21 વર્ષ પછી સૂર્યની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, ઓગસ્ટમાં આ રાશિઓના શરુ થશે સારા દિવસો

Tirgrahi Yog In Leo : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો એક નિશ્ચિત અંતરાલે ગોચર કરે છે અને ત્રિગ્રહી અને ચતુર્ગ્રહી યોગ રચે છે, જે માનવ જીવન અને પૃથ્વી પર સીધી અસર કરે છે

Written by Ashish Goyal
July 23, 2024 23:19 IST
21 વર્ષ પછી સૂર્યની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, ઓગસ્ટમાં આ રાશિઓના શરુ થશે સારા દિવસો
Tirgrahi Yog In Leo: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો એક નિશ્ચિત અંતરાલે ગોચર કરે છે અને ત્રિગ્રહી અને ચતુર્ગ્રહી યોગ રચે છે

Tirgrahi Yog In Leo: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો એક નિશ્ચિત અંતરાલે ગોચર કરે છે અને ત્રિગ્રહી અને ચતુર્ગ્રહી યોગ રચે છે, જે માનવ જીવન અને પૃથ્વી પર સીધી અસર કરે છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં વેપારના દાતા બુધ અને માન સન્માનના દાતા સૂર્ય સિંહ રાશિમાં ભ્રમણ કરશે. સાથે જ ધનના દાતા શુક્ર પણ સિંહ રાશિમાં સ્થિત રહેશે. આવી સ્થિતિમાં આ ગ્રહોના સંયોજનથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. જેના કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. આ રાશિઓની સંપત્તિમાં પણ ઘણો વધારો થઈ શકે છે. આવો જાણીએ કઈ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ .

મેષ રાશિ

ત્રિગ્રહી યોગ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી પંચમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. માટે આ સમયે તમને બાળકો સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સાથે જ તમને તમારા વ્યક્તિત્વમાં ચમક જોવા મળશે અને ભાગ્યની મદદથી અનેક કાર્યો સરળતાથી પૂરા થશે. બીજી તરફ જો તમારો પ્રેમ સંબંધ છે તો લવ મેરેજ કરી શકો છો. સાથે જ તમને આકસ્મિક લાભ પણ મળી શકે છે. જે લોકો સંતાન પ્રાપ્તિ માટે ઇચ્છુક છે તેઓ સંતાન પ્રાપ્તિ કરી શકે છે.

આ પણ વાંચો – 50 વર્ષ પછી ચતુર્ગ્રહી યોગ બનવાથી આ રાશિઓના ભાગ્ય ચમકશે, શુક્ર અને સૂર્યદેવની રહેશે અસીમ કૃપા

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના ધન અને વાણી ભાવમાં બનવા જઈ રહ્યો છે. એટલે આ સમયે તમને આકસ્મિક ધનલાભનો યોગ બનશે. સાથે જ વેપારીઓ આ સમયગાળા દરમિયાન સારો નફો રળશે અને તમામ પ્રકારના પડકારોનો પણ સમજદારીપૂર્વક સામનો કરી શકશે. આ સમયે માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ તમારી વાણીમાં પ્રભાવ વધશે, જેના કારણે લોકો પ્રભાવિત થશે. સાથે જ આ સમયગાળા દરમિયાન તમારી ઈચ્છાઓ પૂરી થશે. આ સમયે તમે ધનની બચત કરવામાં સફળ રહેશો.

ધનુ રાશિ

ત્રિગ્રહી યોગ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી નવમા ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. આ સમય દરમિયાન તમે સમાજના મોટા અને પ્રભાવશાળી લોકોને મળશો, જે તમને પછીથી ફાયદો કરાવી શકે છે. સાથે જ આ સમયે તમે નાની કે મોટી યાત્રા પર જઈ શકો છો. સાથે જ ધાર્મિક કે શુભ કાર્યક્રમોમાં જોડાઈ શકો છો. ભાગ્યના સાથ-સહકારથી તમારા તમામ કાર્યો સરળતાથી પૂર્ણ થશે અને તમારું મન પ્રસન્ન અને સંતુષ્ટ રહેશે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ