Varshphal 2024: 2024માં આ 3 રાશિનું ભાગ્ય ચમકશે, ગ્રહોના રાજા સૂર્ય દેવની કૃપા થશે; ધન-સંપત્તિ અને માન-સમ્માન મળશે

Surya Gochar In Dhanu Rashifal : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય દેવ 16 ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે, આ સાથે જ કરિયર અને બિઝનેસમાં ધનલાભ થઈ શકે છે

Written by Ajay Saroya
November 13, 2023 18:59 IST
Varshphal 2024: 2024માં આ 3 રાશિનું ભાગ્ય ચમકશે, ગ્રહોના રાજા સૂર્ય દેવની કૃપા થશે; ધન-સંપત્તિ અને માન-સમ્માન મળશે
સૂર્ય ગ્રહ રાશિ પરિવર્તન કરીને ધન રાશિમાં પ્રવેશ કરશે. (Photo - Jansatta)

Surya Gochar In Dhanu Rashifal : ધનુરાશિમાં સૂર્ય સંક્રમણ: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ભગવાનને ગ્રહોના રાજા માનવામાં આવે છે. તેથી જ્યારે પણ સૂર્ય ભગવાન રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર દેશ અને દુનિયા પર પડે છે. ઉપરાંત આ પરિવર્તન કેટલાક લોકો માટે શુભ અને કેટલાક માટે અશુભ સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે 16મી ડિસેમ્બરે સૂર્ય ભગવાન ધન રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યા છે (Surya Transit In Dhan rashi). જે તેના મિત્ર ગુરુની રાશિ છે. તેથી, સૂર્ય ગ્રહના રાશિ પરિવર્તનને કારણે, વર્ષ 2024માં 3 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ કરિયર અને બિઝનેસમાં ધનલાભ થઈ શકે છે. ચાલો જાણીએ આ કઈ રાશિઓ છે…

ધન રાશિ (Dhanu Rashi)

ધન રાશિના જાતકો માટે વર્ષ 2024 તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય ભગવાન તમારી રાશિમાં જ ભ્રમણ કરવાના છે. તેમજ તે તમારી રાશિના સ્વામી ગુરુનો મિત્ર છે. તેથી આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે. વ્યક્તિત્વ આકર્ષક રહેશે. આ સમયગાળા દરમિયાન, કુટુંબ, નાણાકીય પાસું અને વ્યક્તિગત વિકાસમાં સાનુકૂળ પરિણામો પ્રાપ્ત થશે.

sun transit in dhanu | Horoscope 2024 | Surya Gochar In Dhanu | Rashifal 2024 | varshphal 2024 | horoscope 2024
સૂર્ય ગ્રહ રાશિ પરિવર્તન કરીને ધન રાશિમાં પ્રવેશ કરશે. (Photo – Jansatta)

આ રાશિના કેટલાક લોકોને વિદેશમાં કરિયર બનાવવાની અમુક તકો મળી શકે છે. સાથે જ તમારું લગ્નજીવન પણ ખુશહાલ રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. સૂર્ય ભગવાન તમારી રાશિથી નવમા ઘરના સ્વામી છે. તેથી, આ સમયે ભાગ્ય તમારો સાથ આપશે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. તેમજ આ દરમિયાન વિદ્યાર્થીઓ કોઈપણ પરીક્ષામાં સફળતા મેળવી શકે છે.

મિથુન રાશિ (Mithun Rashi)

વર્ષ 2024 મિથુન રાશિવાળા લોકો માટે શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય ભગવાન તમારી ગોચર કુંડળીના સાતમા ભવમાં ભ્રમણ કરશે. તેથી આ સમયે તમારું વૈવાહિક જીવન સુખી રહેશે. તમારા જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. તેમજ આ સમય દરમિયાન તમારામાં એક અલગ પ્રકારની હિંમત જોવા મળશે.

ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહેશે. તમે ભાગીદારીમાં લાભ મેળવી શકો છો. ઉપરાંત સૂર્ય ભગવાન તમારી રાશિથી ત્રીજા ભાવમાં જશે. તેથી આ સમયે તમને તમારા ભાઈ-બહેનોનો સહયોગ મળશે. તેમજ જે લોકો વિદેશ સાથે જોડાયેલા વેપાર કરે છે તેમના માટે આ સમય શુભ સાબિત થઈ શકે છે.

મીન રાશિ (Meen Rashi)

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિના જાતકો માટે વર્ષ 2024 અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે ગ્રહોના રાજા સૂર્ય ભગવાન તમારી રાશિથી દસમા ભાવમાં ભ્રમણ કરશે. તેથી આ સમયે તમને નોકરી – ધંધામાં સારી સફળતા મળી શકે છે. તેમજ સમયે નોકરી કરતા લોકો તેમના મનપસંદ સ્થાન પર ટ્રાન્સફર અને પ્રમોશન મેળવી શકે છે.

ઉપરાંત, કાર્યસ્થળ પર તમારા ઉપરી અધિકારીઓ તમારાથી ખૂબ ખુશ રહેશે. જે લોકો વેપારી છે તેઓને આ સમયે સારો આર્થિક લાભ મળી શકે છે. આ સમયે તમે વાહન અને મિલકત પણ ખરીદી શકો છો. ઉપરાંત સૂર્ય ભગવાન તમારી રાશિથી છઠ્ઠા ઘરના સ્વામી છે. તેથી આ સમયે તમને કોર્ટના મામલામાં સફળતા મળી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ