નવરાત્રીમાં નોમ અને દશેરા પર ખરીદો આ વસ્તુઓ, મા લક્ષ્મી થશે પ્રશન્ન, ધન-સમૃદ્ધિ પ્રાપ્ત થવાની માન્યતા

Navami And Dussehra Shopping : અહીં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને નોમ અને દશેરા પર ખરીદવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. જીવનમાં ધન-ધાન્યની ખોટ પણ રહેતી નથી

Written by Ashish Goyal
October 10, 2024 22:59 IST
નવરાત્રીમાં નોમ અને દશેરા પર ખરીદો આ વસ્તુઓ, મા લક્ષ્મી થશે પ્રશન્ન, ધન-સમૃદ્ધિ પ્રાપ્ત થવાની માન્યતા
નવરાત્રી અને દશેરા પર કઈ કઈ વસ્તુઓ ખરીદવી શુભ છે અહીં જાણો

Navratri 2024 Navami And Dussehra Shopping Muhurat : વૈદિક જ્યોતિષમાં કેટલીક એવી તિથિઓ છે, જેના પર કંઈક નવું ખરીદવું ખૂબ જ શુભ હોય છે. મતલબ કે આ તિથિઓ પર ખરીદી કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. અહીં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને નોમ અને દશેરા પર ખરીદવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. જીવનમાં ધન-ધાન્યની ખોટ પણ રહેતી નથી. આવો જાણીએ નવરાત્રી અને દશેરા પર કઈ કઈ વસ્તુઓ ખરીદવી શુભ છે.

નવું વાહન ખરીદો

તમે નોમ અને દશેરા પર કોઈપણ નવું વાહન ખરીદી શકો છો. આમ કરવાથી તમને તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમજ વાહન ખરીદવાથી યશ-સમૃદ્ધિ આવે છે.

નવી પ્રોપર્ટી ખરીદો

નોમ અને દશેરાના દિવસે નવી સંપત્તિ ખરીદવી શુભ માનવામાં આવે છે. આમ કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ રહેશે. વ્યક્તિના જીવનમાં તમામ ભૌતિક સુખો બન્યા રહેશે.

પિત્તળનો કળશ ખરીદવો શુભ

નોમ અને દશેરાના દિવસે પિત્તળનો કળશ ખરીદવો ફાયદાકારક માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પિત્તળના કળશ પર કુબેરનો નિવાસ હોય છે. તેથી તમારે નોમ પર પિત્તળનો કળશ ખરીદવો જોઈએ, જેથી તમારા ઘરમાં સમૃદ્ધિ રહેશે. સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદ પણ રહેશે.

આ પણ વાંચો – રવિ અને સર્વાર્થ સિદ્ધિ યોગમાં ઉજવાશે દશેરા, જાણો તિથિ, પૂજાનું શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

કામધેનુ ગાય ખરીદો

કામધેનુની મૂર્તિ નવમી અને દશેરાએ ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. કામધેનુને મનોરથ પુરી કરનાર ગાય કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમારી કોઈ ઈચ્છા અધૂરી રહી જાય અથવા તમારી પાસે પૂરતા સંસાધનો ન હોય તો કામધેનુ ગાયની ખરીદી તમારી ઈચ્છાઓ પૂરી કરે છે. તેમજ જીવનમાં તમામ ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ