/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/west-bengal-goods-train-accident-39.jpg)
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર કે ઓફિસમાં બગુઆ નામનો અરીસો લગાવવાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
Vastu tips Bagua mirror benefits : વાસ્તુ ટિપ્સઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં વધુ પડતી નકારાત્મક ઉર્જાને કારણે વ્યક્તિને શારીરિક, માનસિક, પારિવારિક તેમજ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે વિવિધ ઉપાયો અપનાવવા સાથે કેટલીક વસ્તુઓ લાવવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે ઇચ્છો તો આ ચમત્કારી અરીસાને ઘરમાં લગાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર કે ઓફિસમાં બગુઆ નામનો અરીસો લગાવવાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. બગુઆ મિરર વિશે જાણો વિગતવાર
બગુઆ મિરર શું છે?
વાસ્તુશાસ્ત્ર અનુસાર, બગુઆ મિરરને પાકુઆ દર્પણ અને પુઆ દર્પણ પણ કહેવામાં આવે છે. તે અષ્ટકોણના આકારમાં છે એટલે કે અષ્ટકોણવાળો અરીસા છે. તેની સાથે ચારે બાજુ લાકડાની ફ્રેમ છે અને વચ્ચે ગોળકાર અરીસો હોય છે. આ કાચની આસપાસ લાગેલી લાકડાની ફ્રેમ પર ત્રણ ફેંગશુઈ લાઇન બનેલી હોય છે. આમાંની કેટલીક લાઇન નાની છે અને કેટલીક મોટી છે. સંપૂર્ણ રેખા યાંગ ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે અને નાની અથવા તુટક રેખાઓ યીનનું પ્રતિનિધિત્વ કરે છે. આ ફ્રેમમાં ઘણા બધા કલર હોય છે.
બગુઆ મિરરનો ઉપયોગ કરવાના ફાયદા
વાસ્તુ અને ફેંગશુઈ અનુસાર ઘરમાં બગુઆ અરીસો રાખવાથી વિશેષ લાભ મળે છે.
નકારાત્મક ઉર્જાથી મુક્તિ
ઘરમાં યોગ્ય દિશામાં બાગુઆ દર્પણ લગાવવાથી ઘરની નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાઓ ઉત્પન્ન થાય છે.
નજર દોષ થશે દૂર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર બાગુઆ દર્પણથી નજર દોષથી છુટકારો મળે છે. એવું માનવામાં આવે છે કે, જે ઘરમાં બગુઆ દર્પણ લાગેલું હોય છે, તે ઘરના સભ્યોને ક્યારેય કોઇ નજર લાગતી નથી.
પ્રગતિના અવરોધો થશે દૂર
ઘર કે ઓફિસમાં બાગુઆ અરીસો લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, જેના કારણે ઘરમાં ધન-સંપત્તિની સાથે સુખ-શાંતિ રહે છે. તેની સાથે વેપારમાં પણ અપાર સફળતા મળે છે.
બગુઆ અરીસો કઈ દિશામાં લગાવવો?
વાસ્તુશાસ્ત્ર અનુસાર બગુઆ અરીસાને યોગ્ય દિશામાં લગાવવું ખૂબ જ જરૂરી છે. ઘરમાં સકારાત્મક ઉર્જા માટે તેને પૂર્વથી પશ્ચિમ દિશામાં, ઉત્તરથી દક્ષિણ દિશામાં રાખી શકાય. આ સિવાય તેને ઉત્તર, પૂર્વ દિશામાં પણ લગાવવું શુભ રહે છે.
બગુઆ અરીસો કઈ જગ્યાએ લગાવવો શુભ હોય છે?
તમે બગુઆ અરીસાને ઘરના મુખ્ય દરવાજામાં બહારની તરફ લગાવી શકો છો. ઉપરાંત આ અરીસો કિચનની દિવાલ કે દરવાજામાં લગાવી શકાય છે. આ જગ્યાઓ ઉપરાંત બગુઆ અરીસો ઘરની બહારની દીવાલ પર અથવા બાલ્કનીની બહાર પણ લગાવવું શુભ રહેશે. તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી.
આ પણ વાંચોઃ લોબાન ધૂપના ચમત્કારી ઉપાયો: નોકરી-ધંધામાં પ્રગતિની સાથે સાથે જીવનની તમામ મુશ્કેલીઓ થશે દૂર
બગુઆ મિરરના વાસ્તુ નિયમો
- જો ઘરમાં બગુઆ અરીસો લગાવવામાં આવ્યો હોય તો કેટલાક વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
- બગુઆ અરીસાને ક્યારેય ગંદા ન રાખો. આ અરીસો નિયમિત સાફ કરવો.
- જો બગુઆ અરીસામાં સહેજ પણ તિરાડ પડી ગઈ હોય, તો તેને તરત જ રિપેરિંગ કરાવો.
- આ અરીસાને ક્યારેય ઘર કે ઓફિસની અંદર લગાવવો જોઇએ નહીં.
- બાગુઆ દર્પણ ખરીદતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે તેની ફ્રેમનો કલર વાદળી, કાળો, લાલ કે ગુલાબી ન હોય.
- હંમેશા લીલા, સફેદ, આસમાની અથવા ઓફ વ્હાઇટ રંગનો બાગુઆ અરીસો ખરીદવો જોઇએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us