scorecardresearch

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયું તમામ રાશિના જાતકો માટે કેવું રહેશે? વાંચો ટેરો કાર્ડ રાશિ ભવિષ્ય

Tarot Card Weekly Prediction: દરેક રાશિની આ સપ્તાહે કેવી રહેશે હેલ્થ, કારકિર્દી અને સંબંધોમાં શું આવશે ઉતાર-ચડાવ તે પ્રિડીકશન ટેરો કાર્ડ્સ દ્વારા. સાથે જ એન્જલ મેસેજ પણ. (4થી 10 ડિસેમ્બર)

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયું તમામ રાશિના જાતકો માટે કેવું રહેશે? વાંચો ટેરો કાર્ડ રાશિ ભવિષ્ય
ટેરો કાર્ડ રાશિ ભવિષ્ય

Tarot Card Weekly Prediction: દરેક રાશિની આ સપ્તાહે કેવી રહેશે હેલ્થ, કારકિર્દી અને સંબંધોમાં શું આવશે ઉતાર-ચડાવ તે પ્રિડીકશન ટેરો કાર્ડ્સ દ્વારા. સાથે જ એન્જલ મેસેજ પણ. (4થી 10 ડિસેમ્બર)

મેષ (અ.લ.ઈ)

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે ઓવરઓલ સપ્તાહ સામાન્ય જણાઈ રહ્યું છ પરંતુ, ટ્રાવેલિંગ કરવાનો પ્લાન હોય તેમણે ખાસ સાચવવું અને અકસ્માતના કારણે હેલ્થ ઈશ્યુ ના આવે તેનાગથી બચવું.

કરિયર: ઓફિસમાં તમને મ્લ્વનું પ્રમોશન અન્ય કોઈને મળી જાય તેમ બની શકે છે. આ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારે બોસ કે અન્ય કલીગ્સની સાથે વિવાદમાં પડવું નહિ. માત્ર સકસેસ પર નહિ પરંતુ, તમારી ટેલેન્ટ અને તમારી કામ કરવાની પદ્ધતિ પર ધ્યાન આપીને તેમાં સુધારો લાવવાના પ્રયત્નો કરવા.

રિલેશનશિપ: ઘરે સંબંધીઓ અથવા તમારા ખૂબ નજીકના મિત્રો મળવા આવી શકે છે. કોઈક સારા સમાચાર આ સપ્તાહે મળી શકે છે. લગ્નની વાત ચાલતી હોય ત્યાં લગ્નની તારીખ નક્કી કરવા માટે યોગ્ય સપ્તાહ.

એન્જલ મેસેજ: તમારા મનની ઇચ્છાઓ, વિચારો અને સત્ય તમે બોલી શકો તે માટે એન્જ્લ્સને પ્રાર્થના કરવી.

વૃષભ (બ.વ.ઉ)

હેલ્થ: આ રાશિના જાતકોએ આ સપ્તાહે ખાસ કરીને કાનના દુઃખાવા કે કાનના રોગોથી સાચવવું. બને તેટલો વધુ સમય સવારના કૂણા તડકામાં વિતાવવો. બાળકો સાથે સમય વિતાવવાથી સ્ટ્રેસમાં રાહત રહે.

કરિયર: ઓફિસ પોલિટિક્સ થવાના ચાન્સીસ છે. તેમાં સામે કોઈ પણ એક્શન લેવા નહિ, જે પણ ચાલી રહ્યું છે તે ઓબ્સર્વ કરવું, એ સિચ્યુએશનનો ભાગ બનીને તમારો સમય આવે તેની રાહ જોવી. તમને બધું જ ખબર છે તે બતાવી દેવાની ઉતાવળ કરવી નહિ.

રિલેશનશિપ: તમારો પરિવાર તમારા લીધે જ ચાલે છે એ વાતનો ઈગો લાવવો નહિ. તમારી જવાબદારી પૂર્ણ રીતે નિભાવવી, ફરજોથી ભાગવું નહિ.

એન્જલ મેસેજ: તમારા શબ્દો અને કર્યો એકસરખા હોય તે ખૂબ જરૂરી છે.

મિથુન (ક.છ.ઘ)

હેલ્થ: ખૂબ બધો વર્ક લોડ આ સપ્તાહે રહેશે જેના કારણે શોલ્ડર પેઈન અને માથાનો દુઃખાવો તેમને હેરાન કરી શકે છે. નેચર સાથે કનેક્ટ રહેવાથી લાભ થાય.

કરિયર: તમારા કામ અને અન્ય એમ્પ્લોય માટેના તમારા વિચારો ટ્રાન્સપરન્ટ થઈને કહેવા અને તે સાથે જ તમારા કેહ્વાનો વે જેન્ટલ અને કોઈને ખોટું ના લાગે તેવો રાખવો. પ્રેમ અને આત્મીયતા સાથે વ્રત કરવાથી બધા જ કામ થશે.

રિલેશનશિપ: બને તો આ સપ્તાહે પોતાની જાત સાથેન અ સંબંધો પર વધારે ફોકસ કરવું.

એન્જલ મેસેજ: કોઈ પણ નેગેટિવ વિચાર આવે તો તરત જ ‘કેન્સલ, ક્લિયર, ડિલીટ એમ બોલીને તે વિચારના સ્થાને તરત જ પોઝિટીવ વિચાર કરવો.

કર્ક (ડ.હ)

હેલ્થ: આ સપ્તાહે કામના બર્ડનના લીધે પગના દુઃખાવાની સમસ્યા રહેશે. નાક બંધ થવાની કે શરદીની સમયના લીધે તમારા પ્લાનિંગ પોસ્ટપોન થઇ શકે છે.

કરિયર: અનાગત જીવનની તકલીફોના લીધે કામમાં ડીલે થાય. તમે જે સકસેસ ડિઝર્વ કરતા હોવ તે અન્ય કોઈ તમારો ભોળપણનો ફાયદો ઉઠાવીને પોતાના નામે કરી જાય.

રિલેશનશિપ: ઘરના તમે આપીને કરેલ કમાણીના કારણે માહોલ સારો રહે. તમારું ફોકસ પૈસા કમાવવા પર છે તે વાતનો વિશ્વાસ પરિવારને અપાવવો.

એન્જલ મેસેજ: વર્કશોપ અને સેમિનાર એટેન્ડ કરવાથી ફાયદો રહે.

સિંહ (મ.ટ)

હેલ્થ: તમારા જે હેલ્થ પ્રોબ્લેમ લાંબા સમયથી હોય અને દવાથી સારું ના થઇ રહ્યું હોય તો નેચરોપેથી અજમાવવાથી લાભ થશે. હાયજીન પર ખાસ ધ્યાન આપવું.

કરિયર: ઘણી બધી નવી તકો તમારી સામે સામે ચાલીને આવશે. તમારી પાસે કરિયર ગ્રોથના ચાન્સીસ લેવા માટેનો આ યોગ્ય સમય છે. ઘર લેવાનું સપનું હોય તો તે આ સપ્તાહે પૂરું થતું જણાય.

રિલેશનશિપ: કોઈ રિલેટીવ વિદેશથી આવવાના હોય તેમને મળવાના ચાન્સીસ છે.

એન્જલ મેસેજ: તમે જે પણ કપરી પરિસ્થિતિમાં હોવ તેમાં પ્રોટેક્શન મળે તે માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી.

કન્યા (પ.ઠ.ણ)

હેલ્થ: કાર્ડ્સ કહી રહ્યા છે કે, તમારા માટે સ્વાસ્થ્ય બાબતે અ સપ્તાહ ખૂબ જ પોઝિટીવ છે. વિચારો અને ઈમોશન વચ્ચેનું બેલેન્સ ન જળવાય ત્યારે સ્ટ્રેસ આવી શકે છે.

કરિયર: માત્ર માની ઓરીએન્ટેડ ગોલ ના રાખીને તમારા ક્રાફ્ટ અને ક્રિએટિવ પાર્ટ પર પણ ફોકસ કરવું. તમારા મોટા સપના પૂર્ણ કરવા માટે હજુ વધારે સમય, મહેનત અને દીર્ઘ દ્રષ્ટિ જરૂરી.

રિલેશનશિપ: તમારા મનની લાગણીઓ સતત અવગણવાના કારણે તમને પરિવારના અન્ય લોકો સાથે કનેક્ટ કરવામાં તકલીફ પડી શકે છે.

એન્જલ મેસેજ: બુક્સ લખવા કે વાંચવાનું કામ તમને તમારા લાઈફ પર્પસની નજીક લઇ જશે.

તુલા (ર.ત)

હેલ્થ: આ રાશિના જાતકો માટે આ સપ્તાહ સ્વાસ્થ્ય બાબતે થોડું કપરું સાબિત થઇ શકે છે. માઈગ્રેન કે સાયનસના દર્દીઓએ ખાસ સાચવવું. પગનો દુઃખાવો પણ વધી શકે છે.

કરિયર: તમારા બોસના દ્રષ્ટિકોણને જાણી-સમજીને કામ કરવાથી સફળતા મળશે. કોમ્પીટીશન રહેશે.

રિલેશનશિપ: તમારા પોતાના જીવનનો કંટ્રોલ તમારા હાથમાં લઈને સ્વયંને સમજવાનો સમય આવી ગયો છે. સેલ્ફ-રિલેશનશિપ પર ફોકસ કરવું.

એન્જલ મેસેજ: તમને જયારે પણ નર્વસનેસ અનુભવાય ત્યારે માત્ર તમારા કામ પર ધ્યાન આપવું.

વૃશ્ચિક (ન.ય)

હેલ્થ: તબિયતનું પૂરતું ધ્યાન રાખવું, આર પ્રોપર કરવો. અન્ય લકોની વાત માનીને કોઈ પણ દવા લેવી નહિ, પ્રોપર નિદાન કરીને દવા લેવી.

કરિયર: નવા નવા કરિયર ઓપ્શન વિચારતા પહેલા તમારામાં રહેલી ટેલેન્ટને ઓળખીને તેના પર કામ કરવાની શરૂઆત કરવી તો જ સફળતા અને આત્મસંતોષ મળશે.

રિલેશનશિપ: તમારા પરિવાર સાથેના સંબંધો આ સપ્તાહે સુમેળભર્યા રહે પરંતુ,નજીકના સમયમાં કોઈક મોટી બાબતે વિવાદની સંભાવના છે.

એન્જલ મેસેજ: મુશ્કેલ પરિસ્થિતિમાં આર્કેન્જ્લ માઈકલને યાદ કરીને તમને પ્રોટેક્ટ કરે તે માટે પ્રાર્થના કરવી.

ધન (ભ.ફ.ધ)

હેલ્થ: ઘરમાં સન લાઈટ આવે તે માટેની વ્યવસ્થા કરવી. સૂર્ય પ્રકાશના અભાવના કારણે ઘરમાં બીમારી આવી શકે છે. જેના કારણે પૈસાનો વ્યય થાય.

કરિયર: જોબ ચેન્જ કરવા માટે કે, બિઝનેસ ડીલ ક્રેક કરવાના કોઈ પણ નિર્ણયો આ સ્પ્તાહે ના લેવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. એક સાથે વધારે પડતા કામ હાથ પર ના લેવા. પૂરતી માહિતી વિના કોઈ પણ કામ ના કરવું.

રિલેશનશિપ: બેબી પ્લાન કરવા માટે યોગ્ય સપ્તાહ. લાઈફ પાર્ટનરની સલાહ બિઝનેસમાં કામ લાગી શકે છે.

એન્જલ મેસેજ: પિતૃઓને યાદ કરીને તેમના આશીર્વાદ લેવા. તેમને યાદ કરીને ગાયને રોટલી કે ઘાસ નીરવું.

મકર (ખ.જ)

હેલ્થ: હોસ્પિટલ જવાના યોગ બની શકે છે માટે જૂની બીમારી કે તકલીફના કારણે મુશ્કેલી વધે નહિ તેનું ખાસ ધ્યાન રાખવું.

કરિયર: જોબ ચેન્જ કે ટ્રાન્સફરના ચાન્સીસ જણાઈ રહ્યા છે. જો તમે એ ચાન્સ લેશો તો જવાબદારી વધશે પરંતુ લાંબા સમયે સફળતા આવશે.

રિલેશનશિપ: અત્યારે માત્ર કરિયર પર ફોકસ કરવું, કોઈ પણ ઈમોશનલ પ્રોમિસ આપવા નહિ કે નિર્ણય લેવા નહિ.

એન્જલ મેસેજ: તમારા જીવનનો કંટ્રોલ તમારા હાથમાં લેવો એ સેફ છે. તે માટે મદદ મળી રહે તે માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી.

કુંભ (ગ.શ.સ.ષ)

હેલ્થ: આ સપ્તાહે હેલ્થ ઓવરઓલ સામાન્ય રહેશે. મેદસ્વીપણું વધી ના જાય તેનું ધ્યાન રાખવું. હેલ્ધી લાઈફ સ્ટીલ પર ધ્યાન આપવું.

કરિયર: કરિયર બનાવવા માટે વિદેશ પ્રવાસના યોગ શક્ય બની શકે છે.ઓલ્ટરનેટ કરિયર ઓપ્શન રેડી ર્કાહ્વાની સલાહ કાર્ડ્સ આપી રહ્યા છે.

રિલેશનશિપ: બેબી પ્લાન કરવા માટે ખૂબ જ પોઝિટીવ સ્પ્યાહ. નવા સંબંધોની શરુઆત શક્ય બને.

એન્જલ મેસેજ: તમારી ઇચ્છાઓ પૂરી કરવા માટે મેનીફેસ્ટેશનની મદદ લેવી.

મીન (દ.ચ.ઝ.થ)

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે ખૂબ સાચવવું પડે. માથાનો દુઃખાવો રહે. પડવા આખડવાથી સંભાળવું.

કરિયર: તમારી ટેલેન્ટ બતાવવા માટે તમારે આગળ આવવું પડે. વિચારો સાથે હવે એક્શન લેવા જ પડશે નહિ તો કરિયરમાં નેગેટિવ ઈમ્પેક્ટ આવશે. પ્રોપર પ્લાનિંગ સાથે ઝડપથી આગળ વધવું.

રિલેશનશિપ: અંગત સંબંધોમાં શાંતિ જાળવવી. બાળકો સાથે સમય વિતાવવો.

એન્જલ મેસેજ: જૂની આદતો, વ્રત અને વ્યસન જે તમને તકલીફ આપી રહ્યા હોય અથવા તમારો ગ્રોથ રોકી રહ્યા હોય તે છૂટી જાય તે માટે આર્કેન્જ્લ રાફેલને પ્રાર્થના કરવી.

Web Title: Tarot card weekly horoscope prediction rashifal saptahik 4 to 10 december rashibhavishya

Best of Express