scorecardresearch

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ: વર્ષનું છેલ્લું અઠવાડિયું તમામ રાશિના જાતકો માટે કેવું રહેશે? વાંચો ટેરો કાર્ડ રાશિ ભવિષ્ય

Tarot Card Weekly Prediction: દરેક રાશિની આ સપ્તાહે કેવી રહેશે હેલ્થ, કારકિર્દી અને સંબંધોમાં શું આવશે ઉતાર-ચડાવ તે પ્રિડીકશન ટેરો કાર્ડ્સ દ્વારા. સાથે જ એન્જલ મેસેજ પણ. (18થી 24 ડિસેમ્બર)

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ: વર્ષનું છેલ્લું અઠવાડિયું તમામ રાશિના જાતકો માટે કેવું રહેશે? વાંચો ટેરો કાર્ડ રાશિ ભવિષ્ય
ટેરો કાર્ડ રાશિ ભવિષ્ય

Tarot Card Weekly Prediction: દરેક રાશિની આ સપ્તાહે કેવી રહેશે હેલ્થ, કારકિર્દી અને સંબંધોમાં શું આવશે ઉતાર-ચડાવ તે પ્રિડીકશન ટેરો કાર્ડ્સ દ્વારા. સાથે જ એન્જલ મેસેજ પણ. (25થી 31ડિસેમ્બર)

મેષ (અ.લ.ઈ)

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહ સામાન્ય રહેશે. પગનો દુઃખાવો રહી શકે છે. માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવી, વધારે પડતા વિચારો કરવાથી બચવું.

કરિયર: તમારી કારકિર્દીમાં અન્ય લોકોનો પ્રભાવ ખૂબ જ વધારે જણાઈ રહ્યો છે, તો આ સપ્તાહે તમારે પોતાના વિચારો અલગ કરવાના છે અને જોવાનું રહેશે કે, ખ્ર્કેખ્ર તમારે તમારા કરિયર બાબતે શું કરવું છે.

રિલેશનશિપ: ઘરમાં નવું કામ કાજ શરુ કરાવવા માટે ખૂબ જ સારો સમય જણાય. કોઈ પણ કાર્ય કરતા પહેલા અથવા મહત્ત્વનો નિર્ણય લેતા પહેલા પરિવારના સભ્યો સાથે તેની ચર્ચા કરવી.

એન્જલ મેસેજ: પિતૃઓના આશીર્વાદ મળે તે માટે પ્રાર્થના કરવી.

વૃષભ (બ.વ.ઉ)

હેલ્થ: લાંબા સમયથી કોઈ નાની સ્વાસ્થ્યની તકલીફ હોય તો તે બાબતે આ સપ્તાહે ડોક્ટર સાથે કન્સલ્ટ કરવું ઇતવાહ છે. ઓવરઓલ સ્વાસ્થ્ય સારું જણાઈ રહ્યું છે.

કરિયર: કોઈ પણ વિચાર્યા વિનાનો નિર્ણય અથવા નવું વેન્ચર શરુ કરવાનું વિચારવું નહિ. કારકિર્દીના જે પ્લાન હોય તે બિઝનેસ હોય કે જોબ પહેલા યોગ્ય રીસર્ચ કરવું અને એ પછી જ આગળ વધવું.

રિલેશનશિપ: તમારા નજીકના સબંધો ખૂબ જ હકારાત્મક રીતે જળવાયેલા રહે. કોમ્યુનિકેશન યોગ્ય રીતે કરવાથી તમારા બધા જ કામ થઇ જાય.

એન્જલ મેસેજ: તમારી આધ્યાત્મની સફર શરુ કરવા માટે યોગ્ય સપ્તાહ.

મિથુન (ક.છ.ઘ)

હેલ્થ: માથાના દુઃખાવાની ફરિયાદ સતત રહ્યા કરે. કામનો વધુ પડતો બોજ બોડી પેઈનનું કારણ બની શકે છે. શોલ્ડર પેઈન પણ આવી શકે છે.

કરિયર: આ સપ્તાહે બોસની વાત માનીને જ કામ કરવું, પોતાના કોઈ જ આઈડીયાઝ આપવા નહિ. બિઝનેસ કરતા હોવ તો સ્ટાફનો કંટ્રોલ પોતાના હાથમાં લેવો. સ્ટાફને ફાયદો થાય તેવી કોઈ પોલીસી બનાવવી.

રિલેશનશિપ: પ્રેમ જીવન ખૂબ જ સુખપૂર્ણ રહે. નવી રિલેશનશિપ અથવા લવ ઓફ લાઈફ તમને આ સપ્તાહે મળી શકે છે. પ્રપોઝ કરવા માટે યોગ્ય સમય.

એન્જલ મેસેજ: સિંગિંગ અને ડાન્સિંગ જેવી પ્રવૃત્તિ તમને ફ્રેશ કરશે, તમારા પ્રોબ્લેમ્સના સોલ્યુશન તેમાંથી મળશે.

કર્ક (ડ.હ)

હેલ્થ: કાર્ડ્સ કહી રહ્યા છે કે, આ સપ્તાહ સ્વાસ્થ્ય બાબતે ખૂબ જ પોઝિટીવ રહે. બને તેટલું વધુ પાણી પીવું, ઈમોશન્સ બેલેન્સ કરવાથી માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે.

કરિયર: ખૂબ જ સફળતા અને એક પ્રકારના સંતોષની લાગણી કરિયર બાબતે આવે. બધી જ બાજુએથી મદદ મળે અને તમે ઈચ્છો એ દિશામાં કારકિર્દી વાળી શકશો.

રિલેશનશિપ: સ્ત્રી પાત્ર સાથેના સંબંધોમાં ઈમોશન્સ બાબતે ખાસ ધ્યાન રાખવું. ખાસ કરીને મમ્મી કે મોટી બહેન તમને ઈમોશનલ પ્રેશર કરીને વાત મનાવવાનો પ્રયત્ન કરી શકે છે.

એન્જલ મેસેજ: તમારી આધ્યાત્મના પાયાથી જોડાયેલા પાર્ટનર દ્વારા મદદ મળી રહે. કોઈ પણ રૂટીન બની ગયેલી આદતો કે વ્યસન છોડવાનો પ્રયત્ન કરવો.

સિંહ (મ.ટ)

હેલ્થ: ખૂબ જ સકારાત્મક સ્વાસ્થ્ય સાથે ૨૦૨૨નું વર્ષ પૂર્ણ થતા જણાઈ રહ્યું છે. નેચરમાં સમય વિતાવો અને લીલા શાકભાજી તેમજ ફ્રૂટ્સ વધુ ખાવા.

કરિયર: ખૂબ જ ઝડપથી નવી તકો તમારી સામે આવી શકે છે. એકસાથે વધુ બદલાવોનો સામનો થઇ શકે છે અને ઓવરઓલ તમને તેમાંથી ફાયદો થશે.

રિલેશનશિપ: તમારા નજીકની વ્યક્તિ તરફથી આર્થિક મદદ આવી શકે છે અથવા તમારે તેમમને મદદ કરવી પડે તેમ બની શકે છે. ઉધારના પૈસા લેતા પહેલા દરેક બાબતે સ્પષ્ટતા કરવી જરૂરી.

એન્જલ મેસેજ: ઈમોશનલ સેન્સિટિવિટી ભેટ છે, તેનું સન્માન કરીને પોતાની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરવો.

કન્યા (પ.ઠ.ણ)

હેલ્થ: આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ ખૂબ જ સારું રહે. સોલાર પ્લેક્સ્સ ચક્ર સાથે મેડિટેટ કરવું. સૂર્યમુખીના બીજ ખાવાથી પણ સ્વાસ્થ્યમાં ફાયદો રહે.

કરિયર: તમારા જૂનીયરની મદદ કરવી. ઓફિસમાં કલીગની સાથે મૈત્રીપૂર્ણ વર્તન રાખવું.

રિલેશનશિપ: તમારા ઈમોશન પણ વેલિડ છે એ યાદ રાખીને ખુલ્લામને પરિવાર સાથે તેની ચર્ચા કરવી. ફેમિલીની સલાહ લેવી અને ઈમોશનલ ફૂલ ના બનો તેનું ધ્યાન રાખવું.

એન્જલ મેસેજ: તમારી કોઈ પણ મૂંઝવણ વાળી પરિસ્થિતિમાં એન્જલ્સ તમને મદળ કરે તે માટે તેમને તમને મદદ કરવા માટે પ્રાર્થના કરવી અને તેઓ મદદ કરે તે માટેની પરમિશન આપવી.

તુલા (ર.ત)

હેલ્થ: કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે અ સપ્તાહ હકારાત્મક છે. મન પ્રફુલ્લિત રહે.

કરિયર: નવી તક મેળવવા માટે અન્ય શહેરમાં કે અન્ય કંપનીમાં અપ્લાય કરવું પડી શકે છે. ફેમિલી પ્રોબ્લેમ્સ અથવા આકસ્મિક કારણોસર કામ પર તેની નકારાત્મક અસર પડી શકે છે.

રિલેશનશિપ: પોતાની જવાબદારીથી ભાગી છૂટવાનું મન થઇ શકે છે, સ્વાર્થી વિચારસરણી આવે તે શક્ય છે. પોતાના ફાયદા માટે કોઈ નજીકની વ્યક્તિનો લાભ ઉઠાવવો નહિ.

એન્જલ મેસેજ: તમે જે ગુરુ કે ભગવાનને માનતા હોવ તેમની સાથે વધુ કનેક્ટ કરવાનો પ્રયત્ન કરવો.

વૃશ્ચિક (ન.ય)

હેલ્થ: ભૂતકાળની કોઈ બીમારી પરત ફરી શકે છે. ઘાસમાં ચાલવાથી લાભ થાય.

કરિયર: તમારી ટેલેન્ટ સમજીને તમને નવી તક આપનાર કોઈક મળી શકે છે. કામને ઈમોશનલ લેવલ પર જોઇને તેણે સમજવાનો પ્રયત્ન કરવો.

રિલેશનશિપ: તમારા પાર્ટનર કે નજીકના લોકોને તેમનો સમય આપવો.

એન્જલ મેસેજ: તમારા મનની ઈચ્છા હોય તે બધી જ એટ્રેક્ટ કરવા માટે યોગ્ય સપ્તાહ. વિચારો બને તેટલા પોઝિટીવ રાખવા.

ધન (ભ.ફ.ધ)

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે વધુ પડતો ખર્ચ થવાના ચાન્સ દેખાઈ રહ્યા છે. બોડી પેઇનની સમસ્યા રહી શકે છે. એકસરસાઈઝ કરવા પર ધ્યાન રાખવું.

કરિયર: તમારા હક માટે કામના સ્થળે લડવું પડે. પોતાની વાત સમજવવા માટે અગ્રેસિવ વર્તન કરવાનું મન થાય. પોતાની જાતને પ્રોટેક્ટ કરવી.

રિલેશનશિપ: નજીકના લોકો કે મિત્રો તરફથી દગો મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

એન્જલ મેસેજ: તમારે જે કહેવું છે તે કહી શકો તે માટે તમારુ વિશુદ્ધ ચક્ર (થ્રોટ ચક્ર) ક્લીન થાય તે માટે એન્જલ્સને પ્રાર્થના કરવી.

મકર (ખ.જ)

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહ ઓવરઓલ પોઝિટીવ જણાઈ રહ્યું છે. કમરના દુઃખાવાનો ઈશ્યુ રહેવાની શક્યતા છે.

કરિયર: કામના સ્થળે કલીગની સાથે વિવાદની શક્યતાઓ જણાઈ રહી છે. તમારે બને તેટલું કામ પર ફોકસ કરવું.

રિલેશનશિપ: કોઈની મીઠી-મીઠી વાતમાં આવીને મદદ કરવાના બદલે જે વ્યક્તિઓને તમારી મદદની ખરેખર જરૂર હોય તેને જ આર્થિક મદદ કરવી.

એન્જલ મેસેજ: કઠોર અને ફિયર બેઝ્ડ એનર્જીથી પોતાની જાતને પ્રોટેક્ટ રાખવા માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી.

કુંભ (ગ.શ.સ.ષ)

હેલ્થ: આ રાશિના જાતકો માટે કાર્ડ્સ કહી રહ્યા છે કે, સ્વાસ્થ્ય સામાન્ય રહે. લીલા શક્ન્હાજી તેમજ ફાઈબર યુક્ત ખોરાક ખાવાથી હેલ્થ સારી રહે. ઓવરઈટિંગથી બચવું.

કરિયર: ખૂબ જ શાંતિથી અને તમારી રીતે તમારું પોતાનું કામ કરી શકશો. નવી તકો આવતી જણાય અને તમને ગમતું કામ મળવાની શક્યતા બને.

રિલેશનશિપ: તમારા નજીકના સંબંધોમાં ઘણા જ બદલાવ આવી રહ્યા છે. જે બદલાવ સ્વીકારીને આગળ વધવું. આ સમય તમારા સંબંધો માટે ખૂબ જ મહત્ત્વનો રહેશે.

એન્જલ મેસેજ: બને તેટલો વધુ સમય નેચરમાં વિતાવવો. લાઈફ પર્પસ શોધવાનો પ્રયત્ન કરવો.

મીન (દ.ચ.ઝ.થ)

હેલ્થ: પૈસા બચાવવાના કે કમાવવાના હેતુથી સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં કરવા નહિ.

કરિયર: ભૂતકાળમાં લીધેલા નિર્ણયોની માંથી અસર આ સપ્તાહે તમારા કરિયર પર પડી શકે છે. તમારા પોતાના જીવનનો કંટ્રોલ આ સપ્તાહે હાથમાં લેવો ફરજીયાત જણાય. લાગણીવશ થઈને કોઈ પણ ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ.

રિલેશનશિપ: અંગત સંબંધોમાં તિરાડ પડી શકે છે. દગો તમે આપી શકો છો અથવા સામેથી મળે તેવી શક્યતા. પૈસાના કારણે અનાગત સંબંધો બગડી શકે છે.

એન્જલ મેસેજ: પ્રોસેસ્ડ કે પેકેટ ફૂડ ખાવાનું ટાળવું. તમને નુકસાન કરે તેવી વ્યક્તિઓ, વસ્તુઓ અને સંબંધથી દૂર રહેવું.

Web Title: Tarot card weekly horoscope prediction rashifal saptahik 25 to 31 december rashibhavishya

Best of Express