/indian-express-gujarati/media/media_files/2026/02/08/kitchen-vastu-tips-2026-02-08-14-20-05.jpg)
Kitchen Vastu Tips : રસોડાની વાસ્તુ ટીપ્સ Photograph: (Freepik)
Kitchen Vastu Tips: ઘરનું રસોડું માત્ર રસોઈ બનાવવાનનું સ્થળ જગ્યા નથી, પરંતુ તેને મા અન્નપૂર્ણાનું નિવાસસ્થાન માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, રસોડામાં કરવામાં આવેલી નાનકડી ભૂલ પણ પરિવાર પર મોટી અસર કરી શકે છે. એવું માનવામાં આવે છે કે જો રસોડામાં જરૂરી વસ્તુ ખાલી થઇ જાય છે, તો માતા લક્ષ્મી નારાજ થાય છે અને તેની સીધી અસર ધન, સુખ અને શાંતિ અને પરસ્પર સંબંધો પર પડે છે.
બીજી બાજુ, જો રસોડાનો વાસ્તુ યોગ્ય હોય અને જરૂરી વસ્તુઓ હંમેશા હાજર હોય, તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને હકારાત્મક ઉર્જા રહે છે. આજે અમે તમને જણાવીશું કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં કઈ વસ્તુઓ ક્યારેય સમાપ્ત થવી જોઇએ નહીં અને તેના પાછળના કારણો શું છે.
મીઠું
મીઠું દરેક રસોડામાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓ પૈકીની એક છે. તે માત્ર ખોરાકનો સ્વાદ જ નહીં, પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રસોડામાં નમકનો ડબ્બો ક્યારેય સંપૂર્ણ રીતે ખાલી ન થવો જોઈએ. જો મીઠું સમાપ્ત થઇ જાય તો તેની ઘરના વાતાવરણ પર નકારાત્મક અસર પડે છે. આનાથી પરિવારના સભ્યોમાં તણાવ, દલીલો અને વિખવાદ વધી શકે છે. ઘણી વાસ્તુ માન્યતાઓ અનુસાર, મીઠું ન હોવાથી ધન સંબંધિત સમસ્યાઓ પણ થાય છે. તેથી, હંમેશા ધ્યાનમાં રાખો કે રસોડામાં મીઠું પુરતા પ્રમાણમાં રાખો. જો મીઠું સમાપ્ત થવાનું હોય તો પહેલાથી જ ખરીદીને ઘરમાં રાખી મૂકો.
ચોખા
હિંદુ ધર્મમાં ચોખાને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. ચોખાનો ઉપયોગ પૂજા અને ધાર્મિક કાર્યોમાં અક્ષત તરીકે થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચોખાનો સંબંધ ચંદ્ર અને શુક્ર સાથે છે, જે મન, સુખ અને વૈભવના પરિબળો માનવામાં આવે છે. જો રસોડામાં ચોખા ખલાસ થઈ જાય છે, તો તેની સીધી અસર જીવન પર પડે છે. એવું માનવામાં આવે છે કે આનાથી ધનની અછત, માનસિક અસ્વસ્થતા અને પારિવારિક સમસ્યાઓ થઈ શકે છે. તેથી, ખાતરી કરો કે રસોડામાં ચોખાનો જથ્થો ક્યારેય ખાલી ન થાય.
હળદર
હળદર એ ભારતીય રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેનું ઘણું ધાર્મિક, સ્વાસ્થ્ય અને જ્યોતિષીય મહત્વ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, હળદરનો સંબંધ દેવગુરુ ગુરુ સાથે છે. ગુરુ ગ્રહને સંપત્તિ, જ્ઞાન, આદર, સુખ અને પારિવારિક સુખનો પ્રતીક માનવામાં આવે છે. જો રસોડામાં હળદરનો ડબ્બો ખાલી હોય તો એવું માનવામાં આવે છે કે ગુરુ ગ્રહ નબળો પડવા લાગે છે. આ પરિવારના સભ્યોની પ્રગતિ, શિક્ષણ અને આર્થિક સ્થિતિને અસર કરી શકે છે. હળદરનો અભાવ ઘરની હકારાત્મક ઊર્જાને પણ ઘટાડે છે. તેથી, હળદરને હંમેશા રસોડામાં રાખો અને ખાતરી કરો કે હળદરનો ડબ્બો ક્યારેય ખાલી ન થાય.
ડિસ્ક્લેમર : આ લેખ સંપૂર્ણપણે જ્યોતિષ માન્યતા અને ધારણાઓ પર આધારિત છે. ઈન્ડિયન એક્સપ્રેસ તેની સચ્ચાઈની પુષ્ટિ કરતું નથી. વધુ માહિતી માટે નિષ્ણાંત પાસેથી સલાહ લેવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us