kashtabhanjan salangpur temple live darshan: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. અહીં ભક્તો પોતાના કષ્ટો દૂર કરવા દાદાના ચરણોમાં શિશ ઝૂકાવે છે. ત્યારે આજના શનિવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું.
શનિવારનો દિવસ હનુમાન દાદાનો માનવામાં આવે છે. આ દિવસે ભક્તો હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે ચોક્કસ જતા હોય છે. શનિવારના દિવસે હનુમાન દાદાની પૂજા અર્ચના કરવાથી ભક્તોના દુઃખ દૂર થાય છે અને તેમના ઘરમાં ખુશીઓ આવે છે.