Today Live Darshan, પોષી પૂનમ અંબાજી પ્રાગટ્ય દિવસ, ઘરે બેઠા કરો મા અંબાના દર્શન લાઇવ

Today live Darshan Ambaji temple Mata Ambe Darshan : પોષી પૂનમ એટલે માતા જગદંબાના પ્રાગટ્ય દિવસ ઉપર ગુજરાતના વિવિધ અંબાજી મંદિરોમાં આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે.

Written by Ankit Patel
Updated : January 06, 2023 07:51 IST
Today Live Darshan, પોષી પૂનમ અંબાજી પ્રાગટ્ય દિવસ, ઘરે બેઠા કરો મા અંબાના દર્શન લાઇવ
પોષી પૂનમ અંબાજી પ્રાગટ્ય દિવસ લાઇવ દર્શન

Today live Darshan 6 January Ambaji temple : આજે પોષી પૂનમ એટલે અંબા માતાનો પ્રાગટ્ય દિવસ. ત્યારે અંબાજી સહિત વિવિધ મંદિરોમાં ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં પણ ભક્તોનું ઘોડાપૂર અંબાજી મંદિર ખાતે ઉમટી પડ્યું હતું. માતાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી હતી.

આજના વિશેષ દિવસે માતાજીના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરી રહ્યાં છે. તો મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે ખાસ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી હતી. આજના પાવન દિવસે સોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

358 સુવર્ણ કળશ ધરાવતું ભારત ભરમાં એક માત્ર શક્તિપીઠ છે. 51 શક્તિપીઠોમાં હૃદયસમુ અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અરવલ્લીની ગીરીમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી 240-20 ઉ અંક્ષાશ અને 720-51 રેખાંશ પર દરિયાઈ સપાટીથી 1600 ફુટની ઉંચાઈ પર આવેલ છે. જેની આજુબાજુ નજીકમાં આવેલ ગામોની થઈને વસ્તી આશરે 20000 જેટલી થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ