/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Vastu-Tips-For-Bathroom.jpg)
Vastu Tips For Bathroom : વાસ્તુ શાસ્ત્ર મુજબ બાથરૂમમાં અમુક ચીજ રાખવાથી વાસ્તુ દોષ લાગે છે. (Photo : Freepik)
Vastu Tips For Bathroom : વાસ્તુ શાસ્ત્રનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. કારણ કે જો આપણું ઘર અને કાર્યસ્થળ વાસ્તુ અનુસાર ન બને તો આપણા જીવનમાં ગરીબી આવે છે અને માતા લક્ષ્મીનો વાસ થતો નથી. ઘરમાં રહેલી દરેક વસ્તુ હકારાત્મક અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. તેથી, ઘરના મુખ્ય દ્વાર, મંદિર, શયનખંડ માટે વાસ્તુ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. આથી ઘરમાં બાથરૂમ માટે ખાસ વાસ્તુ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. એટલ કે બાથરૂમમાં રાખેલી અમુક ચીજો પણ વાસ્તુ દોષનું કારણ બને છે. તેનાથી ઘરના લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ વિગતવાર
તૂટેલા કાચ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, બાથરૂમમાં તૂટેલા કાચ ક્યારેય લગાવવા જોઈએ નહીં. કારણ કે આમ કરવાથી વાસ્તુ દોષ થાય છે. તેનાથી વ્યક્તિએ ગરીબીનો સામનો કરવો પડે છે. ઘરના લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે.
નળ માંથી પાણી ટપકવું
નળ માંથી પાણી ટપકવું દુર્ભાગ્ય વધારે છે. જો બાથરૂમ અથવા ઘરના કોઈપણ નળમાંથી પાણી લીક થાય છે, તો તેને તરત જ રિપેરિંગ કરાવી લો. ઉપરાંત, નળ માંથી પાણી ટપકવાથી બિનજરૂરી ખર્ચમાં વધારો થાય છે. દવાઓ પાછળ વધારે પૈસા ખર્ચાય છે.
આ દિશામાં બાથરૂમ બનાવવું નહીં
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો બાથરૂમ દક્ષિણ અથવા ઉત્તર-પૂર્વ ખૂણામાં છે, તો તે ખોટું છે. તેનાથી જીવનમાં ગરીબી આવી શકે છે. ઉપરાંત, વાસ્તુ દોષ થઇ શકે છે. ઘરની પૂર્વ દિશામાં બાથરૂમ હોવું સારું માનવામાં આવે છે.
તુટેલા વાળ
જો તમારા બાથરૂમમાં તુટેલા વાળ પડેલા છે, તો તે વાસ્તુ દોષનું કારણ બને છે. વાસ્તુ દેવતા નારાજ થાય છે. તેથી, જો ગટરમાં તૂટેલા વાળ પડ્યા હોય, તો તેને તરત જ ત્યાંથી દૂર કરો. કારણ કે આ તૂટેલા વાળ ગરીબીની નિશાની છે. આ સાથે શનિ અને મંગળ દોષ પણ લાગે છે. બાથરૂમમાં ક્યારેય ખાલી ડોલ ન મૂકવી જોઈએ. કારણ કે તે દુર્ભાગ્યનું કારણ બને છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us