/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-86.jpg)
ઘર માટેની વાસ્તુ ટીપ્સ.
Vastu Tips, Never Do Keep These 5 Things In House : વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દરેક વસ્તુ સકારાત્મક કે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને આ ઉર્જા તે ઘરમાં રહેતા સભ્યોના સ્વાસ્થ્ય, ધંધા-રોજગાર, પ્રગતિ અને સંબંધો પર અસર કરે છે. કેટલીકવાર આપણે નાની નાની બાબતોને નજરઅંદાજ કરીએ છીએ. જો કે વાસ્તુ શાસ્ત્રનું માનીયે તો ઘર સંબંધિત નાનામાં નાની બાબત પણ તમારા ભવિષ્ય પર ખરાબ અસર પાડી શકે છે. કઇ વસ્તુથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે ચાલો જાણીયે
ઘરમા કયારેય તૂટેલી અથવા નકામી ચીજવસ્તુઓ રાખવી નહીં
જો તમારા ઘરમાં તૂટેલી અથવા નકામી ચીજવસ્તુઓ છે, જેનો તમે બિલકુલ ઉપયોગ કરતા નથી, તો તેને ઘરમાંથી હટાવી દેવી જોઈએ, કારણ કે આ વસ્તુઓ સકારાત્મક ઉર્જાના પ્રવાહને અવરોધે છે. આવી સ્થિતિમાં તે ઘરમાં રહેતા લોકો આર્થિક, ભાવનાત્મક અથવા માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
કેક્ટસ અને કાંટાવાળા છોડ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, કેક્ટસ અને અન્ય કાંટાવાળા છોડને નકારાત્મક ઉર્જાવાળા માનવામાં આવે છે, જેનાથી પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો અને વાદવિવાદ થઈ શકે છે. કાંટા વાળા છોડથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આથી કાંટાવાળા છોડ ક્યારેય ઘરમા રાખવા જોઇએ નહીં. કાંટવાળા છોડને બદલે તમે ઘરે મની પ્લાન્ટ, બામ્બુ છોડ, સ્નેક પ્લાન્ટ, રબરનો છોડ વગેરે રાખી શકો છો.
પથારી કે બેડનો સામે અરીસો
વાસ્તુ અનુસાર પલંગની સામે એવો કોઈ અરીસો રાખવો નહીં, જેમાં બેડનું પ્રતિબિંબ દેખાય. એવું માનવામાં આવે છે કે આવી રીતે અરીસો રાખવાથી ઊંઘ દરમિયાન નકારાત્મક ઉર્જા વધે છે, જે આરામમાં ખલેલ પહોંચાડે છે. તેમજ માનસિક તણાવનો પણ સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, જો તમારા બેડરૂરમાં બેડની સામે અરીસો હોય તો પછી તેને કપડાથી ઢાંકી દો અથવા સૂતા પહેલા તેને હટવી દો.
બેડની પાસે ઇલેક્ટ્રોનિક ઉપકરણો
વાસ્તુ અનુસાર ટીવી, લેપટોપ કે સ્માર્ટફોન જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ બેડ પર ન રાખવી જોઈએ. તેનાથી તમારી ઊંઘમાં ખલેલ પડી શકે છે અને તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે. આથી રાત્રે ઉંઘતી વખતે ઇલેક્ટ્રોનિક ડિવાઇસને બેડથી દૂર રાખો.
આ પણ વાંચો | 7 ઘોડાનો કેવો ફોટો ઘરમાં લગાડવો જોઇએ? વાસ્તુ અનુસાર સાત ઘોડાનું ચિત્ર ખરીદતી વખતે કઇ બાબતો ધ્યાનમાં રાખશો, જાણો
પલંગની નીચે વસ્તુઓ મૂકવી નહીં
ઘણા લોકોને પગરખાં અને ચપ્પલ સહિતની ઘણી વસ્તુઓ બેડની નીચે રાખવાની આદત હોય છે. વાસ્તુ અનુસાર આવું કરવાથી ઊર્જાના પ્રવાહમાં અવરોધ આવે છે. જેના કારણે બેચેની અને ઊંઘમાં ખલેલ પડી શકે છે. એટલા માટે જો તમે પલંગની નીચે કંઈપણ રાખ્યું હોય તો તેને તરત જ બહાર કાઢીને ફેંકી દો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us