Vastu Tips For Main Door: ઘરનો મુખ્ય દરવાજો માત્ર તમારી અંદર કે બહાર જવાનો રસ્તો નથી, પરંતુ આ માર્ગ જ ઘરની અંદર ખુશીઓ લાવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દ્વારથી સુખ, સમૃદ્ધિ, સંપત્તિ દસ્ક્ત કરે છે. તો જો તમે નવું ઘર ખરીદવા જઈ રહ્યા છો અથવા જૂના ઘરમાં જ મુખ્ય દરવાજામાં કેટલાક ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો કેટલાક વાસ્તુ નિયમો જરૂરથી પાલન કરો, જેથી તમારે કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષનો સામનો ન કરવો પડે અને ઘરમાં સુખ શાંતિ રહે. જાણો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દરવાજા સંબંધિત ક્યા વાસ્તુ નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ.
મુખ્ય પ્રવેશ દ્વાર કઈ દિશામાં હોવું જોઇએ?
વાસ્તુ મુજબ જો તમારું ઘર પશ્ચિમ તરફ હોય તો તમારો મુખ્ય દરવાજો ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવો જોઈએ અને જો તે દક્ષિણ તરફ હોય તો મુખ્ય દરવાજો દક્ષિણ-પૂર્વ દિશામાં હોવો જોઈએ.
મુખ્ય દરવાજાનો રંગ
વાસ્તુ અનુસાર ક્યારેય પણ ઘરના મુખ્ય દરવાજાનો રંગ કાળો ન કરો. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. તેના બદલે, માટી, લાકડા જેવો કલર અથવા સફેદ રંગ કરવો શુભ હોય છે.
મુખ્ય દરવાજા પર નેમ પ્લેટ
જો તમે મુખ્ય દ્વારમાં નેમ પ્લેટ લગાવવા માંગો છો તો ઉત્તર કે પશ્ચિમ દિશાને શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે. આ દિશામાં ધાતુથી બનેલી નેમ પ્લેટ મૂકવી જોઈએ. આ ઉપરાંત કોતરણી કરેલી નેમ પ્લેટને પૂર્વ કે દક્ષિણ દિશામાં મુકવી શુભ રહેશે.
દરવાજાનો ઉંબરો કેવો હોવો જોઇએ?
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દરવાજા પર થોડો ઉંચો ઉંબરો રાખવો જોઇએ. તેનાથી નકારાત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે.
ઘરના મુખ્ય દરવાજાના વાસ્તુ નિયમ
ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ક્યારેય તૂટેલો દરવાજો ન લગાવો. આવો દરવાજો હોવાને કારણે આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. સમસ્યાથી બચવા તરત જ નવો દરવાજો લગાવી લો.
મુખ્ય દરવાજા પર ક્યારેય કર્કશ કે મોટો અવાજ કરતી ડોર બેલ લગાવવી નહીં. તેના બદલે એક શાંત, આરામદાયક ડોર બેલ લગાવો.
મુખ્ય દરવાજાની નજીક શુ રેક એટલે કે જુતા ચપ્પલ રાખવાનું સ્ટેન્ડ, જૂનું ફર્નિચર, ડસ્ટબિન વગેરે ક્યારેય ન રાખો. તેનાથી અશુભ ફળ મળે છે.
મુખ્ય દરવાજા પર સૂર્યપ્રકાશ જરૂર પડવો જોઇએ. ઘરમાં સૂર્યપ્રકાશ આવવો જરૂરી છે.
(Disclaimer – આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)