/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-6-1.jpg)
According to Vastu Shastra, Tulsi plant is very sacred plant.
Tulsi dry plant Vastu Tips : હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. સૌથી પવિત્ર છોડ પૈકીનો એક તુલસીનો છોડ મોટાભાગના હિંદુ ઘરોમાં જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે વાસ્તુ અનુસાર તુલસી લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. તેની સાથે સુખ-સમૃદ્ધિ, ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ઉપરાંત ભગવાન વિષ્ણુને તુલસીનો છોડ ખૂબ જ પ્રિય છે અને તેમાં દેવી લક્ષ્મીનો પણ વાસ હોય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ભવિષ્યમાં આવનારી પરેશાનીઓનો પણ સંકેત આપે છે અને ઘણી બધી પરેશાનીઓને પોતાના પર લઈ લે છે. જેના કારણે લાખો પ્રયત્નો કરવા છતાં પણ તુલસીના છોડને સુકાઈ જતા બચાવી શકતા નથી. બદલાતા હવામાન અને નિયમિત જાળવણીના અભાવે ઘણી વખત તુલસીનો છોડ સુકાઈ જાય છે. આવી સ્થિતિમાં જો તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તો તેને કયા દિવસે ઉખાડવું શુભ રહેશે અને તેને જડમૂળથી કેવી રીતે ઉપાડવાથી સુખ-સમૃદ્ધિ મળે છે, ચાલો જાણીયે
તુલસીનો છોડ કયા દિવસે ઉખાડવો જોઈએ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, પૂર્ણિમા, અમાસ, એકાદશી, રવિવાર, સુતક, પિતૃપક્ષના દિવસોમાં તુલસીના છોડને ઉખાડવું જોઈએ નહીં. ઉપરોક્ત જણાવેલા દિવસો સિવાયના અન્ય કોઇ પણ દિવસે છોડને ઉખાડી શકાય છે.
તુલસીના છોડને જડમૂળથી કેવી રીતે ઉખાડવાથી શુભ ફળ મળશે?
વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડને અચાનક ઉખડી ન નાંખવો જોઈએ. તુલસીના છોડને ઉખાડવાની પહેલા સ્નાન કરવું અને ત્યારબાદ છોડમાં થોડુંક પાણી રેડવું જોઈએ, જેથી માટી નરમ બને. ત્યારબાદ દેવી લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરવું, કોઇ વસ્તુ વડે તુલસીના છોડને કુંડા કે જમીનમાંથી બહાર કાઢો. તુલસીના સુકાઇ ગયેલા છોડને વહેતા પાણીમાં વહાવી દો, કારણ કે તેને પવિત્ર છોડ માનવામાં આવે છે. આથી તુલસીના છોડને કચરામાં ફેંકવું વર્જિત છે.
સુકાયેલા તુલસીના છોડનો આવી રીતે ઉપયોગ કરવાથી થશે ફાયદો
જો તમે તુલસીના સુકાઇ ગયેલા છોડને પાણીમાં પ્રવાહિત કરવા ન ઇચ્છતા હોવ તો, તેના પાંદડા, લાકડીથી લઇને તેના મૂળ તમામનો ઉપયોગ કરી શકાય છે.
- જો છોડમાં સૂકા પાંદડા હોય, તો તેને સૌથી પહેલા ચોખ્ખી થાળી અથવા કપડામાં લો. તાજા પાંદડાની જગ્યાએ આ પાંદડા ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને અર્પણ કરી શકાય છે. ઉપરાંત તેને ચામાં પણ નાખી શકો છો.
- તુલસીના છોડને ઉખેડ્યા બાદ તેના મૂળિયા કાઢી લો. તુલસીના છોડના મૂળનો ધોયા બાદ ઉપયોગ કરી શકાય છે. ઘરના મુખ્ય દરવાજે તુલસીના મૂળને બાંધી શકાય છે, જેનાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે. ઉપરાંત તેના મૂળને લાલ કપડામાં બાંધીને હાથ પર અથવા ગળામાં પહેરવાથી ગ્રહ દોષથી રાહત મળે છે. તેની સાથે સુખ-સમૃદ્ધિ, ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે.
- તુલસીના છોડની લાકડી વિશે વાત કરીએ તો, તમે તેને નાના ટુકડા કરી શકો છો અને તેનો ઉપયોગ આહુતિ તરીકે કરી શકાય છો. ઉપરાંત તુલસીની સાત નાની લાકડીઓ લો અને તેને કપાસ અથવા સૂતરના દોરાથી લપેટીને ગાયના ઘીમાં બોળી દો. ત્યારબાદ તેને દિવામાં રાખીને પ્રગટાવો. આમ કરવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
તુલસીના કુંડામાં અન્ય કોઇ છોડ ન વાવવો
વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ સુકાઈ જાય પછી તેને જડમૂળથી ઉખાડી દો. ત્યારબાદ તે કુંડામાં તુલસીનો નવો છોડ વાવો, અન્ય કોઇ છોડ આ કુંડામાં ક્યારેય રોપશો નહીં. જો તમે તરત જ તુલસીનો છોડ ન લગાવતા હોવ તો દરરોજ તુલસીના આ કુંડાની પૂજા કરતા રહો. ઉપરાંત જો તમે તુલસીના કુંડાની માટી બદલો તો તેને સન્માનપૂર્વક સારી જગ્યાએ મૂકો. ક્યારેય તુલસીના છોડની માટીને ગંદી જગ્યાએ ફેંકશો નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us