સૂર્ય દેવ કરશે બુધના ઘરમાં પ્રવેશ, આ ત્રણ રાશિઓની ચમકી શકે છે ભાગ્ય, અપાર ધનલાભનો પણ યોગ

Surya Grah Gochar zodiac sign impact : મિથુન રાશિ પર બુધ ગ્રહનો આધિપત્ય છે અને સૂર્યદેવ, બુધ ગ્રહમાં મિત્રતાનો ભાવ છે. એટલા માટે સૂર્યના ગોચરથી 3 રાશિના જાતકોને ધનલાભ અને તરક્કીનો યોગ બની રહ્યો છે.

Surya Grah Gochar zodiac sign impact : મિથુન રાશિ પર બુધ ગ્રહનો આધિપત્ય છે અને સૂર્યદેવ, બુધ ગ્રહમાં મિત્રતાનો ભાવ છે. એટલા માટે સૂર્યના ગોચરથી 3 રાશિના જાતકોને ધનલાભ અને તરક્કીનો યોગ બની રહ્યો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Surya gochar, sun transit in june, surya nu gochar

સૂર્ય ગોચર

Surya transit 2023 : વૈદિક જ્યોતિષમાં સૂર્ય ગ્રહ ગોચર ખૂબ જ મહત્વનું સ્થાન રાખે છે. કારણ કે સૂર્ય દેવ પિતા, સરકારી નોકરી, પ્રશાસન, આત્મા, આત્મવિશ્વાસ અને સમ્માન - પ્રતિષ્ઠાના કારણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સૂર્ય દેવ 15 જૂનને મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. તમને જણાવી દઇએ કે મિથુન રાશિ પર બુધ ગ્રહનો આધિપત્ય છે અને સૂર્યદેવ, બુધ ગ્રહમાં મિત્રતાનો ભાવ છે. એટલા માટે સૂર્યના ગોચરથી 3 રાશિના જાતકોને ધનલાભ અને તરક્કીનો યોગ બની રહ્યો છે. ચાલો જાઈએ કે ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

Advertisment

મીન રાશિ (Meen Zodiac)

આ રાશિના જાતકોને સૂર્યનું ગોચર લાભપ્રદ સિદ્ધ થઇ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિના ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહી છે. એટલા માટે આ સમયે તમારે વાહન અને પ્રોપર્ટીની સુખ પ્રાપ્ત થઇ શકે છે સાથે જ સૂર્ય ગ્રહની દ્રષ્ટી તમારી ગોચર કુંડળીના દશમ ભાવ પર પડી રહી છે. એટલા માટે નોકરીમાં કેટલાક એવા અવસરો પ્રાપ્ત થનારા છે જેની રાહ તમે ગણા સમયથી જોઈ રહ્યા છો. જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને ઉચ્ચ લાભની પ્રાપ્તી થઇ શકે છે. સાથે જ આ સમયે માતાનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. આ સમયે તમારે પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે.

આ પણ વાંચોઃ-ગુરુ બૃહસ્પતિ મંગળના ઘરમાં કરી ચૂક્યા છે પ્રવેશ, આ ત્રણ રાશિના લોકોની ધન-સંપત્તિમાં થઇ શકે છે જબરદસ્ત ઉછાળો

મેષ રાશિ (Aries Zodiac)

સૂર્ય ગ્રહનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. કારણે સૂર્ય ગ્રહ તમારી ગોચર કુંડળીમાં ત્રીજા ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યો છે. એટલા માટે આ સમયે તમારું માન-સમ્માનની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ તમારા સાહસ-પરાક્રમમાં વૃદ્ધિ થઈ શકે છે. કંઈક નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયે આરંભ કરી શકો છો. ભાગ્યનો પુરો સાથ મળશે. વિરોધી પણ હારી જશે. સાથે જ સૂર્ય ગ્રહ તમારી રાશિના પાંચમાં ભાવના સ્વામી છે. એટલા માટે આ સમયે તમારે સંતાન સંબંધી કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ સમયે તમારે ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે.

Advertisment

આ પણ વાંચોઃ-Pukhraj Gemstone: પોખરાજ નંગ આ રાશિના જાતકોએ પહેરવો જોઇએ નહીં, નહીંત્તર થશે મોટું નુકસાન : જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે જાણો

સિંહ રાશિ (leo Zodiac)

સૂર્ય દેવનો મિથુન રાશિમાં પ્રવેશ કરવાથી સિંહ રાશિના જાતકો માટે સારા દિવસોની શરુઆત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિના આવકના ભાવમાં ગોચર કરવા જઇ રહ્યા છે. એટલા માટે આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ શકે છે. સાથે જ આર્થિક સ્થિતિ મજબૂત થશે. ક્યાંયથી અટકાયેલું ધન પાછું મળી શકે છે. જ્યારે આવકમાં કોઈ નવો સોર્સ બની શકે છે. સાથે જ જૂના રોકાણથી પણ લાભ મળી શકે છે. આ સમયે તમારે પ્રોપર્ટી અથવા વાહનની લે-વેચથી લાભ મળી શકે છે.

ધર્મ ભક્તિ