સૂર્યગ્રહણ 2024 : વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ક્યારે છે? તારીખ, સમય અને જોવાની પદ્ધતિ જાણો

Surya Grahan 2024, Solar Eclipes 2024 Date and Time, સૂર્યગ્રહણ 2024 : સૌથી મહત્વની વાત એ છે કે 2017 પછી આ પહેલું ગ્રહણ હશે જે સૌથી લાંબા સમય સુધી જોવા મળશે. અગાઉ સાત વર્ષ પહેલા અમેરિકામાં 2 મિનિટ 42 સેકન્ડ સુધીનું ગ્રહણ જોવા મળ્યું હતું.

Written by Ankit Patel
February 22, 2024 14:32 IST
સૂર્યગ્રહણ 2024 : વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ક્યારે છે? તારીખ, સમય અને જોવાની પદ્ધતિ જાણો
સૂર્ય ગ્રહણ 2024 ફાઇલ તસવીર - photo - freepik

Surya Grahan 2024, Solar Eclipes 2024 Date and Time, સૂર્યગ્રહણ 2024 : વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલે થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે વર્ષનું આ પહેલું ગ્રહણ અમેરિકામાં જોવા મળશે. સૌથી મહત્વની વાત એ છે કે 2017 પછી આ પહેલું ગ્રહણ હશે જે સૌથી લાંબા સમય સુધી જોવા મળશે. અગાઉ સાત વર્ષ પહેલા અમેરિકામાં 2 મિનિટ 42 સેકન્ડ સુધીનું ગ્રહણ જોવા મળ્યું હતું. અમે તમને પૂર્ણ સૂર્યગ્રહણ 2024ના દિવસ અને તારીખ વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ. જો તમે સૂર્યગ્રહણ વાળી જગ્યા પર છો તો તમે એને કેવી રીતે જોઈ શકો એ પણ જણાવીશું.

Solar Eclipes 2024 : સૂર્ય ગ્રહણ 2024 તારીખ, સમય

તમને જણાવી દઈએ કે ભારતમાં એવું માનવામાં આવે છે કે સૂર્યગ્રહણ અમાવસ્થાની તારીખે થાય છે. આ ગ્રહણ સોમવાર, 8 એપ્રિલ, 2024, ચૈત્ર મહિનાની અમાવાસ્યાની તારીખે થશે. પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. એપ્રિલ 2024માં દેખાતું ગ્રહણ 4 મિનિટ 28 સેકન્ડ માટે દેખાશે.

Surya Grahana : પૂર્ણ સૂર્યગ્રહણ 2024 ક્યારે બને છે?

તમને જણાવી દઈએ કે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે અને સૂર્ય સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે ત્યારે તેને પૂર્ણ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે, એવું ભાગ્યે જ બને છે કે ચંદ્ર સૂર્યના કિરણોને સંપૂર્ણપણે આવરી લે છે. એટલા માટે તે સામાન્ય સૂર્યગ્રહણથી અલગ છે. સામાન્ય રીતે ચંદ્ર સૂર્યના માત્ર એક ભાગને આવરી લે છે, જેને આપણે આંશિક સૂર્યગ્રહણ પણ કહીએ છીએ.

આ પણ વાંચો :- માર્ચ ગ્રહ ગોચર : માર્ચ મહિનામાં ગ્રહોનું મહાપરિવર્તન, આ રાશિના જાતકો થશે ધનવાન

પૂર્ણ સૂર્યગ્રહણ 2024: ક્યાં જોવું?

8 એપ્રિલે થનારું ગ્રહણ સમગ્ર વિશ્વમાં દેખાશે નહીં. નાસાનું કહેવું છે કે આ પૂર્ણ સૂર્યગ્રહણ મેક્સિકોથી શરૂ થશે અને અમેરિકાના ટેક્સાસમાંથી પસાર થશે. તમે નાસાના બ્લોગની મુલાકાત લઈને સૂર્યગ્રહણના સંપૂર્ણ સ્થાન વિશે પણ માહિતી મેળવી શકો છો.

પૂર્ણ સૂર્યગ્રહણ 2024 કેવી રીતે જોવું?

નાસા આ સંપૂર્ણ સૂર્યગ્રહણને તમામ સાવચેતીઓ સાથે જોવાની સલાહ આપે છે. તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ દરમિયાન, જ્યારે ચંદ્ર સૂર્યની સપાટીને સંપૂર્ણપણે આવરી લે છે, ત્યારે તમે તેને નરી આંખે જોઈ શકો છો. પરંતુ સામાન્ય રીતે આંખના રક્ષણ વિના સીધા સૂર્ય તરફ જોવાથી આંખોને નુકસાન થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ