/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-55.jpg)
વાસ્તુ શાસ્ત્ર અનુસાર અમુક ચીજો બેડરૂમમાં ક્યારેય રાખવી જોઇએ નહીં.
Vastu Tips For Bedroom: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો દરેક ખૂણો વાસ્તુ સાથે સંબંધિત છે, કારણ કે દરેક જગ્યાએથી સકારાત્મક કે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. એવી જ રીતે બેડરૂમ સાથે સંબંધિત વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણી વખત બેડરૂમને સુંદર બનાવવા માટે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ ગોઠવવામાં આવે છે. આજના સમયમાં શહેરોમાં રહેતા લોકો પાસે જગ્યા ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં તે બેડરૂમમાં અનેક પ્રકારની ચીજવસ્તુઓ રાખે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં રાખવામાં આવેતી કેટલીક વસ્તુઓના કારણે તમારે માનસિક, શારીરિક, આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
વાસ્તુ અનુસાર બેડરૂમમાં મોપ્સ, તૂટેલા કાચ, તીક્ષ્ણ - ધારદાર વસ્તુઓ, ડાર્ક રંગની વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ. આ ઉપરાંત પણ કઈ કઈ વસ્તુઓ બેડરૂમમાં બિલકુલ ન રાખવી જોઈએ જાણો
આ ચીજો બેડરૂમમાં ક્યારેય ભૂલથી પણ રાખવી નહીં
બુટ-ચંપલ
વાસ્તુશાસ્ત્રની રીતે ભૂલથી પણ બેડરૂમમાં બુટ-ચંપલ વગેરે રાખવા જોઇએ નહીં. તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. તેના પરિણામે માનસિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને માતા લક્ષ્મી પણ નારાજ થાય છે.
સાવરણી
વાસ્તુશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મીનો સાવરણીમાં વાસ હોય છે. એટલા માટે તેને ક્યારેય બેડરૂમમાં રાખવી જોઈએ, કારણ કે તેના કારણે ઘરમાં કંકાસ થાય છે. ઘરમાં રહેતા સભ્યો વચ્ચે પ્રેમ ઘટે છે. એટલા માટે જો તમે ઇચ્છો તો બેડરૂમની જગ્યાએ સ્ટોર રૂમમાં સાવરણી રાખી શકો છો.
જુના - ફાટેલા કપડાં
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારું કોઈ કપડું ફાટી ગયું હોય, તો તેને તરત જ બેડરૂમમાં રહેલા કપડામાંથી અલગ કાઢી નાખવું જોઈએ, કારણ કે તે ગરીબી તરફ દોરી શકે છે. ઉપરાંત ફાટેલા કપડાં રાખવાથી જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવવા લાગે છે.
આ પણ વાંચોઃ નોકરી મેળવવામાં આવી રહી છે અડચણ? તો આજે જ અપનાવો આ ઉપાય, મળશે મનપસંદ જોબ
બગડેલા ચાર્જર, ફોન જેવી ઇલેક્ટ્રોનિક ચીજો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખરાબ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ કે ચાર્જર, ફોન, હેર ડાયર, હેડફોન વગેરે ક્યારેય પણ બેડરૂમમાં ન રાખવા જોઈએ, કારણ કે તેનાથી રાહુ દોષ થાય છે. આવી સ્થિતિમાં, તમે તેમનું રિપેરિંગ કરાવી લો અથવા તેમને ઘરની બહાર ફેંકી દો.
તાજમહેલનું ચિત્ર અથવા શોપીસ
વાસ્તુ અનુસાર તાજમહેલની તસવીર કે શોપીસ ક્યારેય બેડરૂમમાં ન રાખવી જોઈએ. આમ કરવાથી દાંપત્ય જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us