Vastu Tips: ઘરમાં આ 5 શુભ ચિન્હ બનાવો, વાસ્તુ દોષની સાથે ગરીબી થશે દૂર, સુખ-સંપત્તિ અને સફળતાની થશે પ્રાપ્તિ

Vastu Tips For Home: ઘરના મુખ્ય દરવાજા ઉપરાંત ઘરના 5 ખૂણામાં વિશેષ શુભ ચિન્હ લગાવવાથી વ્યક્તિને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેમજ ગરીબી દૂર થવાની સાથે સાથે નોકરી-ધંધામાં સફળતા મળે છે. (

Vastu Tips For Home: ઘરના મુખ્ય દરવાજા ઉપરાંત ઘરના 5 ખૂણામાં વિશેષ શુભ ચિન્હ લગાવવાથી વ્યક્તિને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેમજ ગરીબી દૂર થવાની સાથે સાથે નોકરી-ધંધામાં સફળતા મળે છે. (

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
vastu tips for home auspicious signs

ઘરમાં વાસ્તુ દોષના કારણે દરેક સભ્યનું જીવન ખરાબ રીતે પ્રભાવિત થાય છે.

Vastu Tips For Home and auspicious-signs: ઘર માટે વાસ્તુ ટિપ્સ: વ્યક્તિની પ્રગતિ, સ્વાસ્થ્ય, આર્થિક સ્થિતિથી લઈને કુટુંબ સંબંધિત સમસ્યાઓ સુધી ઘણું બધું ઘર પર નિર્ભર છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરેક ખૂણામાંથી નકારાત્મક અથવા સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેના કારણે વાસ્તુ દોષ પણ થાય છે. ઘરમાં વાસ્તુ દોષના કારણે દરેક સભ્યનું જીવન ખરાબ રીતે પ્રભાવિત થાય છે. એટલા માટે ઘરના વાસ્તુ દોષોને સમયસર દૂર કરવા જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, વાસ્તુ દોષોને દૂર કરવાની સાથે સકારાત્મક ઉર્જા વધારવા માટે ઘરના દરેક ખૂણામાં અમુક શુભ પ્રતીકો બનાવી શકાય છે. શાસ્ત્રોમાં આ ચિન્હોનું વિશેષ મહત્વ છે.

Advertisment

ઘરના મુખ્ય દ્વાર પર શુભ-લાભ, ઓમ જેવા અનેક શુભ ચિન્હો લગાવવા વિશે તમે સાંભળ્યું જ હશે અથવા તમે પણ તેમને ઘરમાં લગાવ્યા જ હશે. પરંતુ આ ઉપરાંત તમે ઘરની અંદર કોઈ ખૂણામાં આ શુભ ચિન્હો બનાવી શકો છો. માતા લક્ષ્મી પણ તેનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિ, ધન-સંપત્તિનો આશીર્વાદ આપે છે. જો તમે આ શુભ ચિન્હો બનાવી શકતા નથી, તો તમે તેને બજારમાંથી સ્ટીકરના રૂપમાં મેળવી શકો છો.

ઘરના 5 ખુણામાં બનાવો આ શુભ ચિન્હો

વૈષ્ણવ તિલક બનાવો

તમે શાસ્ત્રોમાં વૈષ્ણવ તિલ વિશે ઘણું સાંભળ્યું હશે. સામાન્ય રીતે આ તિલક ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ અને શ્રી રામની પૂજા કરતી વખતે લગાવવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે ઈચ્છો તો ઘરના કોઈપણ ખૂણામાં વૈષ્ણવ તિલકનું ચિન્હ બનાવી શકો છો. આ ચિન્હ માટે તમારે ચંદનનો ઉપયોગ કરવો જોઈએ.

શ્રી સહિત બનાવો આ શુભ ચિન્હ

તમે ઘરના ત્રીજા ખૂણામાં શ્રીનું પ્રતીક બનાવી શકો છો. એવી માન્યતા છે કે જે ઘરમાં શ્રી ચિન્હ બને છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. એટલા માટે તમે આ શુભ ચિન્હ બનાવી શકો છો. ઉપરાંત તમે સ્વસ્તિક અને ઓમનું પ્રતીક પણ બનાવી શકો છો.ૉ

Advertisment

વાસ્તુ ચિન્હ

ઘરના ચોથા ખૂણામાં વાસ્તુ શાસ્ત્ર ચિન્હ બનાવવું ફાયદાકારક રહેશે, કારણ કે તેને ભગવાન શિવનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેને ઘરમાં બનાવવાથી વાસ્તુ દોષની સાથે શનિની સ્થિતિ પણ મજબૂત બને છે.

શંખનું ચિન્હ

હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ઉપરાંત ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી ખૂબ ખુશ થાય છે. એટલા માટે આ શુભ ચિન્હને ઘરમાં બનાવવાથી વાસ્તુ દોષથી છુટકારો મેળવી શકાય છે અને સકારાત્મક ઉર્જા વધી શકે છે. એટલા માટે ઘરના કોઈપણ ખૂણાની સફાઈ કર્યા પછી આ શુભ ચિન્હ સિંદૂર અથવા ચંદનથી બનાવી શકાય છે.

ધનુષ - બાણનું ચિન્હ

તમે ઘરના પાંચમા ખૂણામાં ધનુષ અને બાણની નિશાની બનાવી શકો છો. વાસ્તુ અનુસાર આ નિશાનીને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. તેને ઘરમાં બનાવવાથી દરેક સભ્યને સફળતા અને પ્રગતિ મળે છે.

આ પણ વાંચોઃ વાસ્તુ ટીપ્સ અનુસાર ઘરમાં લગાવો આ ચમત્કારી અરીસો, નજર દોષ થશે દૂર અને આવશે અપાર સુખ- સંપત્તિ

ઘરના મુખ્ય દરવાજે સૂર્યનું ચિન્હ બનાવો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજે સૂર્યનું ચિન્હ બનાવવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે ઇચ્છો તો તમે તાંબાના બનેલા સૂર્યને લગાવી શકો છો. તેનાથી તમને શુભ ફળ પણ મળશે.

astrology ટ્રેન્ડિંગ ન્યૂઝ ધર્મ ભક્તિ વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ