Tulsi Vivah 2024 Date : તુલસી વિવાહ ક્યારે છે? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Tulsi Vivah 2024 Date: તુલસી વિવાહનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ દિવસે માતા તુલસી સાથે ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામના લગ્ન કરાવવામાં આવે છે

Written by Ashish Goyal
November 07, 2024 21:26 IST
Tulsi Vivah 2024 Date : તુલસી વિવાહ ક્યારે છે? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ
Tulsi Vivah 2024 Date: તુલસી વિવાહનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. (તસવીર - જનસત્તા)

Dev Uthani Ekadashi 2024, Tulsi Puja Date, Time, Vrat Vidhi, Shubh Muhurat : હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે કારતક સુદ 11ના રોજ તુલસી વિવાહ કરવામાં આવે છે. તુલસી વિવાહનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ દિવસે માતા તુલસી સાથે ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામના લગ્ન કરાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે બારસના એક દિવસ પહેલા એટલે કે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના યોગ નિદ્રાથી જાગે છે, જેને દેવઉઠની અગિયારના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસી વિવાહ કરવાથી વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં ખુશહાલી બની રહે છે. આવો જાણીએ તુલસી વિવાહની તારીખ, મુહૂર્ત અને મહત્વ.

તુલસી વિવાહ 2024 તારીખ

  • કારતક મહિનાની અગિયારસ તિથિ આરંભ – 12 નવેમ્બરે સાંજે 4.04 વાગ્યે શરૂ થશે
  • કારતક મહિનાની અગિયારસ તિથિ સમાપ્ત – 13 નવેમ્બરે બપોરે 1:01 વાગ્યે
  • તુલસી વિવાહ તારીખ- 13 નવેમ્બર 2024

તુલસી વિવાહ 2024 શુભ મુહૂર્ત

  • લાભ-ઉન્નતિ મુહૂર્ત – સવારે 6:47થી
  • અમૃત સર્વોત્તમ મુહૂર્ત – સવારે 8:06 થી 9:26 સુધી
  • શુભ-ઉત્તમ – સવારે 10:46 થી બપોરે 12:05 સુધી
  • શુભ-ઉત્તમ મુહૂર્ત – સાંજે 07:05 થી રાત્રે 08:45 સુધી

આ પણ વાંચો – ક્યારે છે કારતક પૂનમ? જાણો તારીખ, સ્નાન-દાનનું શુભ મુહૂર્ત અને મહત્વ

તુલસી વિવાહ 2024 મહત્વ

તુલસી વિવાહનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ દિવસે તુલસીના છોડ અને શાલિગ્રામ ભગવાનના વિધિપૂર્વક લગ્ન કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તુલસી માતાને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે, જેમનો જન્મ વૃંદાના રૂપમાં થયો હતો. આ દિવસે તુલસી વિવાહ કરાવવાથી દાંપત્યજીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવે છે અને ઘરમાં સુખ- સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

તુલસી પૂજા મંત્ર

તુલસી શ્રીર્મહાલક્ષ્મીવિદ્યાવિદ્યા યશસ્વિની .ધર્મ્યા ધર્માનના દેવી દેવીદેવમન: પ્રિયા.લાભતે સુતરાં ભક્તિમન્તે વિષ્ણુપદં લભેત્.તુલસી ભુર્મહાલક્ષ્મી: પદ્મિની શ્રીર્હરપ્રિયા .

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ