Vaikuntha Ekadashi 2025 : વૈકુંઠ અગિયારસ ક્યારે છે, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Vaikuntha Ekadashi 2025 Date : હિન્દુ ધર્મમાં અગિયારસનું ઘણું મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી જાતકોને શુભ ફળ મળે છે.

Written by Ashish Goyal
January 07, 2025 19:59 IST
Vaikuntha Ekadashi 2025 : વૈકુંઠ અગિયારસ ક્યારે છે, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ
Vaikuntha Ekadashi 2025 Significance, Date, and Rituals: હિન્દુ ધર્મમાં અગિયારસનું ઘણું મહત્વ છે

Vaikuntha Ekadashi 2025 Significance (વૈકુંઠ એકાદશી 2025): હિન્દુ ધર્મમાં અગિયારસનું ઘણું મહત્વ છે. હિંદુ પંચાંગ મુજબ એકાદશી દર મહિને બે વાર આવે છે, એક સુદ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી જાતકોને શુભ ફળ મળે છે. આપણે જાણીએ કે વર્ષ 2025ની પ્રથમ એકાદશી ક્યારે ઉજવવામાં આવશે તેનું શુભ મુહૂર્ત અને મહત્વ.

વર્ષ 2025ની પ્રથમ અગિયારસ ક્યારે છે?

હિંદુ પંચાંગ મુજબ વર્ષ 2025ની પહેલી એકાદશી 10 જાન્યુઆરીએ આવશે. નવા વર્ષ 2025ની પ્રથમ એકાદશી પોષ પુત્રદા એકાદશી છે, જેને વૈકુંઠ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

વૈકુંઠ એકાદશી 2025 શુભ મુહૂર્ત

હિન્દુ પંચાંગ અનુસાર અગિયારસ તિથિ 9 જાન્યુઆરી 2025 ના રોજ બપોરે 12:22 વાગ્યાથી શરૂ થશે અને 10 જાન્યુઆરી 2025 ના રોજ સવારે 10:19 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં વૈકુંઠ એકાદશીનું વ્રત 10 જાન્યુઆરીએ રાખવામાં આવશે.

વૈકુંઠ એકાદશી 2025 પારણાં શુભ મુહૂર્ત

પંચાગ અનુસાર વૈકુંઠ એકાદશીના પારણાં 11 જાન્યુઆરીએ કરવામાં આવશે. આવી સ્થિતિમાં 11 જાન્યુઆરીએ સવારે 7.15થી 8.21 વાગ્યા સુધી પારણાંનું શુભ મુહૂર્ત છે.

આ પણ વાંચો – દુર્લભ સંયોગમાં થઇ રહી છે મહા કુંભની શરૂઆત, સ્નાન કરવાથી જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ

વૈકુંઠ એકાદશીનું મહત્વ

હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા માટે એકાદશીની ઉજવણી કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકોને સંતાન નથી અને આ વ્રત રાખે છે અને સાચા દિલથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તો ભગવાન તેમની મનોકામના પૂર્ણ કરે છે. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ