તમારા વર્તનની પેટર્ન, ખોટી રિલેશનશિપ્સ કે પછી અન્ય કોઈ વ્યસન હોઈ શકે છે.
મકર (ખ.જ)
હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય હકારાત્મક જણાઈ રહ્યું છે. વધુ પડતું બોલવાથી ગળું ખરાબ થઇ શકે છે, તેથી બને તેટલું મૌન રહેવું.
કરિયર: પોતાના કરિયરમાં આગળ વધવા માટે નવી જોબની તકો આવી શકે છે. નવા શહેરમાં કે દેશમાં શિફ્ટ થવાના ચાન્સીસ પણ ઉભા થઈ શકે છે.
રિલેશનશિપ: તમારા કોઈ એક ખાસ વ્યક્તિ વિશેના વિચારો ક્લિયર કરીને તે સંબંધોને પૂર્ણ કરવા જરૂરી હોય તો તે આ સપ્તાહે કરવું જરૂરી છે.
એન્જલ મેસેજ: જો તમે નર્વસ ફીલ કરો તો માત્ર કામ પર જ ફોકસ કરીને આગળ વધવું.
કુંભ (ગ.શ.સ.ષ)
હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય ખૂબ જ સારું જણાય અને હ્રદય સંબંધિત બીમારીઓથી છૂટકારો મળી શકે છે.
કરિયર: તમારા કામના સ્થળે તમારા કલીગ્સ અથવા તમારા કોઈ પણ ક્લાયન્ટને જજ કરવા નહિ. સંપૂર્ણપણે એક બીજાના વિચારોની ક્લેરિટી આવે તે પછી જ કામ આગળ વધારવું. મહત્ત્વના દસ્તાવેજો ખાસ વાંચ્યા બાદ જ સાઈન કરવા.
રિલેશનશિપ: તમારા પાર્ટનર સાથેના સંબંધોમાં ખૂબ લેઝીનેસ દેખાઈ રહી છે અને તેના કારણે ઝગડા થાય અને ઈમોશનલ ડીસસેટિસફેક્શન ઉભું થઇ શકે છે.
એન્જલ મેસેજ: ખાસ કરીને આધ્યાત્મિક ક્ષેત્રમાં કામ કરતા લોકોએ પોતાના વિઝન પર વિશ્વાસ કરવો, જે તમને તમારા હિલીંગ, ટીચિંગ અને માર્ગદર્શનના ક્ષેત્રમાં મદદ કરશે.
મીન (દ.ચ.ઝ.થ)
હેલ્થ: સ્વાસ્થ્ય ખૂબ સારું રહે પરંતુ જો આ અવસ્થામાં ફૂડ અને પોતાની અન્ય આદતો પર કંટ્રોલ નહિ કરો તો મોટી બીમારી નજીકના ભવિષ્યમાં આવી શકે છે. જૂની બીમારી પરત ના આવે તેનું ધ્યાન રાખવું.
કરિયર: ઘણું બધું કામ એકસાથે લઇ લેવાથી ખૂબ જ ફસ્ટ્રેશન આવી શકે છે. જેટલું કામ થઇ શકે તેમ હોય તેટલું જ હાથ પર લેવું. બને તો કામમાંથી બ્રેક લેવો.
રિલેશનશિપ: તમને ના ખબર હોય તેવી બાબતો તમારી સામે આવી શકે છે. જે દેખાય છે તેના કરતા હકીકત અલગ હોઈ શકે છે એટલે વાત આખી જાણ્યા વિના કોઈ પર વ્યક્તિ પર ભરોસો કે શક કરવો નહિ. એન્જલ મેસેજ: આ સપ્તાહે તમારો જીવન પર્પસ લોકોને પ્રેમનું મહત્ત્વ સમજાવવાનો રહેશે.