Tarot Card Weekly Prediction: દરેક રાશિની આ સપ્તાહે કેવી રહેશે હેલ્થ, કારકિર્દી અને સંબંધોમાં શું આવશે ઉતાર-ચડાવ તે પ્રિડીકશન ટેરો કાર્ડ્સ દ્વારા. સાથે જ એન્જલ મેસેજ પણ. (ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ – 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર)
મેષ (અ.લ.ઈ)
હેલ્થ: કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, નવા વર્ષની શરૂઆતના સપ્તાહમાં સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે અને જો ડાયટ તેમજ કસરત પર યોગ્ય રીતે ફોકસ કરવામાં આવે તો સ્વાસ્થ્યમાં ફાયદો રહેશે. ફિઝીકલ એકસરસાઈઝ, યોગ્ય કોમ્યુનિકેશન અને ઈમોશનયોગ્ય રીતે કન્વે કરવાથી અને અન્ય લોકોની વાત સારી રીતે સમજવાથી તબિયત પર પોઝિટીવ ઈફેક્ટ જોવા મળશે.
કરિયર: તમારી ટેલેન્ટ અને સ્કિલ્સનો યોગ્ય ઉપયોગ તમે ત્યારે જ કરી શકશો જયારે તમે તમારી યુનિકનેસને સમજીને સ્વીકારશો. અન્ય લોકોની વાતમાં આચીને પસંદ કરેલા કરિયર ઓપ્શનમાં તમને ખુશી અને સંતોષ નહિ મળે. ટેલેન્ટ ના હોય તેવા લોકો તમને ઓવરપાવર ના કરે તેનું ખાસ ધ્યાન રાખવું.
રિલેશનશિપ: કોઈ પણ નજીકની વ્યક્તિ સાથે વધુ પડતા વાદ-વિવાદમાં પડવાનું ટાળવું. જેટલું જરૂર હોય તેટલું જ બોલવું. બને તેટલું વધારે મૌન રહેવું.
એન્જલ મેસેજ: તમારી ચિંતાઓ કે ઇચ્છાઓને એક કાગળ પર લખીને એક ડબ્બીમાં ભગવાનના મંદિરમાં મૂકી દો અને પ્રાર્થના કરો કે, તમને મદદ મળે.
વૃષભ (બ.વ.ઉ)
હેલ્થ: આ રાશિના જાતકોને આ સપ્તાહે પેટની સમસ્યા રહી શકે છે માટે કાર્ડ્સ સલાહ આપી રહ્યા છે કે, બને તેટલું સાદું ભોજન લેવું, પાણી વધારે પીવું અને સૂર્યના તડકામાં વહેલી સવારે બેસવું.
કરિયર: નવી શરુઆત કરવા માટે જૂનું છોડી દેવું જરૂરી છે. જો નવો બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા હોવ તો હાલ જે કામ કરી રહ્યા છો તેના બધા જ હિસાબ કમ્પ્લીટ કરવા. નવી જોબ શરુ કરતા પહેલા જૂની ઓફીસના બધા જ ટાસ્ક પૂર્ણ કરવા.
રિલેશનશિપ: આ બાબતે સપ્તાહ થોડું અઘરું થઇ શકે છે. માનસિક બ્લોકેજીસ લાગે. ખાસ કરીને પેરેન્ટ્સ સાથેના સંબંધોમાં વિવાદ થઇ શકે છે.
એન્જલ મેસેજ: તમે પ્રેમ આપી શકો અબે સ્વીકારી શકો અને જે પણ જવાબો તમે શોધી રહ્યા છો તે તમને મળે તે માટે હાર્ટ ચક્ર મેડીટેશન કરવું.
મિથુન (ક.છ.ઘ)
હેલ્થ: સ્વાસ્થ્યને લઈને આ સ્પ્તાહે ખાસ કાળજી ફૂડની બાબતે લેવાનું કાર્ડ્સ જણાવી રહ્યા છે. વજન ઘટાડવા માટે થઈને રેશ ડાયટ ના કરવું. આર્થિક બાબતોને લઈને ખોટા નિર્ણય કરવાથીસ્ટ્રેસના કારણે હેલ્થ બગડી શકે છે.
કરિયર: તમારા કામ માટે તમારે જે વસ્તુની સૌથી વધારે જરૂર છે તે છે ઇન્સ્પિરેશન જે તમારી અંદર જ છે. તમારી આસપાસ મદદ માટેના સોર્સ અવેલેબલ જ છે, જેની પાસથી તમારે મદદ લવાની છે.
રિલેશનશિપ: તમારા નજીકની વ્યક્તિઓના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજવા માટે તેમના દ્રષ્ટિકોણથી વિચારવું ખૂબ જ જરૂરી છે. લોજીક અને પ્રેક્ટીકાલિટીથી પર જઈને સામેની વ્યક્તિના ઈમોશન અને ભાવ સમજવાનો પ્રયત્ન કરવો.
એન્જલ મેસેજ: આ સપ્તાહે નેચર સાથે કનેક્ટ કરવાથી અને મધર નેચરને હેલ્પ કરવાથી તમે તમારા લાઈફ પર્પસની નજીક જશો.
કર્ક (ડ.હ)
હેલ્થ: ઘણા સમયથી ચાલી રહેલી માનસિક દુવિધાઓના કારણે હેલ્થ પર થયેલી નેગેટિવ ઈફેક્ટ આ સપ્તાહે રિલીઝ થશે. હાર્ટ ચક્ર અને સોલાર પ્લેક્સ્સ ચક્ર મેડીટેશન કરવાથી રાહત રહે.
કરિયર: કરિયર બરાબર ગોઠવાઈ રહ્યું છે અને બધું જ તમારા ફેવરમાં થઇ રહ્યું છે તેમ માનીને બેસી જેવું નહિ. તમારા પોતાના પ્રયત્નો જ્યાં અટકશે ત્યાં જ કારકિર્દીમાં ફરીથી મુશ્કેલી આવી શકે છે.
રિલેશનશિપ: લાઈફ પાર્ટનરનો ખૂબ જ સપોર્ટ આ સપ્તાહે મળશે. પ્રોપર કોમ્યુનિકેશન કરવું અને બને તેટલો સમય તેમની સાથે વિતાવવો.
એન્જલ મેસેજ: જૂના એટેચમેન્ટસ કે જેનાથી ડર લાગતો હોય, પાસ્ટ રિલેશનશિપ્સ અને ડિસ્ટ્રક્ટિવ પેટર્નના કોર્ડસ કટ થાય તે માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી.
સિંહ (મ.ટ)
હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય બાબતે વધુ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પોતાની જાત સાથે ખુશ રહેવું અને સેલ્ફ લવ પ્રેક્ટિસ કરવાથી હાર્ટ પર ફીલ થતી હેવીનેસ ઓછી થશે. પડવા-આખડવાથી થોડું સાચવવું.
કરિયર: તમારે જ તમારા કરિયર માટે હવે કામ શરુ કરવું પડશે. પોતાના કામ સાથે અને ટેલેન્ટ સાથે સૌથી પહેલા આત્મ-વિશ્વાસ અને ઈમોશન્સથી કનેક્ટ થઈને તમારે જે કામ કરવું છે તે શરુ કરો.
રિલેશનશિપ: પરિવારના સભ્યો સાથે કોમ્યુનિકેશન ઈશ્યુ આવી શકે છે. ચાઈલ્ડહૂડ ટ્રોમાના કારણે વર્તમાનમાં અમુક બાબતો વધુ પડતી ટ્રીગર કરે જેના લીધે સંબંધો બગડી શકે છે. ટ્રોમા શું હતા ને તેનું કારણ શું હતું તે સમજીને સેલ્ફ હિલીંગ કરવું.
એન્જલ મેસેજ: તમે જે ગુરુ કે ભગવાનમાં માનતા હોવ તેમની સાથે કનેક્ટ થઇ મેડીટેશન કરવું.
કન્યા (પ.ઠ.ણ)
હેલ્થ: કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, આ સપ્તાહે આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય બાબતે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. નાના હેલ્થ પ્રોબ્લેમ્સ આવશે તો ટૂંક સમયમાં જ સોલ્વ થઇ જશે.
કરિયર: દરેક સફળતાનો માર્ગ નિષ્ફળતા તરફથી જ આવે છે. કોઈ પણ કામ કરો છો તેમાં જો સકસેસ નથી મળી રહી તો તમારે એ ફેઇલ્યોરમાં શું શીખ છે તે સમજવાની અને તે સુધારવાની જરૂર છે. દુઃખી થઈને બેસી જવું નહિ, સેલ્ફ બ્લેમ અને નેગેટીવીટીથી દૂર રહેવું.
રિલેશનશિપ: તમે તમારા પરિવારના અમુક સભ્યો, નજીકના મિત્રો માટે ઘણી ધારણાઓ બાંધી લીધી છે અને તેના કારણે જ તમે તેમનાથી દૂર થઇ શકો છો. પોતાના જજમેન્ટ અને નેગેટિવ થોટ્સથી ઉપર જઈને જોવું, વિચારવું અને રીએક્ટ કરવું.
એન્જલ મેસેજ: તમે કરેલી પ્રાર્થનાઓના જવાન કોઈ ગીત-સંગીત કે વાતના સ્વરૂપે મળી શકે છે માટે બને તેટલું ધ્યાનથી બધું જ સાંભળવું.
તુલા (ર.ત)
હેલ્થ: આ રાશિના જાતકો પર સીઝનલ ઈફેક્ટ વધુ થઇ શકે છે. કાનમાં દુઃખાવાના પ્રોબ્લેમ થઇ શકે છે. ડ્રાય અને ઠંડા વાતાવરણમાં જતા પહેલા યોગ્ય કાળજી લેવી.
કરિયર: ખાસ કરીને આ રાશિની સ્ત્રીઓ માટે નવી કરિયર તકો આવી શકે છે. આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા હોવ તો તેનું સોલ્યુશન તમને તમારી જાત પાસેથી જ મળશે. બ્યુટી અને ફેશનના ફિલ્ડમાં કામ કરતા લોકો માટે સપ્તાહ ખૂબ જ પોઝિટીવ રહેશે.
રિલેશનશિપ: ઘણા સમયથી જે લોકો સાથે વાતચીત ઓછી થતી હતી અથવા સંબંધો જાળવી શક્ય ન હતા તેમને કનેક્ટ કરવા. ઈગો બાજુએ મૂકીને મહત્ત્વનો સંબંધ ખીલે તે માટે પ્રયત્નો કરવા.
એન્જલ મેસેજ: તમને ગમતા અથવા આધ્યાત્મ સાથે રીલેટેડ પુસ્તકો વાંચવા.
વૃશ્ચિક (ન.ય)
હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય બાબતે ખાસ સાચવવાનું કાર્ડ્સ કહી રહ્યા છે. સેવનચક્ર મેડીટેશન કરવું ફરજીયાત છે. તાવ, કફ, શરદીની સમસ્યા રહી શકે છે.
કરિયર: કરિયરના યોગ્ય પાથ પર તમે જઈ રહ્યા છો પરંતુ દરેક વસ્તુ એના સમય પર જ થાય છે તેમ સમજીને ઉતાવળ કર્યા વિના તમે કરેલા પ્રયત્નોનું હકારાત્મક પરિણામ આવે ત્યાં સુધી ધીરજપૂર્વક રાહ જોવી.
રિલેશનશિપ: પરિવાર સાથે સંબંધો સામાન્ય રહે. જેમ ચાલે છે તે રીતે જ રૂટીન પણે વ્યવહાર ચાલતો રહે અને તેમ કરવાથી ચૂકવું નહિ.
એન્જલ મેસેજ: આવડે કે નાં અવળે પરંતુ પોતાને રિલેક્સ કરવા માટે સિંગિંગ અને ડાન્સિંગ કરવું.
ધન (ભ.ફ.ધ)
હેલ્થ: કાર્ડ્સ માર્ગદર્શન આપી રહ્યા છે કે, આ સપ્તાહ સ્વાસ્થ્ય બાબતે પોઝિટીવ રહેશે. પોતાની ફૂડ હેબીટ્સ, કસરત રૂટીન કામ સાથે મેનેજ કરવું જરૂરી છે. મેડીટેશન કરવું.
કરિયર: ઘણી બધી તકો આવશે અને કામ પણ મળશે. જે પણ તકો આવે છે તેમાં પોતાની જાત પર ટ્રસ્ટ રાખીને આગળ વધવું અને એક વાર નિર્ણય લીધા બાદ પાછા નહિ વળી શકાય તે યાદ રાખવું. ટાર્ગેટ પૂર્ણ કરી શકશો.
રિલેશનશિપ: ફેમિલી સાથે બને તેટલો વધુ સમય વિતાવવો. તમારા સંબંધમાં તમારા તરફથી કોઈ ત્રીજી વ્યક્તિ એન્ટર ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
એન્જલ મેસેજ: તમે જો કોઈ પણ નેગેટિવ કે ટોક્સિક એનર્જી એબ્સોર્બ કરી હોય તે રિલીઝ થાય તે માટે એન્જલ્સને પ્રાર્થના કરવી.
મકર (ખ.જ)
હેલ્થ: લાંબા સમયથી ચાલી રહેલી ગળા અને પેટની તકલીફમાં રાહત મળી રહે. સેવન ચક્ર મેડીટેશન કરવાથી હિલીંગ થશે.
કરિયર: તમારું કરિયર અને કામ માત્ર તમે સમજી શકો છો માટે જ માત્ર પૈસા કામવાના પ્રેશરમાં આવીને પોતાના કામ સાથે સમાધાન કરવું નહિ. જરૂર પડે ત્યાં પોતાના માટે સ્ટેન્ડ લેવું અને રીયાલીટીમાં રહેવું.
રિલેશનશિપ: કોઈ નજીકની વ્યક્તિ તમને મળવા આવી શકે છે અથવા તમે તેણે મળવા જાવ તેવા સંજોગો ઉભા થઇ શકે છે. સેલ્ફ રિલેશનશિપ ડેવલપ કરવા માટે ટ્રેકિંગ પર જવાનું વિચારી શકો છો.
એન્જલ મેસેજ: તમારામાં કરેજ અને કોન્ફિડન્સ બિલ્ટ થાય તે માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી કે તમને જે સ્તરે જરૂર છે ત્યાં બધે જ પ્રોટેક્ટ કરે.
કુંભ (ગ.શ.સ.ષ)
હેલ્થ: જૂની બીમારી પરત ફરી શકે છે. માથાના દુઃખાવાની ફરિયાદ રહી શકે છે. ઘણા સમયથી દ્બવેલા ઈમોશન્સ અને જાણી જોઇને પકડી રાખેલી જૂની વાતોના કારણે સાયકોલોજીકલ પ્રોબ્લેમ આવી શકે છે. ફ્ર્ગીવ્નેસ પ્રેયર કરવી.
કરિયર: તમે લીધેલા નિર્ણયોના કારણે જ બિઝનેસમાં નુકસાન અઆવી શકે છે એવી પરિસ્થતિમાં લડવાના બદલે શાંત મને કોઈની સાથે તમારા પ્રોબ્લેમ શ્ર કરો અને તમારાથી થયેલી ભૂલોનો સ્વીકાર કરો. ઇગોના કારણે આર્થીક નુકસાન ના થાય તે ધ્યાન રાખવું.
રિલેશનશિપ: આ સપ્તાહે પોતાની સાથે તમારા સંબંધ કેવા છે તેની પર ધ્યાન આપવું. અન્ય લોકોની રીયાલીટી, સિક્રેટ્સ અને જૂઠ સામે આવી શકે છે.
એન્જલ મેસેજ: તમારી જે ઈનર વેલ્યુઝ છે તેની સાથે તમારા એક્શન મેચ થવા ખૂબ જરૂરી છે.
મીન (દ.ચ.ઝ.થ)
હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે ઘણી જ મુશ્કેલી થોડા સમયથી આવી રહી છે અને ખાસ કરીને માનસિક તણાવ વધી રહ્યો છે તેમાં રાહત મળી શકે છે. બીજા લોકોની ઇન્ફ્લુંસમાં આવીને કરેલા કામોના નેગેટિવ પરિણામો મળ્યા છે તેના લીધે હેલ્થ ખૂબ જ ઈફેક્ટ થશે. સેવન ચક્ર મેડીટેશન કરવું.
કરિયર: કારકિર્દી બબાતે કોઈ પણ નવા નિર્ણયો લેતા પહેલા ઘરેથી દૂર નેચરમાં પટાની સાથે એકલામાં સમય વિતાવો અને ખરેખર તમારે શું કરવું છે, તે બાબતે સ્પષ્ટ થયા બાદ જ આગળ વધવું.
રિલેશનશિપ: ભૂતકાળની બાબતોને લઈને પરિવારના સભ્યો સાથે બોલાચાલી કે વિવાદ થઇ શકે છે. જો કે, તમે કરેલા કર્મોનું એ પરિણામ છે તે યાદ રાખવું અને આખી ઘટનાને પોઝિટીવ લઈને સેલ્ફ લર્નિંગ અને બેટરમેન્ટ પર ફોકસ કરવું.
એન્જલ મેસેજ: રોઝ ક્વોર્ટ્ઝ અને એમેથિસ્ટ જેવા ક્રિસ્ટલ પહેરવાથી કે સાથે રાખવાથી ફાયદો થશે.