scorecardresearch

Charndra Grahan : 5 મેએ બુદ્ધ પૂર્ણિમા પર લાગશે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, આ રાશિઓને મહાધનલાભ અને ભાગ્યોદરનો યોગ

lunas eclipse astro impact : ચંદ્ર ગ્રહણ રાત્રે 8.43 વાગ્યાથી લઇને મધ્યરાત્રી સુધી 1.3 વાગ્યા સુધી રહેશે. ચંદ્રગ્રહણ પર બુદ્ધ પૂર્ણમાનો સંયોગ બની રહ્યો છે.

chandra-grahan, chandra grahan impact, chandra grahan effect
વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ

Chandra grahan 2023 date and time : વૈદિક જ્યોતિષ અનુસાર ચંદ્ર ગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં લાગશે. ચંદ્ર ગ્રહણ રાત્રે 8.43 વાગ્યાથી લઇને મધ્યરાત્રી સુધી 1.3 વાગ્યા સુધી રહેશે. ચંદ્રગ્રહણ પર બુદ્ધ પૂર્ણમાનો સંયોગ બની રહ્યો છે. આ ઉપછાયા ચંદ્ર ગ્રહણ છે. આ ચંદ્ર ગ્રહણની અસર ભારતમાં નહીં થાય. એટલા માટે સુક પણ માન્ય નહીં હોય. પરંતુ ઘટના અંતરિક્ષમાં થઈ રહી છે. જેનો પ્રભાવ દરેક રાશિઓમાં વધારે કે ઓછો પડશે. તમને એવી રાશિઓ અંગે જણાવીશું જેનો ધનલાભ અને તરક્કીનો યોગ બની રહ્યો છે.

સિંહ રાશિ

આ રાશિના જાતકો ચંદ્ર ગ્રહણ શુભ સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જોવા મળશે. સાથે જ ધન પ્રાપ્તિનો યોગ છે. સાથે રોકાણ કરવાથી ખુબ જ વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે. ક્યાંકથી ખુશખબરી મળવાના આસાર બની રહ્યા છે. ઈચ્છાઓ પુરી થઇ શકે છે. જીવનસાથી અને પરિવારના લોકો સાથે સંબંધોમાં સુધાર આવશે. પરંતુ આ સમયે થોડો ઘમંડ અને અહંકારથી બચવું.

મકર રાશિ

ચંદ્ર ગ્રહણ મકર રાશિના જાતકો માટે લાભપ્રદ સાબિત થઇ શકે છે. આ દરમિયાન લાંબા સમયથી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળશે. સાથે તમારા ભાગ્યનો સાથ મળશે. આ સમયગાળામાં અપરિણીત લોકોને લગ્ન પ્રસ્તાવ આવી શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. આ સમય ગાળામાં તમે કોઈ પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાનું મન બનાવી શકો છો. સાથે જ વેપારમાં ભારે લાભ થઈ શકે છે. કરિયરમાં લાભકારી ફેરફાર જોવા મળી શકે છે. સાથે જ ઇચ્છાઓની પૂર્તિ થઈ શકે છે. આ સમયે તમે કોઈ ધાર્મિક અથવા માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. નોકરિયાત લોકોને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ આવી શકે છે.

આ કરો ઉપાય

ચંદ્રગ્રહણ બાદ સ્નાન કરીને ઘર-કાર્યસ્થળ પર ગંગાજળ છાંટી દો. સાથે જ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ગોમતી ચક્ર ધન સ્થાન પર સ્થાપિત કરો. ચંદ્ર ગ્રહણના દિવસે આમ કરવાથી વિશેષ શુભ માનવામાં આવે છે.

Web Title: The first lunar eclipse of the year will occur on buddha purnima on 5th may

Best of Express