Vastu Tips For South Direction House : વાસ્તુ શાસ્ત્રનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. કારણ કે જો આપણું ઘર અને કાર્યસ્થળ વાસ્તુ પ્રમાણે ન હોય તો આપણા જીવનમાં મુશ્કેલીઓ અને ગરીબી આવે છે. સાથે જ માતા લક્ષ્મી પણ ગુસ્સે થાય છે. જો આપણું ઘર અને કાર્યસ્થળ વાસ્તુ પ્રમાણે બનાવવામાં આવે તો આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત દેવી લક્ષ્મી અને વાસ્તુ દેવતાની કૃપા હંમેશા બની રહે છે. વાસ્તુમાં આવી જ કેટલીક ચીજોઓનું વર્ણન છે, જેમને દક્ષિણ દિશામાં રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ચાલો જાણીએ આ વસ્તુઓ કઇ છે…
સાવરણી ઘરની દક્ષિણ દિશામાં રાખો (Vastu Tips For Sparrow)
વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ દિશામાં સાવરણી રાખવાથી ઘનની દેવી લક્ષ્મી પ્રસન્ન રહે છે. તેથી સાવરણી ઘરની દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. આ દિશામાં સાવરણી રાખવાથી ક્યારેય પણ પૈસાની તંગી આવતી નથી. સાવરણી હંમેશા છુપાવીને રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. આ ઉપરાંત પરિવારના સભ્યો વચ્ચે પણ પ્રેમ જળવાઈ રહે છે.
ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે
વાસ્તુ શાસ્ત્ર ટીપ્સ અનુસાર પલંગનું માથું હંમેશા દક્ષિણ દિશામાં રાખવું જોઈએ. મતલબ કે તમારું માથું દક્ષિણ તરફ અને તમારા પગ ઉત્તર તરફ હોવા જોઈએ. દક્ષિણ તરફ માથું રાખીને સૂવાથી મનમાં સારા વિચારો આવે છે. વળી, કોઈ વાસ્તુ દોષ પણ લાગતો નથી. દરેક કાર્યોમાં સફળતા મળે છે.
સોના-ચાંદી જેવી કિંમતી વસ્તુઓ કઇ દિશામાં રાખવી
સોના, ચાંદી અને હીરા જેવી કિંમતી વસ્તુઓ ઘરની દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. આમ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. તેમજ વાસ્તુ દેવતાઓ પ્રસન્ન રહે છે. સાથે જ પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે.
આ પણ વાંચો | વાસ્તુ દોષ નિવારણ ઘરમાં તોડફોડ વિના અપનાવો સરળ વાસ્તુ ટિપ્સ અને મેળવો સુખ સમૃધ્ધિ
દક્ષિણ દિશામાં પક્ષીનું ચિત્ર લગાવો
ઘરની દક્ષિણ દિશામાં પક્ષીનું પોસ્ટર લગાવવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ છે અને લગ્નજીવન મધુર બને છે.





