Vastu Tips : વાસ્તુ ટીપ્સ અનુસાર ઘરમાં આ છોડ લગાવો, ધન-સંપત્તિનો થશે વરસાદ, લક્ષ્મી માતા હંમેશા રહેશે પ્રસન્ન

Vastu Shastra Tips For Pomegranate Tree: વાસ્તુ ટીપ્સ અનુસાર છોડ - ઝાડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને આર્થિક તેમજ પારિવારિક સમસ્યાઓમાંથી રાહત મળે.

Written by Ajay Saroya
January 26, 2024 20:31 IST
Vastu Tips : વાસ્તુ ટીપ્સ અનુસાર ઘરમાં આ છોડ લગાવો, ધન-સંપત્તિનો થશે વરસાદ, લક્ષ્મી માતા હંમેશા રહેશે પ્રસન્ન
Vastu Tips For Plat : વાસ્તુ ટીપ્સ અનુસાર ઘરમાં છોડ - ઝાડ લાવવાથી ઘરનું વાસ્તુ દોષ દૂર થાય છે અને સુખ - સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે.

Vastu Shastra Tips For Pomegranate Tree: વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષો અને છોડને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જો વાસ્તુ પ્રમાણે ઘરમાં વૃકષો અને છોડ લગાવવામાં આવે તો વાસ્તુ દોષ દૂર થાય છે. તેનાથી ઘરમાં વધુ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે. તેનાથી શારીરિક, માનસિક, આર્થિક અને પારિવારિક સમસ્યાઓમાંથી રાહત મળે છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

ઘરમાં ધન – સંપત્તિનો વાસ રહે તેની માટે મોટાભાગના લોકો તુલસી, મની પ્લાન્ટ, સ્નેક પ્લાન્ટ જેવા છોડ રાખે છે. પરંતુ જો તમે ઇચ્છો છો દાડમનું ઝાડ પણ લગાવી શકો છો. ચાલો જાણીયે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં દાડમના ઝાડ લગાવવાના નિયમ, મહત્વ અને તેના ફાયદા

Vastu Tips For House | Vastu Tips For Home | Vastu Tips For Plant | vastu shastra tips
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં અમુક લકી પ્લાન્ટ લગાવવાથી સુખ-શાંતિ અને સંપત્તિ – સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. (Photo- Canva)

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દાડમનું ઝાડ લગાવવાથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે અને ધનની ક્યારેય કમી નથી રહેતી.

સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે દામડનું ઝાડ (Vastu Tips For Pomegranate Tree Benefits)

વાસ્તુ શાસ્ત્રના નિષ્ણાંતોના મતે દાડમને ભાગ્ય, સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. લાલ રંગ હૃદયનું પ્રતિનિધિત્વ કરે છે, જે જીવનમાં પ્રકાશ દર્શાવે છે અને સમૃદ્ધિ લાવે છે.

વાસ્તુ શાસ્ત્ર નિષ્ણાંતો અનુસાર, ઘરની સામે અથવા પ્રવેશદ્વારની જમણી બાજુએ દાડમનું ઝાડ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સ્થાન પર આ વૃક્ષ લગાવવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન રહે છે. તેની સાથે જ તે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યના આશીર્વાદ આપે છે, જેનાથી ઘરમાં ક્યારેય ધન અને અન્નની તંગી સર્જાતી નથી.

આ દિશામાં દાડમનું ઝાડ વાવો (Vastu Tips For Pomegranate Tree Direction)

વાસ્તુ શાસ્ત્ર નિષ્ણાતોના મતે તેને ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવું કરવું જોઈએ. આ સ્થાનને અગ્નિનું સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જેમ જેમ આર્થિક સ્થિતિ મજબૂત બને છે તેમ તેમ વંશમાં વૃદ્ધિ થાય છે.

આ પણ વાંચો | વેપાર – ધંધામાં પ્રગતિ માટે આ વાસ્તુ ટીપ્સ અજમાવો, આવક – નફામાં થશે જબરદસ્ત વધારો

આ દિશામાં દાડમનું ઝાડ ન લગાવો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર દાડમનું ઝાડ ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવવું જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. ઘરમા અશાંતિ રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ