/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/vastu-tips-2025.jpg)
વર્ષ 2025 માં સકારાત્મક અસરો માટે કયા વાસ્તુ ઉપાયો કરવા પડશે. ચાલો જાણીએ
New Year 2025 Vastu Tips : નવું વર્ષ 2025 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. દરેક વ્યક્તિ સારા અને કેટલીક ખરાબ આદતો સાથે નવા વર્ષમાં પ્રવેશ કરશે. દરેક વ્યક્તિને ઇચ્છા હોય છે નવું વર્ષ સારી રીતે પસાર થાય. ઘરમાં સુખ, શાંતિ, ધન અને સમૃદ્ધિ હોવી જોઈએ. આ સાથે દરેક સભ્ય સતત પ્રગતિ કરે. આવી સ્થિતિમાં નવા વર્ષમાં અનેક પ્રકારના ઉપાયો અપનાવવામાં આવે છે. તમે ઇચ્છો તો વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા કેટલાક ઉપાયો અપનાવી શકો છો.
વાસ્તુશાસ્ત્ર મુજબ વર્ષ 2025માં દેવી લક્ષ્મીના અસીમ આશીર્વાદ મેળવવા માટે તમે આ ટિપ્સને ફોલો કરી શકો છો. આમ કરવાથી જીવનમાંથી નકારાત્મક અસરો દૂર થઈ શકે છે. ચાલો જાણીએ વર્ષ 2025 માં સકારાત્મક અસરો માટે કયા વાસ્તુ ઉપાયો કરવા પડશે.
દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે નવા વર્ષે કરો આ કામ
શ્રી સુક્તમનો પાઠ કરો
નવા વર્ષમાં દેવી લક્ષ્મીના અનંત આશીર્વાદ મેળવવા માટે મા લક્ષ્મીના શ્રી સુકતમના પાઠ કરો. આમ કરવાથી જીવનમાં સકારાત્મક અસર પડે છે.
ગાયત્રી મંત્રનો જાપ કરો
ગાયત્રી મંત્રનો પાઠ કરવો હિંદુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવામાં નવા વર્ષે સવારે વહેલા ઉઠીને ગાયત્રી મંત્રનો જાપ કરો. તેનાથી તમારી આસપાસ સકારાત્મક વાતાવરણ સર્જાશે.
આ પણ વાંચો - નવા વર્ષમાં આ 5 રાશિઓને કરિયરમાં મળશે મોટી તક, નવી નોકરી સાથે તરક્કીના યોગ
ગાયત્રી મંત્ર
ॐ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્
ઘરના મુખ્ય દરવાજામાં બનાવો રંગોળી
નવા વર્ષ 2025માં નિત્ય કાર્ય પતાવી સ્નાન કર્યા બાદ મુખ્ય પ્રવેશદ્વાર પર રંગોળી બનાવો. આનાથી દેવી લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે.
દાન કરો
નવા વર્ષ 2025 પર જરૂરિયાતમંદોને દાન કરવું શુભ માનવામાં આવે છે. માટે આ દિવસે વસ્ત્ર, અન્ન, ધન કે યોગ્યતા અનુસાર દાન કરો અવશ્ય કરો. આમ કરવાથી જીવનમાં સુખ આવે છે. આ સાથે નોકરી-ધંધામાં સારો ફાયદો પણ થાય છે.
હનુમાન દાદાની પૂજા કરો
અંક જ્યોતિષ મુજબ વર્ષ 2025 મંગળ ગ્રહનું માનવામાં આવે છે, જેના પર હનુમાનજી શાસન કરે છે. આવી સ્થિતિમાં વર્ષ 2025માં હનુમાનજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. તેથી તેમને પીળા સિંદૂર ચઢાવવાની સાથે, જનોઇ, ચોલા વગેરે અર્પણ કરવા જોઇએ. આ સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ કરો.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us