TTD Online Tickets: તિરૂપતિ બાલાજી મંદિરમાં વૈકુંઠ એકાદશી દર્શન માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ, જાણો ખાસ દર્શન કેવી રીતે થશે

Vaikunta Ekadasi 2025 TTD Darshan Ticket Booking: તિરૂપતિ બાલાજી મંદિરમાં વૈકુંઠ એકાદશી 2025 કાર્યક્રમમાં ખાસ દર્શન માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ થઇ ગયું છે. ટિકિટ લેનાર ભક્તોએ દર્શન માટે લાંબી લાઇનમાં ઉભા રહેવું પડશે નહીં.

Vaikunta Ekadasi 2025 TTD Darshan Ticket Booking: તિરૂપતિ બાલાજી મંદિરમાં વૈકુંઠ એકાદશી 2025 કાર્યક્રમમાં ખાસ દર્શન માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ થઇ ગયું છે. ટિકિટ લેનાર ભક્તોએ દર્શન માટે લાંબી લાઇનમાં ઉભા રહેવું પડશે નહીં.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
TTD | TTDevasthanams | Tirupati Balaji Temple | Tirumala Tirupati Devasthanams

Tirupati Balaji Temple: તિરૂપતિ બાલાજી મંદિર દુનિયાની સૌથી ધનવાન મંદિર છે. (Photo: @TTDevasthanams)

Vaikunta Ekadasi 2025 TTD Darshan Ticket Booking: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) દ્વારા તિરુમાલાના પવિત્ર ભગવાન તિરૂપતિ બાલાજી મંદિરમાં વૈકુંઠ એકાદશી દર્શન માટે ઓનલાઇન બુકિંગ શરૂ કરી દીધું છે. આતુરતા પૂર્વક રાહ જોવાતો મહત્વપૂર્ણ ધાર્મિક કાર્યક્રમ 10 થી 19 જાન્યુઆરી 2025 ની વચ્ચે યોજાશે. આ સમયગાળા દરમિયાન, લાખો ભક્તો પ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શન કરવા આવશે.

Advertisment

ઓનલાઇન બુકિંગની વિગતો

વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ માટે ઓનલાઇન બુકિંગ 23 ડિસેમ્બર, 2024 થી સવારે 11 વાગ્યે શરૂ થયું છે. ઉપરાંત સ્પેશિયલ એન્ટ્રી દર્શન માટે 24 ડિસેમ્બર, 2024 થી સવારે 11 વાગેથી ટિકિટ બુકિંગ શરૂ થઈ છે.

ભક્તો ટીટીડીની સત્તાવાર વેબસાઇટ પરથી દર્શન માટે પોતાની ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકે છે. પવિત્ર વૈકુંઠ દ્વારમ 10 દિવસના સમયગાળા દરમિયાન સમગ્ર 10 દિવસના કાર્યક્રમ માટે ખુલ્લું રહેશે.

મોટી સંખ્યામાં યાત્રાળુઓના સંચાલન માટે તિરૂપતિ મંદિરમાં 8 અને તિરુમાલામાં એક સેન્ટર પર સ્લોટેડ સર્વ દર્શન (SSD) ટોકનનું વિતરણ કરવામાં આવશે. વિતરણ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે અને ટીટી ચીફ ઇજનેરે ખાતરી આપી છે કે પ્રક્રિયા સરળ બનાવવા માટે તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવશે.

Advertisment

નોંધનીય છે કે જે ભક્તો પાસે માન્ય દર્શન ટોકન હશે તેમને જ વૈકુંઠ દ્વાર દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે. જે ભક્તો પાસે ટિકિટ હશે તેમણે ભગવાન તિરૂપતિ બાલાજીના દર્શન માટે લાંબી લાઇનોમાં ઉભું રહેવું પડશે નહીં.

પ્રસાદ માટે સાડા 3 લાખ લાડુ તૈયાર કરાયા

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)એ વૈકુંઠ એકાદશીની ઉજવણી દરમિયાન ભક્તો માટે વધુ સારો અને અનુકૂળ અનુભવ સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. આ દરમિયાન સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ફ્રી ફૂડ (અન્નદાનમ) મળશે. ભક્તોને ચા, કોફી, દૂધ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવશે. વધારે માંગને કારણે સાડા ત્રણ લાખ લાડુ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના અધિકારીઓ પણ મંદિરની આસપાસના ટ્રાફિકની સરળ અવરજવર અને વ્યવસ્થાપન માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

પ્રવાસ ધર્મ ભક્તિ