scorecardresearch

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયું તમામ રાશિના જાતકો માટે કેવું રહેશે?, વાંચો ટેરો કાર્ડ રાશિ ભવિષ્ય

Tarot Card Weekly Prediction: દરેક રાશિની આ સપ્તાહે કેવી રહેશે હેલ્થ, કારકિર્દી અને સંબંધોમાં શું આવશે ઉતાર-ચડાવ તે પ્રિડીકશન ટેરો કાર્ડ્સ દ્વારા. સાથે જ એન્જલ મેસેજ પણ. (27 નવેમ્બરથી 3 ડિસેમ્બર)

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયું તમામ રાશિના જાતકો માટે કેવું રહેશે?, વાંચો ટેરો કાર્ડ રાશિ ભવિષ્ય
ટેરો કાર્ડ રાશિ ભવિષ્ય

Tarot Card Weekly Prediction: દરેક રાશિની આ સપ્તાહે કેવી રહેશે હેલ્થ, કારકિર્દી અને સંબંધોમાં શું આવશે ઉતાર-ચડાવ તે પ્રિડીકશન ટેરો કાર્ડ્સ દ્વારા. સાથે જ એન્જલ મેસેજ પણ. (27 નવેમ્બરથી 3 ડિસેમ્બર)

મેષ (અ.લ.ઈ)

હેલ્થ: મેષ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ સામાન્ય હોવાનું કાર્ડ્સ જણાવી રહ્યા છે. ઈમોશનલ પ્રોબ્લેમ્સની અસર હેલ્થ પર ના થાય તે બાબતે ખાસ ધ્યાન રાખવું. નેચર સાથે કનેક્ટેડ રહેવું.

કરિયર: જોબ કે બિઝનેસમાં ગ્રોથ આવી શકે છે. જો કે, ગ્રોથ પહેલા થોડી કપરો પરિસ્થિતિ ઝડપથી આવી રહ્યાના ચાન્સીસ પણ કાર્ડ્સ કહી રહ્યા છે. તકને ઝડપીને સ્માર્ટ મુવ લેશો તો સકસેસ ચોક્કસ મળશે.

રિલેશનશિપ: કોઈ નજીકની વ્યક્તિ અથવા લાઈફ પાર્ટનર દ્વારા વિશ્વાસઘાત થવાની શક્યતાઓ છે. તમારું દિલ તૂટી જાય તેવી કોઈ હકીકત તમારી સામે આવી શકે છે.

એન્જલ મેસેજ: તમારા પાછલા જીવનમાં જે ઘટનાઓ બની હતી તેમાંથી તમારે જે શીખ લેવાની છે અને જે રિલીઝ કરવાનું છે તે થાય તે માટે એન્જલ્સને પ્રાર્થના કરવી.

વૃષભ (બ.વ.ઉ)

હેલ્થ: શારીરિક રીતે એક્ટિવ રહીને કસરત કરવાથી હેલ્થ ખૂબ સારી રહેશે. પડવા-આખડવાથી સંભાળવું.

કરિયર: તમે જો બિઝનેસ કરતા હોવ તો તમારા ગોલ્સ અને ટાર્ગેટ આસાનીથી પૂર્ણ કરી શકશો. જોબમાં બોસના પ્લાનિંગ/વિઝનને સમજીને કામ કરવું જેથી ક્લેરિટી રહે. શિવલિંગની પૂજા કરવાથી અથવા જળ ચડાવવાથી ફાયદો રહે.

રિલેશનશિપ: મિત્ર કે સંબંધી તરફથી પૈસાની મદદ મળી શકે છે. ખાસ કરીને જે લોકોને ડિવોર્સનો કેસ ચાલી રહ્યો હોય તેમાં સામેથી પૈસા આપીને વાત પતાવવી અને મિડીએટર રાખીને તેમને વાત કરવા મોકલવા.

એન્જલ મેસેજ: તમે કોઈ પણ પ્રકારના પેરા નોર્મલ અનુભવો થાય તો તેમની પર ધ્યાન આપવું, તે યુનિવર્સ તરફથી તમારા માટે કોઈ મેસેજ હોઈ શકે છે.

મિથુન (ક.છ.ઘ)

હેલ્થ: કામના સ્ટ્રેસના કારણે માથાનો દુઃખાવો રહી શકે છે. વેકેશન લેવવું અને રિલેક્સ થવું. વધુ પડતું બર્ડન બેક પેઈન આપી શકે છે.

કરિયર: તમારી પાસે ઘણી બધી નવી તકો છે અને એક સાથે ઘણું કામ પણ છે. જે કામ પતાવવા માટે પ્લાનિંગ ની જરૂર છે. તમારી ટીમ કે કલીગ પાસે કામ લેવું. મદદ સામેથી માંગવી. કરિયર પાછળ ભાગીને પોતાની જાત ભૂલી જવી નહિ.

રિલેશનશિપ: ઘણા સમયથી પરિવારમાં ચાલી રહેલો કલેશ આ સપ્તાહે દૂર કરવાનો પ્રયત્ન કરશો તો સફળતા મળશે. જ્યાં તમારો વાંક હોય તે સ્વીકારવું, ઈગો બાજુ પર મૂકીને શાંત ચિત્તે એકબીજા સાથે વાત કરવી.

એન્જલ મેસેજ: જયારે કોઈ પણ નેગેટિવ વિચાર આવે કે તરત ક ‘કેન્સલ ક્લિયર, ડિલીટ’ એમ બોલીને એ વિચારના સ્થાને પોઝિટીવ વિચાર કરવો.

કર્ક (ડ.હ)

હેલ્થ: આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ ખૂબ જ પોઝિટીવ જણાઈ રહ્યું છે. વધારે પડતી એનર્જી રહેશે જે યોગ્ય બાજુ વાળવાથી હેલ્થ ઈશ્યુ નહિ આવે.

કરિયર: તમારા કામનો કંટ્રોલ તમારે પોતાના હાથમાં લઈને તમારી વર્ક લાઈફ બેલેન્સ કરવી પડશે. ઓવરઓલ ગ્રોથ આવશે. પોતાના કામમાં ટ્રાન્સપરન્ટ રહેવું.

રિલેશનશિપ: લાઈફ પાર્ટનરનો પૂર્ણ સપોર્ટ મળી રહે. તમે જેવા છો એ જ રીતે અન્ય લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કરવો. પોતાના ઈમોશન્સ સમજીને તેના પર એક્ટ કરવું.

એન્જલ મેસેજ: કોઈ પણ પ્રકારના પેકેટ ફૂડ કે કેમિકલ યુક્ત ખોરાકથી દૂર રહેવું. બને તેટલા વધુ ફ્રુટ્સ ખાવા. સેકરલ ચક્ર મેડીટેશન કરવું.

સિંહ (મ.ટ)

હેલ્થ: કાર્ડ્સ કહી રહ્યા છે કે, શોલ્ડર પેઈન, હાર્ટ પેઈન અને પગના દુઃખાવાથી સાચવવું પડશે. માત્ર પૈસા પાછળ ભાગ્ય વિના હેલ્થ બાબતે ધ્યાન આપવું આ સપ્તાહે અત્યંત જરૂરી છે.

કરિયર: સામેથી નવી તકો આવી શકે છે. વધુ સેલેરીની જોબ કે નવો પ્રોજેક્ટ આ સપ્તાહે મળી શકે છે. કોઈ પણ ડોક્યુમેન્ટ સાઈન કરતા પહેલા અવશ્ય વાંચવા અને પ્રોપર રીસર્ચ કરીને જ કોઈ કામ હાથ પર લેવું.

રિલેશનશિપ: તમારી સમજણ શક્તિના આધારે દરેક સંબંધને સાચવવા. તમારા પોતાના ઈમોશન સમજવાનો પ્રયત્ન કરવો.

એન્જલ મેસેજ: તમારા વિચારો અને એક્શન્સ મેચ થાય તે ખૂબ જરૂરી છે.

કન્યા (પ.ઠ.ણ)

હેલ્થ: આ રાશિના જાતકો માટે આ સપ્તાહે સ્વાસ્થ્ય ઓવરઓલ ખૂબ જ પોઝિટીવ જણાઈ રહ્યું છે. પગનો જૂનો દુઃખાવો હોય તો તેમાં રાહત મળશે. તમારે સ્વયં જ પોતાન હેલ્થ ઈશ્યુ પર ધ્યાન આપીને સોલ્વ કરવા પડશે.

કરિયર: તમારા મિત્ર કે અન્ય કોઈ પણ સાથે તમારા કરિયરની સરખામણી કરવાથી તમારા કામમાંથી તમને રસ ઓછો થવાના ચાન્સીસ છે. તમારા કામને મહત્ત્વ આપવું અને તમે જે ફિલ્ડમાં છો તે યોગ્ય છે અને એ તમારું ટેલેન્ટ છે માટે અન્ય કોઈ વ્યક્તિને જોઇને પોતાનું કરિયર બગાડવું નહિ.

રિલેશનશિપ: કોઈ પણ નવા સંબંધની શરુઆત કરતા પહેલા આ સપ્તાહે તે સંબંધ ભવિષ્યમાં તમારા માટે શું લાવી શકે છે તે બાબતે વિચાર કરવો. વધુ પડતો ટ્રસ્ટ કોઈના પર કરવો નહિ.

એન્જલ મેસેજ: તમારે જે અચિવ કરવું છે તે માટે મેનીફેસ્ટ આ સપ્તાહે કરશો તો ખૂબ જલ્દી પરિણામો મળશે.

તુલા (ર.ત)

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહ સામાન્ય જણાઈ રહ્યું છે. હેલ્થ બાબતે લાંબા સમયથી ચાલી રહેલી તકલીફનું નિવારણ આ સપ્તાહે મળી શકે છે.

કરિયર: કરિયર બાબતે અસંતોષ અને વાસ્તવિકતા સ્વીકારવામાં તકલીફ થઇ શકે છે. તમારા નિયમો કે સમજણ પ્રમાણે દરેક વ્યક્તિ કામ કરે તેવું નહિ બને માટે જ્યાં ફ્લેસીબ્લ થવું પડે ત્યાં પોતાની માન્યતાઓ બાજુ પર મૂકીને ખુલ્લા મને અન્ય લોકોની વાત સાંભળવી. મદદ લેવામાં સંકોચ રાખવો નહિ.

રિલેશનશિપ: નજીકની વ્યક્તિઓ સાથે પ્રેમથી વર્તન કરવું. તમારા મનની લાગણીઓ તેમને માત્ર બોલીને નહિ પરંતુ એક્શન દ્વારા પણ વર્તાવવી.

એન્જલ મેસેજ: તમારા પૂર્વજોના આશીર્વાદ મળી રહે તે માટે પ્રાર્થના કરવી.

વૃશ્ચિક (ન.ય)

હેલ્થ: વધુ પડતા કામના કારણે હાથનો દુઃખાવો રહી શકે છે. પોતાના જ ઈમોશન્સ નહિ સમજી શકવાના કારણે બોડી પેઈન રહી શકે છે. એ સિવાય સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ હકારાત્મક રહેશે.

કરિયર: કરિયર બાબતે નવી તકો શોધવાની શરૂઆત કરવા માટે અથવા નવું કામ એસ્પ્લોર કરવા માટે આ યોગ્ય સપ્તાહ છે. જોબ લોકેશન કે પ્રોજેક્ટ લોકેશન ચેન્જ કરવાનું વિચારતા હોવ તો તે માટે સપ્તાહ શુભ.

રિલેશનશિપ: લાંબા સમયથી ચાલી રહેલા પ્રોબ્લેમ્સ અને કોમ્યુનિકેશન ગેપના કારણે સંબંધોમાં ઉચાટ રહે. કામમાંથી બ્રેક લઈને પરિવારને સમય આપવો.

એન્જલ મેસેજ: રિલેક્સ થવા માટે સિંગિંગ અને ડાન્સિંગ મ્દ્દ્રીપ રહેશે.

ધન (ભ.ફ.ધ)

હેલ્થ: કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ સામાન્ય રહે. ગળા કે માથાના દુઃખાવાની સમસ્યા રહી શકે છે. પૂરતી ઊંઘ લેવી અને બને તેટલું ઓછું બોલવું.

કરિયર: કોઈ પણ નવી ડીલ કરતા પહેલા તે કંપની, વ્યક્તિ અને કામ બાબતે વ્યવસ્થિત રીસર્ચ કરવું. ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા એક્સપર્ટની સલાહ ચોક્કસ લેવી.

રિલેશનશિપ: માત્ર સંબંધ સાચવવા માટે થઈને તમારા ઇનર વેલ્યુઝ સાથે સમાધાન કરવું નહિ. ટૂંકા ગાળાનું સમાધાન લાંબા ગાળે તમને નુકસાન કરશે.

એન્જલ મેસેજ: તમે કોઈ પણ ટોક્સિક એનર્જી એબ્સોર્બ કરી હોય તે ક્લિયર થાય તે માટે એન્જલ્સને પ્રાર્થના કરવી.

મકર (ખ.જ)

હેલ્થ: આ સપ્તાહે હેલ્થ પ્રોબ્લેમ્સમાંથી ખૂબ જ જલ્દી બહાર આવી શકશો. ઓવરઓલ સ્વાસ્થ્ય આ સપ્તાહે તમને સપોર્ટ કરશે.

કરિયર: સળીઓ અને સ્ટડી ગ્રોથ કરિયરમાં આવી રહ્યો છે. ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ.

રિલેશનશિપ: અન્ય લોકોની વાતોમાં આવીને મહત્ત્વના અંગત નિણર્યો લેવા નહિ. મેડીટેશન કરવું, પોતાના વિચારો પર ફોકસ કરવું. ઈમોશન્સ બેલેન્સ થાય તે પછી જ તમારી રીતે તમારા જીવનમાં આગળ વધવું.

એન્જલ મેસેજ: આ ર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી કે તમને પર્પલ લાઈટથી પ્રોટેક્ટ કરે.

કુંભ (ગ.શ.સ.ષ)

હેલ્થ: આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ સપોર્ટિવ જણાઈ રહ્યું છે. રેગ્યુલર એકસરસાઈઝ અને એક્ટિવિટી રાખવાથી લાભ મળે.

કરિયર: જોબ ચેન્જ કે બિઝનેસમાં મોટા ચેન્જીસના નિર્ણય લેતા પહેલા તમારી માનસિક શાંતિને પ્રાયોરીટીમાં રાખવી. જ્યાં સુધી તમારી મન અને મગજ બંને એક જ નિણર્ય પર ના આવે ત્યાં સુધી કારકિર્દી બાબતે કોઈ ઉતાવળિયા પગલા લેવા નહિ.

રિલેશનશિપ: આર્થિક બાબતોના કારણે પરિવારમાં કલેશ ઉભો થઇ શકે છે. તમે વિચાર્યું ના હોય તેવી હકીકતો સામે આવી શકે છે.

એન્જલ મેસેજ: તમારામાં રહેલી સ્કિલ્સ ફાઈન કરવા માટે કે પછી આધ્યાત્મના રસ્તે આગળ વધવા માટે વર્કશોપ અને સેમિનાર હેલ્પફુલ થશે.

મીન (દ.ચ.ઝ.થ)

હેલ્થ: કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહે ચિંતા કરવાની જરૂર નથી. મેડીટેશન કરવું અને બને તેટલો વધુ સમય નેચરમાં વિતાવવો. કબજીયાતની સમસ્યા રહી શકે છે.

કરિયર: તમારી ટેલેન્ટ તમારે જાતે સમજીને પોતાના માટે સ્ટેન્ડ લેવું. અન્ય લોકો ત્મ્મને રોકવાનો પ્રયત્ન કરશે પરંતુ તમે જો ક્લિયર થશો તો તમારા પ્લાનિંગથી સકસેસ મળશે.

રિલેશનશિપ: પરિવારના સભ્યો કે અન્ય રિલેટિવ્સની નકારાત્મકતાનો બ હોગ બની શકો છો. તમારે સ્વ સમજણનો પ્રયોગ કરીને પોતાની જાત પર કામ કરવું અને રિએક્શન આપવા નહિ.

એન્જલ મેસેજ: તમારી ખોટી આદતો, વ્યસન કે એવું વર્તન જેના કારણે તમને અને અન્ય લોકોને તકલીફ રહે છે તે દૂર કરવા માટે આર્કેન્જ્લ રાફેલને મદદ માટે પ્રાર્થના કરવી.

Web Title: Tarot card weekly horoscope prediction rashifal saptahik 27 november to 3 december rashibhavishya

Best of Express