/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/Navratri-plant.jpg)
નવરાત્રીમાં ઘરની બાલકનીમાં લગાવો આ ચાર છોડ
Lucky Plants for Balcony: નવરાત્રીના નવ દિવસોને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ નવ દિવસોમાં લોકો વાહન અને પ્રોપર્ટીની ખરીદી કરે છે. પરંતુ શું તમને ખબર છે કે નવરાત્રીમાં ઘરની બાલકનીમાં છોડ લગાવવાથી ધન - સમૃદ્ધિનો વાસ રહે છે. તમને જણાવી દઈએ કે કેટલાક છોડનો સંબંધ નવગ્રહ સાથે પણ હોય છે. એટલા માટે છોડ લગાવવાથી નવગ્રહ પણ શાંત રહે છે. તેનું શુભ ફળ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. સાથે જ છોડ લગાવવાથી તમારા પર માતા લક્ષ્મી મહેરબાન થઈ શકે છે. તો ચાલો જાણીએ કે આ છોડ વિશે…
માતા લક્ષ્મીની રહેશે વિશેષ કૃપા
વાસ્તુ અનુસાર નવરાત્રીમાં ઘરની બાલકનીમાં લક્ષ્મણાનો છોડ લગાવવો જોઈએ. આ છોડનો સંબંધ માતા લક્ષ્મી સાથે માનવામાં આવે છે. આ છોડને લગાવવાથી ઘનના આવવાના રસ્તા ખુલે છે. સાથે જ આને લગાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. લક્ષ્મણાનો છોડ ઘરમાં પૂર્વ અથવા પૂર્વ-ઉત્તરની દિશમાં લગાવવો જોઈએ. કારણ કે ઉત્તર દિશાનો સંબંધ ધનના દેવતા સાથે છે.
તુલસીનો છોડ લગાવો
નવરાત્રીમાં બાલકનીમાં તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ. તુલસીનો સંબંધ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે છે. સાથે જ તુલસીનો છોડ લગાવવાથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે. ઘરમાં ધન - સમૃદ્ધનો વાસ રહે છે. તુલસીનો છોડ લગાવ્યા બાદ રોજ સાંજે ઘીનો દીવો પ્રગટાવો. આનાથી નેગેટિવિટી દૂર થાય છે.
મની પ્લાન્ટનો છોડ લગાવો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાનનો છોડ ઘરમાં લગાવવો ખુબ જ શુભ માનવામાં આવે છે. એટલા માટે નવરાત્રિમાં બાલકનીમાં મની પ્લાન્ટનો છોડ લગાવવો જોઈએ. આ છોડ લગાવવાથી ઘરમાં વૈભવ અને સુખ સમૃદ્ધીનો વાસ રહે છે. સાથે જ ઘરના લોકોની તરક્કીમાં પણ કોઈ અડચણ આવતી નથી. માન્યતા છે કે મની પ્લાન્ટની વેલ જેટલી ફેલાય છે એટલી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. આ છોડને ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન લગાવો.
પામ ટ્રીનો છોડ લગાવો
પામ ટ્રીના છોડને પણ વાસ્તુમાં ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે. તમે અરેકા પામને પણ નવરાત્રીમાં પોતાના ઘરની બાલકનીમાં લગાવી શકો છો. અરેકા પામ શારું સ્વાસ્થ્ય, ભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે. સાથે જ આ છોડને લગાવવાથી ઘરનો વાસ્તુ દોષ પણ દૂર થાય છે. તેમજ ઘરમાં સકારાત્મકતાનો વાસ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us