ફ્રિજ ઉપર આ 5 વસ્તુઓને ક્યારેય ન રાખો, આર્થિક તંગી સહિત થઇ શકે આવા નુકસાન

Fridge Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓને ફ્રિજ પર રાખવાથી ઘરમાં આર્થિક તંગી આવી શકે છે. આ સાથે જ તમારે જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે

Written by Ashish Goyal
December 07, 2024 22:16 IST
ફ્રિજ ઉપર આ 5 વસ્તુઓને ક્યારેય ન રાખો, આર્થિક તંગી સહિત થઇ શકે આવા નુકસાન
Fridge Vastu Tips: ફ્રિજની ઉપર કોઈ પણ વસ્તુ મુકતા પહેલા ધ્યાન રાખવું જોઈએ (તસવીર - જનસત્તા)

Fridge Vastu Tips: આજકાલ તમને મોટાભાગના ઘરોમાં ફ્રિજ જોવા મળશે. બદલાતા સમયમાં તે દરેક ઘરમાં જરૂરિયાતનું સાધન બની ગયું છે. ખાસ કરીને ઉનાળામાં તેના વગર કામ ચાલતું નથી. તેમાં પાણીથી લઈને દૂધ-દહીંનું શાક સાથે અનેક વસ્તુઓ રાખવામાં આવે છે. સામાન્ય રીતે એવું પણ જોવા મળે છે કે કેટલાક લોકો ઘરની સજાવટ દરમિયાન કેટલીક વસ્તુઓ ફ્રિજની ઉપર રાખે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કરવું યોગ્ય છે કે નહીં?

ઘણી વખત આપણે જાણી-જોઈને કે અજાણતાં આવી વસ્તુઓ ફ્રિજ ઉપર રાખી દઈએ છીએ, જે હાનિકારક સાબિત થઇ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓને ફ્રિજ પર રાખવાથી ઘરમાં આર્થિક તંગી આવી શકે છે. આ સાથે જ તમારે જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. જે રીતે આપણે ફ્રિજની અંદર જે વસ્તુઓ રાખીએ છીએ તેનું ધ્યાન રાખીએ છીએ, તેવી જ રીતે ફ્રિજની ઉપર કોઈ પણ વસ્તુ મુકતા પહેલા ધ્યાન રાખવું જોઈએ. કારણ કે વાસ્તુ મુજબ કેટલીક વસ્તુઓ એવી છે જે તેના પર રાખવાથી ટાળવી જોઈએ. આવો જાણીએ આ બાબતો વિશે.

વાંસનો છોડ ફ્રિજ પર ન રાખો

ઘણીવાર લોકો ઘરની સજાવટ માટે વાંસનો છોડ ખરીદે છે અને તેને ટેબલ પર રાખવાની સાથસાથે ફ્રિજની ઉપર પણ રાખે છે. પરંતુ વાસ્તુ મુજબ આમ કરવું શુભ માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે આ પ્લાન્ટને ફ્રિજની ઉપર રાખવાથી કોઈ ફાયદો થતો નથી. જ્યારે નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે લોકો તેને ઘરમાં રાખે છે. તેથી તેને ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાં તે સકારાત્મક ઉર્જા ફેલાવી શકે.

ટ્રોફી અને એવૉર્ડ્સ

કેટલાક લોકો ફ્રિજની ઉપર તેમની ટ્રોફી અથવા એવોર્ડની સજાવટ કરે છે. પરંતુ વાસ્તુ મુજબ આવુ કરવાથી ઘરમાં નકારાત્મક પ્રભાવ પડી શકે છે. માટે ફ્રિજની ઉપર ટ્રોફી કે એવોર્ડ બિલકુલ ન રાખવો જોઈએ. આ સાથે તમારે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડશે.

આ પણ વાંચો – ગીતા જયંતિ ક્યારે મનાવવામાં આવશે? આ દિવસે બની રહ્યો છે ખાસ યોગ, જાણો તારીખ, મહત્વ અને શુભ યોગ

ફિશ એક્વેરિયમ

ઘણીવાર લોકો ફિશ એક્વેરિયમની મદદથી ઘરની સજાવટ કરવાનું પસંદ કરે છે. માટે ઘરને સુંદર બનાવવા માટે તેને ખરીદીને ફ્રિજની ઉપર રાખી દેશે. પરંતુ તમારે તે બિલકુલ ન કરવું જોઈએ. આમ કરવાથી માછલીઓનું સ્વાસ્થ્ય બગડે છે અને તેઓ ઝડપથી મૃત્યુ પામી શકે છે.

દવાઓ

ઘણા લોકો ફ્રિજની ઉપર દવાઓ રાખતા હોય છે. તમારી આ આદત યોગ્ય નથી. કારણ કે ફ્રિજની ગરમી દવાઓની અસરને ખતમ કરી દે છે. માટે દવાઓને હંમેશા ઠંડી અને સૂકી જગ્યા પર રાખો.

પૈસા અને સોનું

કેટલાક લોકો ફ્રીજની ઉપર પૈસા અને દાગીના મૂકે છે. પણ તારે આવું ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક તંગી આવી શકે છે. આ સાથે જ ઘરની સુખ-સમૃદ્ધિ પર પણ અસર પડે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ